આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

અનુભવી તથા જવાબદાર લોકોના સાનિધ્યમાં રહેવાથી તમને પણ કશુંક શીખવા મળશે. થોડા દિવસોથી ચાલી રહેલી ભાગદોડના કારણે આજે તમે આરામ અને સુકૂન મેળવવાના મૂડમાં રહેશો. કોઈ ધાર્મિક ગતિવિધિ પણ શક્ય છે.પારિવારિક ક્રિયાઓમાં પણ તમારું યોગદાન ચોક્કસ આપો. નહીંતર પરિવારના લોકોની નિરાશાનો સામનો કરવો પડી શકે છે. કોઇપણ રાજનૈતિક ગતિવિધિઓનો ખુલ્લેઆમ વિરોધ ન કરો.વ્યવસાયિક કાર્યોમાં હિસાબ-કિતાબને લગતી પારદર્શિતા રાખવી ખૂબ જ જરૂરી છે.લગ્નજીવન સુખમય રહેશે.શારીરિક રૂપથી નબળાઈ અનુભવ કરશો.

Visit Saurashtra Kranti Homepage here

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

આજે તમારું સંપૂર્ણ ધ્યાન તમારા કામ તથા આર્થિક ગતિવિધિઓમાં કેન્દ્રિત રહેશે. પરિવારના લોકો પાસેથી સલાહ લેવી પણ તમારા માટે હિતકારી રહેશે. અચાનક જ કોઇ અપરિચિત વ્યક્તિ સાથે મુલાકાત તમને એક નવી દિશા આપી શકે છે.બાળકોના કરિયરને લગતા કોઈપણ કાર્યમાં વિઘ્ન આવી શકે છે. આ સમયે તેમનું મનોબળ જાળવી રાખવું જરૂરી છે. અર્થ વિના અન્ય લોકોની પરેશાનીઓમાં ગુંચવાશો નહીં.વેપારમા નવા જનસંપર્ક તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

કામ સાથે-સાથે તમારા લગ્નજીવન તથા પરિવારના લોકો માટે સમય કાઢોસ્વાસ્થ્યને લગતી હળવી પરેશાનીઓ રહી શકે છે.

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

કોઈ સંબંધીના ઘરે આવવાથી પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકે છે. ગ્રહ સ્થિતિ ખૂબ જ અનુકૂળ છે. ઘરને લઈને લેવામાં આવેલ કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય પણ યોગ્ય સાબિત થઈ શકે છે.એવું પણ ધ્યાનમાં રાખો કે ક્યારેક અતિ આત્મવિશ્વાસના કારણે બનતા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. તમારા શબ્દો ઉપર નિયંત્રણ રાખો. યુવા વર્ગ ખોટું હરવા-ફરવામા પોતાનો સમય ખરાબ ન કરે.કાર્યક્ષેત્રમાં ફેરફારને લગતી યોજનાઓ ઉપર કામ થઈ શકે છે.પતિ-પત્ની એકબીજા ચાલી રહેલી નાની-મોટી વાતોને ઇગ્નોર કરે.માંસપેશીઓનો દુખાવો પરેશાન કરી શકે છે.

