આધુનિક ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ (વાન)ને ફ્લેગ આપી શુભારંભ કરાવતા મેયર સહિતના પદાધિકારીઓ

આધુનિક ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ (વાન)ને ફ્લેગ આપી શુભારંભ કરાવતા મેયર સહિતના પદાધિકારીઓ
આધુનિક ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ (વાન)ને ફ્લેગ આપી શુભારંભ કરાવતા મેયર સહિતના પદાધિકારીઓ

લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ખાદ્ય પદાર્થોમાં થતા ભેળસેળને સ્થળ પર જ ચકાસણી કરી નાશ કરાશે

ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડીયા દ્વારા કેન્દ્ર સરકારના માધ્યમથી ગુજરાત સરકારએ રાજકોટ મહાનગરપાલિકાને 35 લાખના ખર્ચે આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ સાથે ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ (વાન) ફાળવવામા આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

જેનો તા. 13-1 ના રોજ મેયર ડો.પ્રદિપ ડવ, સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતિના

ચેરમેન રાજેશ્રીબેન ડોડીયા, સ્થાયી સમિતિના સભ્ય મનીષભાઈ રાડીયા, કોર્પોરેટર નિતીનભાઈ રામાણી વગેરેના વરદ હસ્તે ફ્લેગ આપી શુભારંભ કરવામાં આવેલ. આ પ્રસંગે નાયબ હેલ્થ ઓફિસર ડો. પી.પી. રાઠોડ, ફૂડ સેફ્ટી ઓફિસર અમિત પંચાલ ઉપસ્થિત રહેલ.

આ પ્રસંગે મેયરએ જણાવેલ, લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગના આ સ્પે.વાહનની મદદથી ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળની સ્થળ પર જ ચકાસણી કરી અખાદ્ય ફૂડ માલુમ પડશે તો તેનો નાશ કરી શકાશે અને આવા અખાદ્ય પદાર્થોનું સેમ્પલ લઈ સરકાર માન્ય લેબોરેટરીમા ચકાસણી માટે આપવામાં આવશે.

Read About Weather here

આ તકે વાનના કેમિસ્ટ દ્વારા દૂધ, ઘી અને મસાલાનું સ્પોટ ટેસ્ટિંગનું નિદર્શન કરેલ હતું. ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ (વાન) સાથે સ્ટાફમા લેબોરેટરી કેમીસ્ટ, પટ્ટાવાળા તથા ડ્રાઇવરની ફાળવણી સરકારના ખર્ચે કરવામા આવેલ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here