આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

આજના દિવસની શરૂઆતમાં જ તમારી દિનચર્યાને લગતી યોજનાઓ બનાવી લો. સમય અનુકૂળ છે. ચોક્કસ જ તમને સફળતા મળશે. વિદ્યાર્થીઓને પણ સ્પર્ધાને લગતા કાર્યોમાં સફળતા મળવાની સંપૂર્ણ શક્યતા છે.તમારા ગુસ્સાના સ્વભાવ ઉપર નિયંત્રણ રાખો. આવકના સ્ત્રોત વધવાની સાથે-સાથે ખર્ચ પણ વધી શકે છે. બહારના વ્યક્તિઓનો દખલ તમારા વ્યક્તિગત કાર્યો ઉપર પડવા દેશો નહીં.માર્કેટિંગ તથા પેમેન્ટ કલેક્ટ કરવા જેવા કાર્યો ઉપર વધારે ધ્યાન આપો.પારિવારિક વાતાવરણ સુખદ અને સુખમય રહેશે.સ્વાસ્થ્ય સારું રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

કોઇ નજીકના સંબંધી દ્વારા કોઇ શુભ સમાચાર મળવાથી પરિવારમાં સુખમય વાતાવરણ રહેશે. કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય અનુકૂળ છે. આ સમયે જો તમે કોઇ રિસ્ક પ્રવૃત્તિના કાર્યોમાં રસ લેશો તો સફળતા મળશે.તમારા ઈગો તથા અતિ આત્મવિશ્વાસ કરવા જેવી ખામીઓ ઉપર કાબૂ કરવાની કોશિશ કરો. તમારી આ ઊર્જાને પોઝિટિવ રીતે ઉપયોગમાં લો. આ સમયે વધારે મેલજોલ વધારશો નહીં પોતાના કામથી જ કામ રાખો.વ્યવસાયમાં થોડી મંદીનો સમયગાળો રહી શકે છે.પતિ-પત્નીના સંબંધો વધારે ગાઢ બનશે.સાંધામાં દુખાવાની કોઇ જૂની સમસ્યા વધી શકે છે.

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

પિતા કે પિતા સમાન વ્યક્તિની સલાહ અને માર્ગદર્શનનું અનુસરણ કરવું તમારા માટે હિતકારી રહેશે. પરિવારમાં થોડા સમયથી ચાલી રહેલી ગેરસમજ કોઇની દખલ દ્વારા દૂર થશે. તમે તમારી યોગ્યતા અને પ્રતિભાના બળે કોઇ સફળતા પ્રાપ્ત કરી લેશો.આળસને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં. કેમ કે આ સમય મહેનત અને પરિશ્રમ કરવાનો છે. વિદ્યાર્થી અને યુવા વર્ગ અભ્યાસ કે કરિયર ઉપર વધારે ધ્યાન આપે. ખોટી મોજ-મસ્તીમાં સમય પસાર કરવો બરબાદી જ છે.વ્યવસાયમાં પબ્લિક ડીલિંગને લગતા કાર્યોમાં પોઝિટિવ પરિણામ મળી શકે છે.વધારે કામ હોવાના કારણે ઘર-પરિવાર સાથે સમય પસાર થઇ શકશે નહીં.ક્યારેક સ્વભાવમાં ચીડિયાપણું અને તણાવ તમારી કાર્યક્ષમતામા વિઘ્ન ઊભું કરી શકે છે.

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

આજે તમારા વ્યક્તિગત કાર્ય તથા પરિવાર સાથે સારો સમય પસાર થશે. ઘરની જરૂરિયાતને લગતી વસ્તુઓની ઓનલાઇન શોપિંગ પણ થશે. ઘરના વડીલ સભ્યોના આશીર્વાદ અને સ્નેહ પણ તમારા માટે ભાગ્યોદયકારક સાબિત થશે.તમારા વિચારો તથા સ્વભાવને સંયમિત રાખો. સ્વભાવ થોડો નરમ રહેવાના કારણે કામ અધૂરું રહી શકે છે, ચિંતા ન કરો. પારિવારિક સભ્યોનો સહયોગ જળવાયેલો રહેશે. પાડોસીઓ સાથે વિવાદમાં પડશો નહીં.આ સમયે કોઇપણ પ્રકારની વ્યવસાયિક યાત્રાને ટાળશો તો સારું રહેશે.પતિ-પત્ની એકબીજાન તાલમેલ દ્વારા કોઇ પારિવારિક સમસ્યાને ઉકેલી શકે છે.ઘરના કોઇ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહી શકે છે.