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

ભાગ્યના નક્ષત્રો પ્રબળ છે. કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ગતિવિધિઓ યોગ્ય રાખવી જરૂરી છે. જોકે, ઘરને લગતી જવાબદારીને તમે યોગ્ય રીતે અને ગંભીરતાથી નિભાવશો.અચાનક જ કોઈ એવો ખર્ચ સામે આવી શકે છે જેમાં કાપ કરવો શક્ય નથી. આ સમયે ધૈર્ય રાખવું જરૂરી છે. તમારી સફળતાનો અન્ય લોકો સામે દેખાડો ન કરો. તેનાથી દગો મળી શકે છે.કાર્યક્ષેત્રમાં છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલાં વિઘ્નો દૂર થશે.પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું સન્માન કરે.સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી અસ્વસ્થતામા આજે થોડો સુધાર અનુભવ થશે અને તમે ભરપૂર એનર્જી અનુભવ કરશો. પરિવાર સાથે જોડાયેલાં થોડા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા પડી શકે છે. આ નિર્ણય પોઝિટિવ જ રહેશે.આજે આખો દિવસ વ્યસ્ત રહેશો. તેના કારણે થાક અને ચીડિયાપણું અનુભવ કરી શકો છો. વધારે જવાબદારીને તમારા ઉપર લેશો નહીં. ક્ષમતા પ્રમાણે જ કાર્યો પૂર્ણ કરો.કોઇ વ્યવસાયિક કાર્યોમાં વિઘ્ન આવવાથી રાજનૈતિક સંપર્કોની મદદ લેવી યોગ્ય રહેશે.પરિવારમાં પ્રેમપૂર્ણ અને સુખમય વાતાવરણ રહેશે.સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી કરવી યોગ્ય નથી.

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

નાણાંકીય સ્થિતિમાં થોડો સુધાર આવશે. અટવાયેલું કે ઉધાર આપેલું ધન પાછું મળવાથી રાહત અનુભવ થશે. મનમુટાવ દૂર કરવા માટે સમય અનુકૂળ છે. યુવાઓને નોકરીને લગતા કોઈ ઇન્ટરવ્યૂ વગેરેમાં સફળતા મળવાના યોગ છે.

ઘરમાં નાની વાતને લઇને અકારણ જ તણાવ ઊભો થઈ શકે છે. આ ખોટી વાતોને ઇગ્નોર કરો તથા ગુસ્સો કરવાથી બચવું. ઘરમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે વડીલ સભ્યોનું યોગ્ય યોગદાન રહેશે.વેપારમાં હાલ વર્તમાન પરિસ્થિતિઓનો પ્રભાવ જળવાયેલો રહેશે.પતિ-પત્નીમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.ગળામાં ઇન્ફેક્શનના કારણે હળવો તાવ રહી શકે છે.

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

થોડા દિવસોથી ચાલી રહેલી વ્યસ્ત દિનચર્યાથી સુકૂન અને રાહત મેળવવા માટે થોડો સમય અધ્યાત્મ અને મન પ્રમાણે ગતિવિધિઓમાં પણ પસાર કરો. તેનાથી તમે ઊર્જાવાન અનુભવ કરશો. યુવાઓ કરિયરને લગતી શક્યતાઓને યોગ્ય રીતે પસંદ કરવામાં સફળ રહેશે.રાજનૈતિક લોકો તથા ગતિવિધિઓથી દૂર રહો. હાલ તમારે તેને લગતી વધારે જાણકરી લેવાની જરૂરિયાત છે. આ સમયે કોઈપણ રિસ્ક પ્રવૃત્તિના કામમા રસ ન લેશો.પાર્ટનરશિપ સાથે જોડાયેલાં કારોબારમાં વધારે સાવધાની જાળવી રાખવાની જરૂરિયાત છે.પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

અચાનક જ કોઈ એવા વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે જે તમારી અંદર પોઝિટિવ પરિવર્તન લાવશે. કામ વધારે હોવા છતાં મિત્રો તથા સંબંધીઓ સાથે પણ સંપર્ક જળવાયેલો રહેશે. કોઇ મિત્ર દ્વારા સુંદર ભેટ મળી શકે છે.સાસરિયા પક્ષ સાથે સંબંધો મધુર જાળવી રાખો. એકબીજા સાથેના સંબંધોમાં ઈગોની સ્થિતિ આવવા દેશો નહીં. કેમ કે તેની અસર તમારા લગ્નજીવન ઉપર પણ પડી શકે છે.વ્યવસાયમાં થોડી મંદીનો સમયગાળો રહી શકે છે.પતિ-પત્નીના સંબંધો વધારે ગાઢ બની શકે છે.તણાવની સ્થિતિથી તમે દૂર રહો.

