આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

મેષ રાશિના લોકો માટે ગ્રહ સ્થિતિ ખૂબ જ ઉત્તમ રહેશે. મોટાભાગના ગ્રહ તમારા માટે સારા પરિણામ આપવાની કોશિશ કરી રહ્યા છે. આજે જાતકો પોતાની અંદર અદભૂત આત્મવિશ્વાસ અનુભવ કરશે.ભાવુકતા અને આળસને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં. તેમના કારણે થોડી ઉપલબ્ધિઓ હાથમાંથી સરકી શકે છે. આ સમયે જાતકોને નુકસાન થવાની સંભાવના પણ છે.નોકરી સંબંધિત કાર્યોમાં થોડી પરેશાનીઓ આવી શકે છે.મિત્રો સાથે મળીને કોઇ પારિવારિક મનોરંજન સંબંધિત કાર્યક્રમ બનશે.સ્વાસ્થ્ય ઠીક રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

દિવસની શરૂઆતમાં જ તમારા મહત્ત્વપૂર્ણ કામ સંબંધિત યોજના બનાવી લો. બપોર પછી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે. સંતાન સંબંધિત કોઇ શુભ સૂચના મળવાથી મન પ્રસન્ન રહેશે.ક્યારેક-ક્યારેક આત્મ કેન્દ્રિત થવું અને સ્વાર્થપનની ભાવના આવવાતી મિત્રો સાથે સંબંધ ખરાબ થઇ શકે છે. પરિવાર તથા ઘરના વડીલોને પણ તમારી દેખરેખની જરૂરિયાત છે.નોકરિયાત લોકોએ આ સમયે ધ્યાન રાખવું.ઘર તથા પારિવારિક લોકો સાથે સમય વ્યતીત કરો.માંસપેશીઓમાં દુખાવો થઇ શકે છે.

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

જો તમે નોકરી કરો છો, તો કામ સાથે જોડાયેલ નવી જવાબદારીઓ મળી શકે છે. જે તમારા કૌશલ અને ક્ષમતાને વધારશે. તમે તમારા જૂના મિત્રો સાથે ફરી એકવાર જોડાઇ શકો છો.કાર્યક્ષેત્રમાં તમારી ઉન્નતિ થોડાં વિઘ્નોને અટકાવી શકે છે. ધૈર્યથી કામ લેવું. એવા લોકો સાથે જોડાવવું નહીં જે તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોચાડે.સંબંધોમાં આવેલું અંતર સમાપ્ત થઇ જશે.સરળ અને સીધા કામ કરવામાં તમારું મન વધારે લાગશે.બીમારીની અવસ્થામાં આયુર્વેદ અને યોગ લાભ પહોંચાડશે.

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

તમારા ભાઈ-બહેન તમને સહયોગ કરશે. આ દરમિયાન તમે જોશ અને ઉત્સાહથી ભરપૂર રહેશો. સંતાન તમને કોઇ સારા સમાચાર આપી શકે છે. ઉચ્ચ શિક્ષાની ઇચ્છા રાખનાર વિદ્યાર્થીઓ માટે આ સમય અનુકૂળ રહેશે.તમારે તમારી ભાવનાઓ ઉપર કાબૂ રાખવો અને દરેક નિર્ણય સમજી વિચારીને લેવાં. ગુપ્ત દુશ્મનો તમારા વિશે અફવાહ ફેલાવવા માટે અધીર રહેશે.નવા મિત્ર બનાવવાના અવસર મળશે જે તમને લાભ પહોંચાડશે.આ દરમિયાન તમે કોઇપણ નિર્ણય લેવામાં મુશ્કેલી અનુભવ કરી શકો છો.સિઝન બદલવાથી બીમારીઓ સંભવ છે.

