આજે વર્લ્ડ કેન્સર ડે: કેન્સરના ત્રીજા ભાગના દર્દીઓમાં તંબાકુ મુખ્ય કારણ

આજે વર્લ્ડ કેન્સર ડે: કેન્સરના ત્રીજા ભાગના દર્દીઓમાં તંબાકુ મુખ્ય કારણ
આજે વર્લ્ડ કેન્સર ડે: કેન્સરના ત્રીજા ભાગના દર્દીઓમાં તંબાકુ મુખ્ય કારણ

સૌરાષ્ટ્ર કેન્સર કેર એન્ડ રિસર્ચ સેન્ટર – રાજકોટમાં વર્ષે 3 હજારથી વધુ દર્દીની નિ:શુલ્ક સારવાર
રૂ. 20 કરોડના ખર્ચે અત્યાધુનિક લિનિયર એક્સિલેટર મશીનથી 360 ડિગ્રીએ રેડિયો થેરાપી ઉપલબ્ધ
મહિને 500 થી વધુની ઓપીડી: વર્ષમાં 600થી વધુ કેમો થેરાપી, 300 થી વધુ રેડિયો થેરાપીના દર્દીઓને સારવાર અપાઇ

આપણે રોજબરોજ ફિલ્મ કે ટેલિવિઝનના શો દરમ્યાન દર્દીના હોઠ, ઝડબુ અને અન્ય અંગ વિકૃત થઈ ગયેલા દર્દીની સારવારની જાહેરાત જોઈએ છીએ, અને એક ચેતવણી પણ આપવામાં આવે છે કે તંબાકુના કારણે આવી હાલત થઈ છે.આપણા દેશમાં તંબાકુના કારણે અનેક દર્દીઓ કેન્સરના ભોગ બને છે. જે શરીરને બહુ મોટું નુકસાન કરે છે અને યોગ્ય સમયે સારવાર ન મળે તો દર્દીનું મૃત્યુ પણ સંભવ હોઈ છે. વાત છે કેન્સરની, લોકોમાં વૈશ્ર્વિક પ્રચાર પ્રસાર થકી કેન્સર રોગ સામે જાગૃતિ અને તેનો અટકાવ અર્થે તા.4 ફેબ્રુઆરી વિશ્ર્વ કેન્સર દિવસ તરીકે ઓળખાય છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજ્ય સરકારના સહયોગથી ગુજરાત કેન્સર રિસર્ચ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર કેન્સર કેર એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે કેન્સરના દર્દીઓનું નિદાન અને સારવાર અંગે માહિતી આપતા પ્રોફેસર અને હેડ ઓન્કોલોજીસ્ટ ડો. મીના શાહે જણાવ્યું હતું કે, અહીં વર્ષે 3 હજાર થી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી છે. નવા કેસ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મહિનામાં 500 થી વધુની ઓ.પી.ડી. હોઈ છે. હાલ 600 જેટલા દર્દીઓને કીમો થેરાપી અને 300 જેટલા દર્દીઓ રેડિયો થેરાપી લઈ રહ્યા છે.

રેડિયો થેરાપીની સાઇકલનો ખર્ચ એક થી દોઢ લાખ થાય છે જે ખાનગી હોસ્પિટલમાં 2 લાખ થી વધુ થાય છે જે અહીં આયુષ્માન કાર્ડ ધારકોને નિ:શુલ્ક સારવાર આપવામાં આવે છે.ડો. મીના શાહ જણાવે છે કે, રાજકોટનું ગૌરવ છે કે આપણી પાસે સૌરાષ્ટ્રમાં સૌથી અત્યાધુનિક ત્રણ મશીનો છે જેની કિંમત લગભગ રૂ. 20 થી 25 કરોડ જેવી છે. રેડિયોથેરાપી માટે બે મશીન છે. જેમાં લિનિયર એક્સિલેટર અતિ આધુનિક ટેક્નોલોજીનું મશીન 360 ડિગ્રીએ રેડિયો થેરાપી આપવામાં આવે છે.

જયારે શરીરના કોઈ ભાગમાં નજીકમાં થેરાપી આપવાની હોઈ તેમાં બ્રેકી થેરાપી થકી શરીરના તે ભાગ પાસે એનેસ્થેસિયા આપી સાધનનો એક ભાગ જેમાંથી રેડિયો કિરણ નીકળે છે તેને અંદર લઈ જવામાં આવે છે.મહિલાઓ માટે ગર્ભાશયના કેન્સરને અગાઉથી ઓળખવા માટે ખાસ પેપ ટેસ્ટની સુવિધા પણ ઉપલબ્ધ હોવાનું ડો. મીના શાહ જણાવે છે .
કેન્સરથી બચવા જાગૃતિ અને વહેલું નિદાન જરૂરી હોવાનું ડો. મીના શાહ જણાવી કહે છે કે કેન્સરના દર્દીઓમાં ત્રીજા ભાગના દર્દીઓને કેન્સર તંબાકુના વ્યસનને કારણે થતું હોઈ છે.મો અને ગાળાનું કેન્સર અટકાવવા

Read About Weather here

તમાકુ અને દારૂનો ઉપયોગ ટાળવો મહોણી સ્વચ્છતા જાળવો અને દિવસમાં બે વખત બ્રશ કરો તૂટેલા દાંતની સારવાર ખુબ ગરમ ખોરાક, પીણાંનો ઉપયોગ ટાળવો
ગર્ભાશયના કેન્સરથી બચવા : ન્હાતી વખતે, પેશાબ બાદ તેમજ જાતીય સમાગમ બાદ પ્રજનન અંગોની પૂરતી સફાઈ સ્ત્રીનું લગ્ન 18 વર્ષ પછી અને બાળક 20 વર્ષ પછી થવું જોઈએ. કેન્સરનું જોખમ ઘટાડવા ધુમ્રપાન, દારૂનો નિષેધ, તાજા ફળ અને શાકભાજી, વિટામિન એ અને સી. યુક્ત આહાર, ઓછી ચરબી યુક્ત આહાર લેવો, અતિશય સૂર્ય પ્રકાશમાં રહેવાનું ટાળવું સહિતનું ધ્યાન રાખવું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here