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

આજે મોટાભાગનો સમય વ્યક્તિગત તથા પારિવારિક કાર્યને પૂર્ણ કરવામાં જ પસાર થઈ જશે. તમારા ઉત્તમ વ્યક્તિત્વ અને વ્યવહાર કુશળતાના કારણે સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે. વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસ પ્રત્યે સજાગ રહે.કોઇપણ અપરિચિત વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ ન કરો. આ સમયે અન્ય સાથે સામાન્ય અંતર જાળવી રાખો. જમીનની ખરીદદારી કે વેચાણને લગતા કાર્યોને હાલ ટાળો તો સારું.મંદીના સમયગાળામાં વ્યવસાયિક ગતિવિધિઓ સારી જળવાયેલી રહેશે.ઘરમાં સુકૂન અને શાંતિનું વાતાવરણ રહી શકે છે.શરદી અને તાવ જેવી પરેશાનીના કારણે દિનચર્યા અસ્ત-વ્યસ્ત રહી શકે છે.

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

લાભદાયક સંપર્ક સૂત્રોનો ઉપયોગ કરવાનો સમય છે. જે તમારા માટે આર્થિક રૂપથી ખૂબ જ ફાયદાકારક રહેશે. વિરોધી પક્ષ હાવી થઈ શકે છે પરંતુ તેનાથી તમારું કોઇપણ નુકસાન થશે નહીં. બાળકોના અભ્યાસ અને કરિયરને લગતું કોઇ મહત્ત્વપૂર્ણ કામ પણ પૂર્ણ થઇ શકે છે.ખર્ચ વધારે રહેવાના કારણે આર્થિક ખેંચતાણ રહેશે. ધૈર્ય અને સંયમ રાખો. જોખમી તથા રિસ્ક પ્રવૃત્તિના કાર્યોમાં રોકાણ ન કરો. આ સમયે વધારે નુકસાન થવાની શક્યતા છે.આ સમયે વ્યવસાય પ્રત્યે વધારે ગંભીરતા અને મહેનતની જરૂરિયાત રહેશે.જીવનસાથી તથા પારિવારિક સભ્યો સાથે સુખમય સમય પસાર થશે.ખરાબ આદતો તથા ખરાબ પ્રવૃત્તિના લોકોથી દૂર રહો.

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

આજે કોઇ ખાસ કામમાં સફળતા મેળવવા માટે વધારે પરિશ્રમની જરૂરિયાત છે, પરંતુ તમને ચોક્કસ સફળતા મળશે. જો કોઇ નવી ગાડી ખરીદવાને લગતો પ્લાન બનાવી રહ્યા છો તો સમય અનુકૂળ છે.તમારી જરૂરિયાતો ઉપર કાબૂ રાખો કેમ કે, બિનજરૂરી ખર્ચ સામે આવી શકે છે. કોઇના મામલે વધારે દખલ કરવો યોગ્ય રહેશે નહીં. તેની નકારાત્મક અસર તમારા માન-સન્માન ઉપર પણ પડી શકે છે. થોડો સમય બાળકોની સમસ્યાઓને સાંભળવામાં અને તેનો ઉકેલ શોધવામાં પણ લગાવો.કોઇપણ વ્યવસાયિક યાત્રાને ટાળો તો સારું રહેશે.ઘરનું વાતાવરણ સુખમય જળવાયેલું રહી શકે છે.સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

આજે વાતચીતના માધ્યમથી કોઇ વિવાદનો ઉકેલ અને સમાધાન પણ મળી જશે. કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદ તમારા માટે ભાગ્યોદય કારક સાબિત થશે. બાળકો તરફથી પણ કોઇ શુભ સમાચાર મળી શકે છે.ખર્ચ વધારે રહી શકે છે. કોઇ વ્યક્તિગત મામલે વિના માંગ્યે સલાહ ન આપો, નહીંતર તમારી માનહાનિ થઈ શકે છે. નજીકના સંબંધીની મદદ કરતા પહેલાં પોતાના બજેટનું પણ ધ્યાન રાખો.જો વ્યવસાય વધારવા માટે કોઇ સાથે પાર્ટનરશિપ કરવાની યોજના બની રહી છે, તો તમારો નિર્ણય પોઝિટિવ રહેશે.પારિવારિક સભ્યો વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

