આજે સોમવતી અમાસ, શનિ જયંતી: પૂજા સાથે પિતૃઓ માટે દાન-પુણ્યનું મહાત્મય

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
આજે શનિ જયંતી અને સાથે સાથે સોમવતી અમાસ પણ છે. આથી આજના દિવસે શનિગ્રહની ઉપાસના, પિતૃદેવની ઉપાસના તથા મહાદેવજીની પૂજા-ઉપાસના કરવી ઉત્તમ ગણાય છે. હિંદુ ધર્મમાં અમાસ વ્રતનું એક અલગ જ મહત્ત્વ છે. શાસ્ત્રોમાં દરેક અમાસ પર વ્રત રાખવાની પરંપરા છે, પરંતુ જ્યારે સોમવતી અમાસ હોય ત્યારે તેનું મહત્ત્વ વધી જાય છે. અમાસના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

આ દિવસે પરિણીત મહિલાઓ વ્રત રાખે છે અને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે. આ દિવસે પૂજા વગેરે કરવાથી પતિનું આયુષ્ય વધે છે અને સૌભાગ્ય મળે છે. આ દિવસે પૂજા કરવાથી અનેક પરેશાનીઓ દૂર થાય છે. અમાસના દિવસે વ્રત, પૂજન અને પિતૃઓને તલ ચઢાવવામાં આવે છે. આ દિવસે તર્પણ વગેરે કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. સોમવતી અમાસનું મહત્ત્વ અન્ય અમાસ કરતાં વધુ છે.

Read About Weather here

શાસ્રી રાજદીપ જોષી જણાવે છે કે, આજના દિવસે સ્ટીલનું વાસણ, કાળા અડદ, પગરખા, તેલનું દાન કરવું ઉત્તમ ફળદાયી નિવડે છે. સવારે 6.04થી સાંજે 5 વાગ્યા સુધી દાન આપવા માટેનો પણ શ્રેષ્ઠ સમય છે. જે લોકોની જન્મકુંડળીમાં શનિ અને રાહુનો શ્રાપિત યોગ હોય, શનિ અને ચંદ્રનો વિષયોગ હોય તો શનિ જયંતીના દિવસે ઉપવાસ રહી, શનિદેવ તથા હનુમાનજીની ઉપાસના કરવાથી રાહત મળશે. આજના દિવસે સવારે દૂધ, પાણી અને કાળા તલ મિક્સ કરી અને સર્વે પિતૃઓનું નામ લઇ પીપળે ચઢાવવું, પ્રદક્ષિણા કરવાથી પિતૃઓને મોક્ષગતિ મળશે અને તેમના આશીર્વાદ થકી જીવનમાં સુખ-શાંતિ આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here