આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 28167 વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી

આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 28167 વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી
આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 28167 વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી

રાજયમાં કુલ 1.17 લાખ વિદ્યાર્થીઓ મહત્વની પરીક્ષામાં હાજર: ધો.12 સાયન્સ બાદ ઇજનેરી અને પેરામેડિકલમાં પ્રવેશ માટે ખુબ મહત્વપુર્ણ પરીક્ષા

આજથી સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં ગુજકેટની મહત્વની પરીક્ષા લેવાય રહી છે. રાજકોટમાં 8380 વિદ્યાર્થીઓ સહિત સૌરાષ્ટ્રભરમાં 28167 વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપી રહયા છે. રાજયમાં સ્થાનિક જિલ્લા શિક્ષણ અધિકારીઓની નીગરાની હેઠળ પરીક્ષાઓનો લેવાઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

ધો.12 સાયન્સ બાદ ઇજનેરી અને પેરામેડિકલમાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટની પરીક્ષા ખુબ મહત્વની ગણાય છે. રાજયમાં કુલ 1.17 લાખ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષામાં બેઠા છે.

રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલા એ એવું જણાવ્યું હતું કે, ગુજકેટની પરીક્ષા એન્જીનીયરીંગ અને પેરામેડિકલમાં પ્રવેશ માટે જરૂરી છે. જે આજે યોજાઇ રહી છે. એ ગ્રુપના વિદ્યાર્થીઓ એન્જીનીયરીંગમાં જવા તથા બી ગ્રુપના વિદ્યાર્થીઓ વેટેરીનરી (પશુ તબીબ), ફીઝીયોથેરાપી, ફાર્માસી અને એગ્રીકલચરમાં જવા માટે ગુજકેટની પરીક્ષા આપશે.

તેમણે માહિતી આપી હતી કે, રાજકોટમાં 40 કેન્દ્રો પર 421 બ્લોકમાં પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 8380 વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની વ્યવસ્થા કરાઇ છે. વિદ્યાર્થીઓ માટે માસ્ક ફરજીયાત છે. સામાજિક અંતર જાળવીને બ્લોકમાં બેસાડવામાં આવ્યા છે. થર્મલ ગનથી દરેક વિદ્યાર્થીઓનું ચેકિંગ કરવામાં આવ્યું છે જેથી કોરોના સંક્રમણ ફેંલાય નહીં.

Read About Weather here

દરેક પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જૂનાગઢમાં 3951, જામનગરમાં 2244, મોરબીમાં 1907, અમરેલીમાં 1776, વેરાવળમાં 1583, જામખંભાડીયામાં 419, પોરબંદરમાં 364, ભાવનગરમાં 5178, સુરેન્દ્રનગરમાં 1507, અને બોટાદમાં 858 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here