આજે લાભપાંચમ: બજારો પુન: ધમધમી ઉઠી

આજે લાભપાંચમ: બજારો પુન: ધમધમી ઉઠી
આજે લાભપાંચમ: બજારો પુન: ધમધમી ઉઠી
આજે લાભપાંચમથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં બજારો પુન: ધમધમી છે.આજે સવારે શુભ મુર્હુતમાં દુકાનો – વ્યવસાય સ્થળો તથા નવા આયામો શરૂ કરવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

દિવાળીના તહેવારની ધમાકેદાર ઉજવણી કરવામાં આવ્યા બાદ આજે લાભપાંચમથી ઔદ્યોગિક એકમો, બજારો અને માર્કેટ યાર્ડ ફરીથી ધમધમવા માંડશે અને ધંધા-રોજગારમાં સંચાર થશે.

દિવાળી પહેલા સરકાર દ્વારા ઇંધણના ભાવમાં કરવામાં આવેલ ઘટાડાની અસર પણ ઉઘડતી બજારે જોવા મળે તેમ જણાઇ રહ્યું છે. કોલસો અને કાચામાલની કિંમતમાં થયેલા વધારાને કારણે ફાઉન્ડ્રી અને કાસ્ટગનના યુનિટો કદાચ દેવદિવાળી સુધી રજા રાખે તેવું જણાઇ રહ્યું છે.

દિવાળીની 4 દિવસથી રજાઓએ રાજય સહિત તમામ પર્યટક સ્થળોને જીવંત કરી દીધા હતાં. બે વર્ષથી કોરોનાના કારણે કેદમાં પુરાયેલા લોકોએ આ તહેવારોની રજાઓમાં ભરપુર પ્રવાસ માણ્યો હતો. રાજયનું એકપણ સ્થળ એવું નહોતું.

જે આ વખતે પર્યટકો વિનાનું હોય. સોમનાથ, ગીર સ્ટેચ્યુ, રણ સહિત ગુજરાતના પ્રવાસન સ્થળો પર રપ લાખથી વધુ લોકો ઉમટયાં હતાં. કચ્છના સફેદ રણ સિવાય હેરિટેજ સાઇટ જાહેર થયેલા ધોળાવીરામાં પણ પ્રવાસીઓ ઉમટી પડયા હતાં.

ગીર જંગલ સફારીમાં ઓનલાઇન બુકીંગ ફુલ થઇ ગયા હતાં.મોટી સંખ્યામાં લોકોએ સોમનાથ, દ્વારકા, પાવાગઢ, અંબાજી જેવા જાણીતા મંદિરોમાં દર્શન પણ કર્યા હતાં. સાપુતારા પણ પ્રવાસીઓમાં ફેવરીટ રહ્યું હતું.

Read About Weather here

ગુજરાત બહારના સ્થળોએ પણ ગુજરાતીઓ જ જોવા મળતા હતાં. રાજસ્થાન, ગોવા સહિત દેશના અનેક સ્થળોએ પ્રવાસીઓમાં ગુજરાતી લોકોની સંખ્યા વધારે હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here