આતંકવાદથી મોટું માનવ અધિકારોનું ઉલ્લંઘન બીજું હોઇ શકે નહીં: અમિત શાહ

વીજ કટોકટી અંગે ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવતા અમિત શાહ
વીજ કટોકટી અંગે ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવતા અમિત શાહ
કેન્દ્રનાં ગૃહમંત્રી અમિત શાહે આંતરિક સુરક્ષા જાળવવામાં અને ત્રાસવાદને ડામવામાં એનઆઈએની ભૂમિકાની ખૂબ જ પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, આતંકવાદને ખતમ કરવાની દિશામાં અને દેશની સુરક્ષા માટે એનઆઈએ ખુમારી અને નિપુણતા સાથે ફરજ બજાવે છે. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, માનવ અધિકારોનું આતંકવાદ કરતા મોટું કોઈ ઉલ્લંઘન હોય શકે નહીં. એટલે માનવ અધિકારોની રક્ષા માટે આતંકવાદનો જળમૂળથી નાશ કરવો જરૂરી છે.

Visit Saurashtra Kranti Homepage here

રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) નાં 13 માં સ્થાપના દિન નિમિતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય અતિથી પદેથી બોલતા અમિત શાહે જણાવ્યું હતું કે, હું સમગ્ર એનઆઈએ પરિવારને વિશ્ર્વાસ અપાવવા માંગુ છું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત સરકાર આતંકવાદ વિરધ્ધ ઝીરો ટોલરન્સની નીતિ બનાવીને આગળ ધપી રહી છે. એ માટે તપાસ સંસ્થાને કોઈપણ સહાય આપવા સરકાર કટીબધ્ધ છે.

ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, 90 ટકા કરતા વધુ આરોપ પુરવાર કરવાનો દળ જાળવીને તપાસ સંસ્થાએ સોનેરી સ્ટાનડર્ડ સ્થાપિત કર્યું છે. વડાપ્રધાનની આતંક મુક્ત ભારત અને ત્રાસવાદ વિરુધ્ધ 100 ટકા ઝીરો ટોલરન્સનું લક્ષ્ય સિધ્ધ કરવામાં એનઆઈએ ની ખૂબ મોટી ભૂમિકા રહી છે.અમિત શાહે કહ્યું હતું કે, આતંકવાદને ઉખેડીને ફેંકી દેવાનો હોય તો તેની ટેરર ફંડિંગની તમામ વ્યવસ્થાઓને ધ્વ્સ્થ કરવી પડે. જમ્મુ- કાશ્મીરમાં એનઆઈએની સતર્કતાનાં કારણે આતંકીઓને નાણાં પુરા પાડનાર લોકોનાં રસ્તા નિયંત્રિત કરી દેવાયા છે. એ લોકોનાં સ્લીપર સેલ ખતમ કરવામાં આવ્યા છે. ટેરર ફંડ મામલે 796 આરોપીઓની ધરપકડ કરવામાં આવી તેમાંથી 100 આરોપીઓને દોષિત પુરવાર કરવામાં આવ્યા એ મોટી સિધ્ધિ છે.

Read About Weather here

ગૃહમંત્રીએ કહ્યું હતું કે, તપાસ પધ્ધતિમાં પણ હવે આમૂલ પરિવર્તન જરૂરી છે. તપાસ હવે થર્ડ ડિગ્રીથી નહીં પણ ટેકનીક, ડેટા અને માહિતીનાં પ્રમાણ પર આધારિત હોવી જોઈએ. એનઆઈએ ને નશીલા પદાર્થો, હવાલા કારોબાર, હથિયારોની હેરાફેરી, નકલી ચલણ, ટેરર ફંડિંગ સહિતનાં સાત ક્ષેત્રોમાં રાષ્ટ્રીય ડેટાબેઝ તૈયાર કરવાનું કામ સોંપાયું છે જે શરૂ થઇ ગયું છે. આતંકવાદ વિરોધી અભિયાન સફળ બન્યું એ સરકારે નક્કી કરેલા ચાર સ્થંભોને આધારી છે. એનઆઈએને અમે વધુ મજબુત અને સશક્ત બનાવશું. એ માટે તપાસ સંસ્થાને દેશની બહાર જઈ તપાસ કરવાની પણ સતા અપાઈ છે.આ કાર્યક્રમમાં એનઆઈએ નાં અધિકારીઓને ઉત્કૃષ્ટ સેવા બદલ અમિત શાહનાં હસ્તે પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા હતા.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here