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

આ દરમિયાન આધ્યાત્મિક અથવા પરોપકારી ગતિવિધિઓમાં તમે લિપ્ત રહી શકો છો. ચંદ્રની સ્થિતિ તમને નુકસાન પહોંચાડી શકે છે. જો તમે કોઇ વિદેશી સંગઠનમાં કામ કરી રહ્યા છો તો આ સમય તમારા માટે શુભ રહેશે.કાર્યક્ષેત્ર સાથે જોડાયેલાં કાર્યોને લઇને સાવધાન રહેવું. આ દરમિયાન તમે કોઇપણ પ્રકારની સાજિશમાં ગુંચવાઇ શકો છો.જેઓ પ્રેમ લગ્ન કરવા માંગે છે તેમણે થોડી પ્રતિક્ષા કરવી પડશે.આ સમય તમારે તમારા વિચારોનું આદાન-પ્રદાન કરવું જોઇએ.સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

તમારી પાસે અનેક અવસર આવશે, જે તમારી આવકને વધારવામાં મદદ કરશે. તમારી સામાજિક સ્થિતિમાં પણ સુધાર આવશે. તમારી સામાજિક સ્થિતિમાં આ અઠવાડિયે સુધાર આવશે.તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો આવી શકે છે. આ દરમિયાન કોઇપણ પ્રકારની ગતિવિધિ જે કાયદા કે સરકાર વિરુદ્ધ હોય તે તમને મુશ્કેલીમાં મુકી શકે છે.ગેરસમજ વધી શકે છે.આ દરમિયાન તમે કોઇ રચનાત્મક અને કલ્પનાશીલ સ્થિતિમાં રહેશો.યોગ તથા ધ્યાન સ્વાસ્થ્યમાં સુધાર લાવશે.

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

તમારું પારિવારિક જીવન શાનદાર રહેશે. પરિવારમાં શાંતિનું વાતાવરણ રહેશે. સાથે જ ઘરમાં સુખ આવશે. ઘરના સભ્યો વચ્ચે તાલમેલ અને એકતા જોવા મળશે. ઘરેલૂ પરિસ્થિતિઓમાં હળવો ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.ઘરમાં બધા સાથે ઉત્સાહિત વાતાવરણ બનાવવાની કોશિશ કરો. સંતાન પક્ષ અને ભાઈઓ સાથે સામંજસ્ય સારું થઇ શકે છે. ધન સંબંધી મામલે થોડું સંભાળીને ચાલો.પ્રેમીજન સાથે કોઇ ભૌતિક સુખ સંસાધનોને પ્રાપ્ત કરવાની કોશિશ કરવામાં આવે તો તે સફળ થઇ શકે છે.જમીન,મકાન, વાહન વગેરેનો સોદો સંભાળીને કરો.કોઇ પ્રકારનું કાર્ય અથવા કોઇ પ્રકારની યાત્રા નુકસાનદાયક રહી શકે છે.

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

પારિવારિક જીવન સારું વ્યતીત થશે. તમે પરિજનોનો ખ્યાલ રાખશો. તમારા લગ્નજીવનમાં મશ્રિત અસર જોવા મળશે. વિદ્યાર્થીઓનો શિક્ષા પ્રત્યેનો લગાવ વધારે હશે તો નિશ્ચિત દરેક પરીક્ષામાં સફળ થશો.તમને જીવનસાથી દ્વારા લાભ પણ મળશે. તેમનું પ્રદર્શન અભ્યાસમાં સારું રહેશે. તેઓ તમારી આજ્ઞાનું પાલન કરશે.આ સમયે તમે તણાવ દૂર કરવા માટે નાની રોમેન્ટિક યાત્રા પર જઇ શકો છો.કામમાં સફળતા મળવાથી મન પ્રસન્ન રહેશે.આરોગ્યની દ્રષ્ટિએ દિવસ સારો પસાર થશે.

