આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પાર પાડવા યુવા શક્તિને મુખ્યમંત્રીનું આહ્વાન

કેન્દ્રના વિકાસલક્ષી બજેટથી ગુજરાતને મહતમ ફાયદો: મુખ્યમંત્રી
કેન્દ્રના વિકાસલક્ષી બજેટથી ગુજરાતને મહતમ ફાયદો: મુખ્યમંત્રી

હરેકને કામ- હરકામનું સન્માન દ્વારા કૌશલ્ય વિકાસનું લક્ષ્યાંક: ઇન્ડિયા સ્કિલ્સની વેસ્ટર્ન રીઝ્યન સ્પર્ધાનાં યુવાનોને સન્માનિત કરતા ભુપેન્દ્ર પટેલ

દરેક વ્યક્તિમાં પડેલા કૌશલ્ય અને તેની કામગીરીનું સન્માન કરીને હરેકને કામ, હર કામનું સન્માન મંત્ર થકી આત્મનિર્ભર ભારતનો વડાપ્રધાનનો સંકલ્પ પાર પાડવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે યુવા શક્તિને આહ્વાન કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

તેમણે જણાવ્યું હતું કે સમાજનાં નાનામાં નાના વ્યક્તિને પણ પોતાના કામનું સ્વાભિમાન જાગે અને દેશના વિકાસ માટે કંઇક કરવું છે એવો ભાવ જાગે તે ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કિલ ઇન્ડિયા મિશન શરૂ કર્યું હતું.

મુખ્યમંત્રી ઇન્ડિયા સ્કિલ્સ 2021 ની પ્રાદેશિક સ્પર્ધામાં વેસ્ટર્ન રીઝ્યન ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનનાં પ્રતિભાશાળી યુવા વિજેતાઓને સન્માનિત કરવાના અવસરે સંબોધન કરી રહ્યા હતા.

ભારત સરકાર દ્વારા યોજાતી ત્રણ દિવસની સ્પર્ધામાં વિજેતા 82 યુવાનો ડિસેમ્બરમાં કોમ્પિટિશનમાં ભાગ લઇ એમનું કૌવત દર્શાવશે.મુખ્યમંત્રીએ યુવા સ્પર્ધકોને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે દરેક વ્યક્તિમાં નાનપણથી કોઈને કોઈ કૌશલ્ય જરૂર હોય છે.

તેને યોગ્ય નિખાર આપવાની જરૂર હોય છે. આવી સ્પર્ધાઓ એ માત્ર કોમ્પિટિશન નથી. પણ વિશ્ર્વ સમક્ષ આપણી યુવા શક્તિ ગ્લોબલ યુથ બનીને ઉભરી આવે અને વિશ્ર્વ જે ભાષામાં સમજે તે ભાષામાં સંવાદ કરી શકે તેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે.

તેમણે કહ્યું હતું કે, આપણે જ્યાં પણ હોઈએ ત્યાં દેશહિતનું એક કામ તો કરવું જોઈએ. પાણી બચાવવું, વીજળીની બચત કરવી અને પર્યાવરણ જાળવવું એ પણ દેશહિતનું કામ છે.

આ પ્રસંગે માર્ગ મકાન મંત્રી પુર્ણેશ મોદી, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા વગેરે એ પણ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. તમામ મંત્રીઓએ યુવાનોને કૌશલ્ય કેળવી આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર કરવા અનુરોધ કર્યો હતો.

Read About Weather here

નેશનલ સ્કિલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા યોજાતી સ્પર્ધામાં ઓટો બોડી રીપેર, બેકરી, ફૂલોની કળા, ઇંટોની ગોઠવણી, ફેશન, બ્યુટીથેરાપી, વેલ્ડીંગ, ચિત્રકળા અને શુશોભન, જ્વેલરી ડિવાઈન, મોબાઈલ રોબોટીક્સ વગેરે વિભાગોમાં યુવાનો કૌશલ્યો પ્રદશિત કરે છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here