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

કોઈ ખાસ પ્રોજેક્ટ ઉપર રોકાણ કરવું ખૂબ જ લાભદાયક રહેશે. ભવિષ્યમાં પણ તેનું યોગ્ય પરિણામ મળી શકશે. એટલે આ તકને હાથમાંથી ગુમાવશો નહીં. અસમંજસની સ્થિતિ ઘરના અનુભવી વ્યક્તિઓની સલાહ લઇને કરવું યોગ્ય રહેશે.નકારાત્મક પ્રવૃત્તિના લોકોની વાતોમાં આવશો નહીં. થોડા લોકો તમને ઉસ્કેરવાની કોશિશ કરશે. તમે તમારા કાર્યોમાં જ વ્યસ્ત રહો. આ સમયે કોઇપણ પ્રકારની યાત્રા કરવું ખોટું રહેશે.વેપારમાં ફેરફારને લગતા કાર્યોનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.પતિ-પત્ની એકબીજાના સંબંધોમાં ગેરસમજ ન જોઈને લગ્નજીવનમાં તાલમેલ જાળવી રાખે.વધારે થાકના કારણે નસમા દુખાવો અનુભવ થઈ શકે છે.

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

સુકૂન મેળવવા માટે તમારી દિનચર્યામા થોડું પરિવર્તન લાવો. તેનાથી વ્યક્તિત્વમાં પણ નિખાર આવશે. મહિલાઓને તેમની યોગ્યતા અને કાર્યક્ષમતા દ્વારા કોઈ મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ શકે છે.જ્યાં સુધી તમને કોઈ પરિણામ પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી તમારી યોજનાઓને કોઇ સામે જાહેર ન કરો. આવક સાથે-સાથે ખર્ચ પણ વધારે રહેશે.કાર્યક્ષેત્રમાં કઇંક નવું કરવાની કોશિશ અમુક હદે સફળ થઈ શકે છે.પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું સન્માન કરે.કોઇ સમયે નકારાત્મક વિચાર ઊભા થવાથી તણાવ અને થાક અનુભવ થશે.

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

આજે પરિવાર સાથે જોડાયેલાં થોડા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા પડી શકે છે. જે યોગ્ય રહેશે. કોઈ મિત્રનો સહયોગ પણ તમારી મુશ્કેલીઓને ઘટાડવામાં મદદ કરી શકે છે. થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓમાં સુધાર આવવાથી દિનચર્યા વ્યવસ્થિત થઈ જશે.અન્ય લોકોની જવાબદારીઓને હાલ તમારી ઉપર લેશો નહીં. કેમ કે નબળઈ અને થાકના કારણે તમે તેને પૂર્ણ કરી શકશો નહીં. વિદ્યાર્થીઓ ખોટી વાતોમાં પડીને પોતાના અભ્યાસને ખરાબ ન કરે.કાર્યક્ષેત્રમાં તમે વધારે સમય આપી શકશો નહીં.લગ્નજીવન તથા પ્રેમ બંનેમા અનુકૂળતા રહેશે.તમારી રોગ પ્રતિકારક ક્ષમતાને યોગ્ય જાળવી રાખવામં કોઇ પ્રકારની બેદરકારી ન કરો.

Read About Weather here

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. આત્મ વિશ્વાસ અને થોડી સાવધાની તમને તમારા કાર્યોમાં સફળતા આપશે. તમારા કોઇ સારા કામના કારણે તમારી યોગ્યતા અને આવડતના પણ વખાણ થઈ શકે છે.નાણાકીય કાર્યોમા હિસાબ-કિતાબ કરતી સમયે સાવધાની જાળવો. ઘરના વડીલો સાથે વિવાદમાં પડીને તેમને નિરાશ ન કરો. જોખમી કાર્યોમાં રૂપિયાનું રોકાણ કરવાથી નુકસાન થવાની શક્યતા છે.કાર્યક્ષેત્રમાં મેન્યુફેક્ચરિંગને લગતા કાર્યોમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.આજે કોઇ ખૂબ જ જૂના મિત્ર સાથે મુલાકાત થશે.સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here