આજે કોંગ્રેસનો 137મો સ્થાપના દિવસ: કોંગ્રેસ કાર્યાલયે ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા

આજે કોંગ્રેસનો 137મો સ્થાપના દિવસ: કોંગ્રેસ કાર્યાલયે ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા
આજે કોંગ્રેસનો 137મો સ્થાપના દિવસ: કોંગ્રેસ કાર્યાલયે ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા

હેમુ ગઢવી હોલમાં મોક વિધાનસભા યોજાઈ: પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષી નેતા સુખરામ રાઠવા, સહપ્રભારી જીતેન્દ્ર બધેલ, ધારાસભ્યો, હાર્દિક પટેલ સહિતનાની ઉપસ્થિતિ
આગામી વિધાનસભા ચૂંટણી જીતવા ઉપરાંત સંગઠનને મજબૂત બનાવવાનો વ્યૂહ રાજકોટમાં ઘડાશે

આજથી પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનો રાજકોટમાં બે દિવસ માટે મુકામ થયો છે અને આ બે દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોની હારમાળા સર્જાઈ જશે. આજે કોંગ્રેસનો 137મો સ્થાપના દિવસ તેમજ સેવાદળના સ્થાપના દિવસ નિમિત્તે શહેર કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે ઉપસ્થિત નેતાઓએ ધ્વજવંદન કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

આ પછી કાલ સુધી બેઠકોનો ધમધમાટ યથાવત રહેશે.રાજકોટ આવી પહોંચેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષી નેતા સુખરામ રાઠવા, સહ પ્રભારી જીતેન્દ્ર બઘેલ સહિતનાનો સમાવેશ થાય છે.

આ નેતાઓ રાજકોટમાં હાજર રહીને સૌરાષ્ટ્રના આઠ જેટલા જિલ્લાના કોંગ્રેસી નેતાઓ સાથે અલગ-અલગ તબક્કે બેઠક યોજનાર હોવાનું શહેર પ્રમુખ અશોક ડાંગર તેમજ કાર્યકારી પ્રમુખ પ્રદીપ ત્રિવેદીએ જણાવ્યું હતું.કોંગ્રેસ દ્વારા રાજકોટમાં થનારા કાર્યક્રમોમાં આજે ધ્વજવંદન ઉપરાંત હેમુ ગઢવી ઓડિટોરિયમ હોલમાં મોક વિધાનસભા યોજાઇ હતી.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના પાંચ જિલ્લા જેમાં અમરેલી, જામનગર, ભાવનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના કોંગ્રેસી નેતાઓ સાથે પ્રાદેશિક નેતાઓ ચિંતન બેઠક કરશે. દરેક જિલ્લાના નેતાઓ સાથે ટોચના નેતાઓ

એક કલાક સુધી ચર્ચા કરશે અને તેમના જિલ્લામાં કોંગ્રેસના શાનદાર દેખાવ માટે શું કરવું જોઈએ ? ઉપરાંત સંગઠનને મજબૂત કરવા ઉપર ભાર આપવા સહિતના મુદ્દાને અગ્રતા આપવામાં આવશે.

જ્યારે આજે સાંજે પાંચ વાગ્યે નાગર બોર્ડિંગ ખાતે રાજકોટ જિલ્લા કોંગ્રેસની પણ ચિંતન બેઠક મળશે. દિગ્ગજ નેતાઓ આજે રાજકોટમાં જ રાત્રિ રોકાણ કર્યા બાદ કાલે સાંજ સુધી પણ વિવિધ જિલ્લાના આગેવાનો સાથે બેઠક યોજનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

કાલે સવારે રાજકોટ શહેર કોંગ્રેસની ચિંતન બેઠક મળ્યા બાદ બપોરે 12 વાગ્યાથી અલગ-અલગ જિલ્લાઓની બેઠક મળશે જેમાં મોરબી, સુરેન્દ્રગર, કચ્છ, બોટાદ સહિતનાનો સમાવેશ થાય છે. જિલ્લાના નેતાઓ સાથે પણ એક-એક કલાક સુધી ચર્ચા કરવાનો કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો છે.

Read About Weather here

આ કાર્યક્રમોમાં કોંગ્રેસના પ્રાદેશિક નેતાઓ ઉપરાંત રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ, વિપક્ષી ઉપનેતા અને ધારાસભ્ય શૈલેષ પરમાર, સી.જે.ચાવડા, હાર્દિક પટેલ અને અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓની પણ ખાસ હાજરી આપી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here