ગ્રહ સ્થિતિ તમારા માટે અનુકૂળ છે. તમને તમારી યોગ્યતા અને પ્રતિભાના બળે યોગ્ય પરિણામ પ્રાપ્ત થઇ શકે છે. ઉન્નતિનો પણ કોઇ માર્ગ મળી શકે છે. યુવા વર્ગ પોતાના કોઇ પ્રોજેક્ટને પૂર્ણ કરી લેશે જેથી રાહત અનુભવ કરશે.અન્ય લોકો ઉપર નિર્ભર રહેવાની જગ્યાએ તમારી યોગ્યતા ઉપર વિશ્વાસ રાખો. અહંકાર અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો. રૂપિયાની લેવડ-દેવડને લઇને કોઇ વાદ-વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે.આ સમયે વ્યવસાયિક પ્રણાલીમાં કરેલાં કાર્યોમાં યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.તમારા પારિવારિક તથા વ્યક્તિગત મામલે કોઇ બહારના વ્યક્તિની દખલ થવા દેશો નહીં.તાવ અને શરદીની સમસ્યા રહી શકે છે.

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

આજનો દિવસ સામાન્ય જ રહેશે. તમે તમારી ક્ષમતા પ્રમાણે કામને અંજામ આપવામાં સફળ રહેશો. કામનો ભાર વધારે રહેશે પરંતુ તેનું યોગ્ય પરિણામ મળવાથી તમે થાક ભૂલી જશો.તમારી યોજનાઓને શરૂ કરવામાં થોડી મુશ્કેલીઓ સામે આવશે. આ સમયે વધારે સમજણ દ્વારા નિર્ણય લેવાની જરૂરિયાત છે. યુવા વર્ગ લાભ પ્રાપ્તિ માટે કોઇ ખોટો માર્ગ ન અપનાવે.વ્યવસાયિક મામલે બધા નિર્ણય જાતે જ લો.પતિ-પત્નીમાં યોગ્ય તાલમેલ જળવાયેલું રહેશે.શુગરના દર્દીઓએ ખાસ ધ્યાન રાખવું.

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

આજે મનોરંજન તથા સુખ-સુવિધાને લગતી ગતિવિધિઓમાં તમારો સારો સમય પસાર થશે. કોઇ ધાર્મિક સંસ્થા પ્રત્યે પણ તમારું યોગ્ય યોગદાન રહેશે. કોઇ જગ્યાએથી શુભ સમાચાર મળી શકે છે.કોઇપણ નિર્ણય ખૂબ જ વધારે સમજીવિચારીને તથા ધૈર્ય પૂર્ણ લેવાની કોશિશ કરો. તમારી ઉપર કામનો ભાર વધારે રહેવાથી તણાવ રહેશે. તમારી યોજનાઓને હકીકતમાં પણ બદલવાની કોશિશ કરો.વેપારમાં વિસ્તારને લગતી યોજના સફળ રહેશે. વધારે આવકના પણ માર્ગ મળી શકે છે.પતિ-પત્ની વચ્ચે ઘરની કોઇ સમસ્યાને લઇને વિવાદ થઇ શકે છે.માથાનો દુખાવો તથા માઇગ્રેનની સમસ્યા પરેશાન કરી શકે છે.

Read About Weather here

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

આજે કોઇ અટવાયેલું કામ અચાનક જ બની શકે છે, જેના કારણે વિજય પ્રાપ્ત કરવા જેવી ફીલિંગ રહેશે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ ધાર્મિક સ્થળે થોડો સમય પસાર કરો.અકારણ જ કોઇ સાથે ઝઘડો કે વિવાદમાં પડશો નહીં. તેના કારણે કોઇ લક્ષ્ય તમારા હાથમાંથી સરકી શકે છે. ભાઇઓ સાથે સંબંધ સારા જાળવી રાખો. આ સમયે કોઇ પ્રકારની યાત્રા કરવી તમારા માટે યોગ્ય રહેશે નહીં.કાર્યક્ષેત્રમાં કોઇ નવા કામને શરૂ કરતા પહેલાં તેના અંગે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લો.

પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.સ્ત્રી વર્ગ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ સજાગ રહે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here