આજી નદીમાં ગંદકી-કચરાની રેલમછેલ, માત્ર બે વાહનો ‘છીં ડે’ ચડ્યા

આજી નદીમાં ગંદકી-કચરાની રેલમછેલ, માત્ર બે વાહનો ‘છીં ડે’ ચડ્યા
આજી નદીમાં ગંદકી-કચરાની રેલમછેલ, માત્ર બે વાહનો ‘છીં ડે’ ચડ્યા
રંગીલું રાજકોટ શહેર જેના કાંઠે વસ્યું અને વિકસ્યુંએ આજી નદીની અવદશા યથાવત રહી છે. વર્ષો નહીં પણ દાયકાઓથી આજી નદીને સ્વચ્છ કરવાની વાતો થાય છે પણ નક્કર કામગીરીનો અભાવ ઉડીને આંખે વળગે છે.રાજકોટ શહેરની શાનબની શકવાની ક્ષમતા ધરાવતી આજી નદીને ગંદી કરનારા લાપરવહો સામે લાંબા સમય બાદ મ્યુનિ.કોર્પોરેશનને આળસ ખંખેરીને અંખ લાલ કરી છે. જે કાર્યવાહી જોઈએ તો ‘પાશેરમાં પ્રથમ પૂણી’ સમાન છે.કારણ કે, માત્ર બે વાહનો આજી નદીમાં કચરો ઠાલવતા છીંડે ચડ્યા છે. હકીકતે દરરોજ રાત્રે આજી નદીમાં અઢળક કચરો ઠાલવી દેવામાં આવી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ શહેરની વચ્ચેથી પસાર થતી આજી નદીમાં કેટલાક વાહનચાલકો દ્વારા બાંધકામ કાટમાળ અને અન્ય કચરો ઠાલવવાની પ્રવૃતિ થતી હોવાનું ધ્યાને આવતા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાની સૂચના અનુસાર સુરક્ષા વિભાગના ડીવાય.એસ.પી. આર.બી. ઝાલા અને પર્યાવરણ ઈજનેર નિલેશભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ સુરક્ષા વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા આવા વાહનચાલકો સામે આકરા પગલા લેવામાં આવ્યા છે.તાજેતરમાં આજી નદીમાં કચરો ઠાલવવા આવેલ એક ટ્રેક્ટર વાહન નંબર-જી.જે.23 ડી 2195 અને લારી નંબર-જીજે11 ડબલ્યુ 5527 ને ઝડપી પાડવામાં આવેલ અને ત્યારબાદ આ વાહન આર.ટી.ઓ.માં જમા કરાવવામાં આવેલ હતું.આ ઉપરાંત એક છકડો પણ આજી નદીમાં સી. એન્ડ ડી. કચરો ઠાલવતા ઝડપાઈ જતા તેના ચાલક પાસેથી રૂ.3,000 નો સફાઈ અંગેનો વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવેલ હતો.

Read About Weather here

જો કે, જાગૃત નગરજનો આક્રોશ ઠાલવે છે કે, મહાપાલિકા દ્વારા આજી નદી શુદ્ધિકરણ માટે પ્રચંડ ઝુંબેશ ઉપાડવી જોઈએ. ક્યારેક કયારેક જ આવી કાર્યવાહીથી કઈ થશે નહીં. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વર્ષો પહેલા આજી નદીના શુદ્ધિકરણ અને વિકાસના આયોજન અન્વયે આજી રીવર રી-ડેવોપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. પરંતુ અત્યાર સુધી કાગળ ઉપર જ કામગીરી થતી હોય એવું શહેરીજનો અનુભવી રહ્યા છે. કારણ કે, આજી નદીમાં 10 કિ.મી. જેટલા લાંબા બન્ને કિનારા પર અલગ-અલગ 42 જેટલી જગ્યાઓથી પાઈપ તેમજ વોંકળાઓનું ગંદુ પાણી ઠલવાય છે.આ સાથે વારંવાર આજી નદીમાં ગાંડીવેલનું સામ્રાજ્ય છવાઈ જાય છે.આજી નદીના કાંઠા વિસ્તારમાં બેફામ દબાણો અને પેશકદમી થાય છે, જે પણ હટાવવા જોઈએ. આ ઉપરાંત આજી રીવરફ્રન્ટ પ્રોજેક્ટ પણ લાંબા સમયથી અધ્ધરતાલ છે, તેને ઝડપથી આગળ ધપાવવો જોઈએ એવું નગરજનો ઈચ્છી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here