આજે વેલેન્ટાઇન ડે: ‘હમને હંમેશા ઇન્હેં વહાં ભી માંગા થા, જહાં લોગ સિર્ફ ખુશિયાં માંગા કરતે હૈ…’

આજે વેલેન્ટાઇન ડે: ‘હમને હંમેશા ઇન્હેં વહાં ભી માંગા થા, જહાં લોગ સિર્ફ ખુશિયાં માંગા કરતે હૈ…’
આજે વેલેન્ટાઇન ડે: ‘હમને હંમેશા ઇન્હેં વહાં ભી માંગા થા, જહાં લોગ સિર્ફ ખુશિયાં માંગા કરતે હૈ…’
રાજકોટ: આજે યુવા હૈયાઓ માટે લાગણીઓ, પ્રેમ, ભાવનાની ઉત્કટ રીતે અભિવ્યક્તિ કરવાનો પ્રેમભીનો દિન છે. આજે દેશભરની યુવા પેઢી ઉપરાંત આબાલ વૃધ્ધ એકમેક પ્રત્યેનાં સ્નેહની અભિવ્યક્તિ કરવાની અને હૃદયમાં લાંબા સમયથી ધરબાયેલી પ્રિત અને સ્પંદનોનાં તારને પોતાના પ્રીતિ પાત્રનાં હૃદય સાથે જોડી અનોખા આનંદનાં સાગરમાં ભૂસકા મારી રહ્યા છે. એટલે જ દુનિયાનાં દરેક દેશ અને દરેક ખૂણાનાં શાયર માટે હંમેશા એમની શાયરીનો મુખ્ય વિષય ઈશ્ક રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

કહેવાય છે કે, ‘ઈશ્ક કા ભી અલગ હી હિસાબ હૈ, પલભર મેં હો જાતા હૈ ઉમ્રભર કે લીએ’ હાં દોસ્તો પ્રેમ ચીજ નિરાળી છે. પણ તેની અભિવ્યક્તિ અને ભાવનાઓ ઉપર વિકારનાં કોઈ વળગણ હોવા ન જોઈએ. પ્રેમ તેને જ સાચો કહેવાય છે જયારે તે અણીશુધ્ધ રૂપમાં વ્યક્ત કરવામાં આવે છે. આજની પેઢી માટે આ વાત કદાચ કડવી ગોળી જેવી લગતી હશે. કારણ કે આજની પેઢીનો પ્રેમ અને ભાવનાઓ વ્યક્ત કરવાનો અંદાજ સાવ નિરાળો અને અલગ છે જે ઉપરની તસ્વીરોમાં જોઈએ શકાય છે.

Read About Weather here

અમારા તસ્વીરકારે તેની કેમેરાની આંખથી એ ગુસ્તાખી કરી છે અને ઉત્કટ પ્રેમની સાંકળોમાં જકડાઈને બેઠેલા કેટલાક યુવા હૈયાઓને શહેરનાં પ્રખ્યાત ગાર્ડનમાં પ્રેમની અલગ પ્રકારે અભિવ્યક્તિ કરતા કેમેરામાં ગુપચુપ કેદ કરી લીધા છે. હેપી વેલેન્ટાઇન ડે. યુવા પેઢીને એક સંદેશો આપવો જરૂરી છે કે, પ્રેમ કરવાની ઉમર હોય ત્યારે તેની અભિવ્યક્તિ પણ અલડ, નિર્દોષ અને વિકારથી મુક્ત હોવી જોઈએ. ભારતીય સમાજ જીવનમાં પ્રેમ માત્ર બે વ્યક્તિ માટે સંકુચિત નથી. ભારતીય સમાજ જીવન માટે તેનો વ્યાપ અપાર અને અનંત છે. સંબંધોનાં એટલા પ્રકારો છે કે પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે ઘરનાં ઉમરાની બહાર પણ જાક્વાની જરૂર હોતી નથી. (2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here