આજે સતત પાંચમાં દિવસે રાજ્યભરમાં ઓપરેશન સહિતની આરોગ્ય સેવાઓ ઠપ્પ

આજે સતત પાંચમાં દિવસે રાજ્યભરમાં ઓપરેશન સહિતની આરોગ્ય સેવાઓ ઠપ્પ
આજે સતત પાંચમાં દિવસે રાજ્યભરમાં ઓપરેશન સહિતની આરોગ્ય સેવાઓ ઠપ્પ
ગુજરાત સરકારે કેટલીક મહત્વની માંગણીઓનો સ્વીકાર કર્યા છતાં તબીબોની હડતાલ આજે સતત પાંચમાં દિવસે પણ ચાલુ રહી છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સાથે ગાંધીનગરમાં યોજાયેલી તબીબી એસોસિએશનનાં પ્રતિનિધિઓની બેઠકમાં કોઈ સુખદ સમાધાન થઇ શક્યું નથી અને વાટાઘાટો નિષ્ફળ રહીને પરિણામે રાજ્યભરમાં હજારો દર્દીઓની વેદનાનાં વણઝાર લંબાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

આજે આરોગ્યમંત્રી સાથે બેઠક યોજાઈ ત્યારે તબીબોએ એવો આગ્રહ રાખ્યો હતો કે, રાજ્ય સરકાર તબીબોની માંગણીઓ અંગે ઠરાવ પસાર કરે અને માંગણીઓનો સ્વીકાર કરે એ પછી જ હડતાલ પાછી ખેંચાશે. આ રીતે આરોગ્યમંત્રી સાથેની બેઠક નિષ્ફળ રહી હતી.આજે સતત પાંચમાં દિવસે પણ રાજ્યમાં સરકારી દવાખાનાઓમાં સર્જરી અને સઘન સારવારની કામગીરી ઠપ્પ રહી છે. તબીબોએ જાહેર કર્યું છે કે, ઠરાવ થયા વિના હડતાલ પૂરી કરવામાં નહીં આવે. અત્યારે હડતાલ ચાલુ છે. આ પરિસ્થિતિને કારણે હજારો દર્દીઓનો મુશ્કેલીનો ગુણાકાર થયો છે. ચારેતરફ દોડધામ મચી છે.

દવાખાનાઓમાં લાંબી- લાંબી કતારો દવાની બારીઓ પાસે જોવા મળી રહી છે. લોકો હડતાલનો તુરંત અંત આવે તેવી માંગણી કરી રહ્યા છે. પરંતુ તબીબો અને સરકાર પોતપોતાના અભિગમમાં મક્કમ રહ્યા હોવાથી હડતાલનો અંત આવવાના હાલ કોઈ અણસાર દેખાતા નથી.દરમ્યાન ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગનાં અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે એવું જણાવ્યું હતું કે, ડોકટરોની માંગણીઓ સમયે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કેટલાક મહત્વનાં નિર્ણયો લીધા છે. સરકારનાં અભિગમને ધ્યાનમાં રાખી મહામુલી માનવ જિંદગી બચાવવાના સેવાયજ્ઞમાં સત્વરે જોડાઈ જવા તબીબોને અપીલ કરવામાં આવી છે.

Read About Weather here

સરકારે લીધેલા નિર્ણયોની માહિતી આપતા અગ્રવાલે જણાવ્યું હતું કે, સરકારે તા.1/6/2019 થી 20 ટકા એનપીપીએ ની ચુકવણીનો નિર્ણય લીધો છે. એરીયર્સ પાંચ હફ્તામાં ચુકવવામાં આવશે. ભારત સરકારનાં માપદંડ મુજબ બેઝીક અને એનપીપીએ ની મહતમ મર્યાદા રૂ.237500 નક્કી કરવામાં આવી છે. તજજ્ઞ સેવા, વર્ગ-1 નાં કરારીય અને બોન્ડેડ તજજ્ઞોને માસિક ફિક્સ વેતન રૂ.84 હજારથી વધારીને રૂ.95 હજાર કરવામાં આવશે. સેવાવર્ગ-1 નાં તબીબોને આઠ વર્ષે ટીકુ કમિશનનો લાભ મળવા પાત્ર રહેશે. એડહોક ધોરણે ફરજ બજાવતા તબીબી શિક્ષકોને સાતમાં પગાર પંચનો લાભ મળશે. રાજ્ય સરકારની સેવામાં હોય તેવા એમબીબીએસ ડોકટરો માટે અનુસ્નાતક અભ્યાસ ક્રમમાં પ્રવેશ મેળવવા 10 ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરાઈ છે. કરારીય અથવા બોન્ડેડ એમબીબીએસ તબીબોને માસિક ફિક્સ વેતન રૂ.63 હજારથી વધારીને રૂ.75 હજાર કરવામાં આવશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here