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

તમને દરેક પ્રકારનો સહયોગ અને દરેક પ્રકારના કાર્યોમાં સારી સફળતા પ્રાપ્ત થઇ શકે છે. માતા-પિતાની સેવાથી તમે દરેક પ્રકારની મુશ્કેલીઓ દૂર કરી શકો છો. ઘરમાં થોડાં માંગલિક કાર્ય પણ સંપન્ન થવાની સંભાવના બની રહી છે.બિનજરૂરી પરિવારમાં મતભેદ થવાની સંભાવના બની રહી છે. ઘરનું સંતુલન ખરાબ થવાથી પારિવારિક સ્થિતિઓ ખરાબ થઇ શકે છે. ઘરની સ્થિતિ સારી થાય તેના માટે પૂર્ણ પ્રયાસ કરવા જોઇએ ત્યારે જ તમને લાભ પ્રાપ્ત થશે.બહારની યાત્રા તથા બહારના કામકાજના ક્ષેત્રોમાં જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે.વેપારમાં તમને યશની પ્રાપ્તિ થશે.કોઇ વાતને આજે તમે હ્રદય પર લેશો નહીં.

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

તમારા માતા-પિતાનો અને વડીલોનો આદર કરવો, તેમના આશીર્વાદ તમારી માટે વરદાન સાબિત થશે. બધા સાથે સંબંધ મધુર બને તેવો પ્રયત્ન કરતાં રહો. કોશિશ કરવી કે બધા જ વ્યક્તિઓ એકબીજા સાથે મળતાં રહે અને દરેક કાર્યોમાં એકબીજાનો સહયોગ કરે.સહકર્મિઓનો સહયોગ મળશે પરંતુ તેટલો નહીં જેટલો તમે તેમની પાસે આશા કરશો. કામકાજના ક્ષેત્રોમાં સારી સફળતા પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આ સમયે તમે કરી શકો છો.આ દરમિયાન તમને તમારા નાના ભાઈ-બહેનોનો સહયોગ મળી શકશે નહીં.આર્થિક ક્ષેત્રમાં તમને આશા કરતાં વધારે સારા પરિણામ પ્રાપ્ત થશે.આરોગ્ય સારું રહેશે.

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

સંતાન પક્ષને લઇને સંતુષ્ટિ થઇ શકે છે. સંતાનના ક્રિયાકલાપોથી તમે સંતુષ્ટ થઇ શકો છો. સમય-સમય પર તમને તેનો લાભ મળી શકે છે. બધા સાથે સમાન વ્યવહાર રાખવાનો પ્રયાસ કરવો જોઇએ.આ સમય તમારી માટે તણાવ ઉત્પન્ન કરી શકે છે. આ દિવસોમાં ખાસ કરીને કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય કરવાનો પ્રયત્ન કરશો નહીં. માતા-પિતા સાથે સંબંધ સારો બનાવવાની કોશિશ કરી શકો છો.તમારું વૈવાહિક જીવન સામાન્ય રહેશે.આર્થિક દ્રષ્ટિથી સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે.શારીરિક પરિશ્રમ તમને સારી સફળતા પ્રાપ્ત કરાવી શકે છે.

Read About Weather here

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

આ દરમિયાન તમને સ્વાદિષ્ટ પકવાન ખાવાનો અવસર પણ મળી શકે છે. તમારી વાત કરવાની કળા લોકોને તમારી તરફ આકર્ષિત કરી શકે છે. સરકારી નોકરી કરો છે તેમને લાભ થવાની પૂર્ણ સંભાવના છે.સૂર્ય દેવ પણ તમારા બીજા ભાવમાં જ ગોચર કરશે જેનાથી કુટુંબમાં થોડી સમસ્યાઓ થઇ શકે છે. ઘરના થોડાં લોકોની વચ્ચે કોઇ જૂની વાતને લઇને ઝગડો થવાની સંભાવના છે.કોઇ સારા સમાચાર અથવા જીવનસાથી તરફથી મળેલો સંદેશ તમારો ઉત્સાહ વધારી શકે છે.કાર્યક્ષેત્રમાં કામ વધારે રહેશે.સ્વાસ્થ્ય સારું રહેશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here