આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર પર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

સમય સુખ-શાંતિદાયક રહેશે. તમે સહજ અને ધૈર્યપૂર્ણ રીતે કામને પૂર્ણ કરીને સફળતા પ્રાપ્ત કરશો. સરકારી કાર્યન ચોક્કસ સમયે પૂર્ણ થઇ જશે. અધ્યાત્મ તથા ધાર્મિક કાર્યોમાં પણ રસ વધશે. સાસરિયા પક્ષ સાથે સંબંધ વધારે મધુર થશે.આ સમયે આવક પ્રમાણે ખર્ચ વધારે રહેશે. એટલે બજેટ જાળવીને ચાલવું. બિનજરૂરી વાદ-વિવાદથી દૂર રહો. તમારી વાણી અને અહંકારને નિયંત્રિત રાખો.વેપારમાં નવી-નવી શક્યતાઓ સામે આવશે.પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.એલર્જી કે ઉધરસ જેવી સમસ્યાઓ રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

આજના રાશિફળ પર એક નજર પર

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

આજે કોઇ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. સમય અનુકૂળ છે. મિત્રો તથા સહયોગીઓ પાસેથી યોગ્ય સહયોગ ન મળવાના કારણે તમારી કોઇ ચિંતા દૂર થશે. મોટાભાગના લોકો માટે સારા તથા સંતોષજનક પરિણામ આવશે.- ધ્યાન રાખો કે થોડા તમારા ભોળા સ્વભાવનો ફાયદો પણ ઉઠાવી શકે છે. અન્યનો કાર્યભાર પોતાના ઉપર લેશો નહીં. આ સમયે વાતો તથા ચતુરાઈથી કામ લેવાની જરૂરિયાત છે.વેપારની ગતિવિધિઓ ઉત્તમ રહેશે.ઘરમાં મહેમાનો આવવાથી વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.સ્વાસ્થ્યની દૃષ્ટિએ સમય વધારે અનુકૂળ નથી.

આજના રાશિફળ પર એક નજર પર

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

ઘરમાં ચાલી રહેલાં વિવાદિત મામલાઓ ઉકેલાઇ જશે. થોડો સમય પોતાના રસના કાર્યોમાં પણ પસાર કરો. રાજકીય મામલે સરળતા અને સુગમતાથી પૂર્ણ રહેશો. બાળકોના સુંદર ભવિષ્યની કોઇ યોજના અને પ્લાનિંગ બનશે.તમારા ગુસ્સા અને આવેશ ઉપર નિયંત્રણ રાખો. નહીંતર તમારું કોઇ કામ ખરાબ થઇ શકે છે. યોજનાઓ અને પ્લાનિંગ પણ વચ્ચે રહી જશે. આ સમયે રિસ્ક પ્રવૃત્તિના કાર્યોમાં રોકાણ ન કરોવ્યવસાયિક સ્થળમાં થોડા અનુભવી લોકો સાથે સંપર્ક બનાવવો તમારા માટે ફાયદાકારક રહી શકે છે.વ્યવસાયિક સમસ્યાઓને ઘર ઉપર હાવી થવા દેશો નહીં.વધારે મહેનત તથા તણાવની અસર તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપર થઇ શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

તમારા આત્મવિશ્વાસ તથા મનોબળની સામે તમારા વિરોધી ટકી શકશે નહીં. અટવાયેલા કે ઉધાર આપેલાં રૂપિયા પાછા મળવાની શક્યતા છે, એટલે કોશિશ કરતા રહો. છેલ્લાં થોડા સમયથી જે ચિંતા ચાલી રહી હતી, તે આજે પૂર્ણ થઇ શકે છે.વિવાદિત મામલાઓ કોઇની દખલ દ્વારા ઉકેલવાની કોશિશ કરો. આ સમયે તમારે તમારી ભાવનાઓ ઉપર કાબૂ રાખવો જરૂરી છે. કેમ કે, વાદ-વિવાદ અને ઝઘડો થવાના અણસાર છે.આ સમયે વ્યવસાયને લગતી કોઇપણ ગતિવિધિને સામાન્ય જ રાખો.પરિવાર સાથે કોઇ સમારોહમાં જવાનું થશે.આ સમયે કોઇ જૂનો રોગ થવાથી ડોક્ટર પાસે જવું પડી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

આજે તમે સંપૂર્ણ મહેનત દ્વારા ગુંચવાયેલાં મામલાઓ ઉકેલવાની કોશિશ કરશો. આ સમયે હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લેવું. પોતાના કામને પૂર્ણ ગંભીરતાથી તથા સાદગીથી અંજામ આપવામાં સક્ષમ રહેશો. તમારી યોગ્યતા અને પ્રતિભા પણ લોકો સામે આવશે.કોઇ અજાણ્યા સ્થાને યાત્રા કરવાના કારણે મન નિરાશ રહેશે. જેના પરિણામ પણ પોઝિટિવ મળી શકશે નહીં. કોઇ નજીકના સંબંધી સાથે કોઇ અપ્રિય ઘટના બની શકે છે. આ સમયે તમારા વિરોધી પણ સક્રિય રહેશે.વેપાર તથા કામકાજ પ્રત્યે બેદરકારી ન જાળવો.પતિ-પત્ની વચ્ચે તાલમેલ યોગ્ય જળવાયેલું રહેશે.કામ સાથે પોતાના સ્વાસ્થ્ય અને આરામનું પણ ધ્યાન રાખો.

આજના રાશિફળ પર એક નજર પર

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

આર્થિક સ્થિતિ સારી રહેશે. તમે તમારી કાર્યકુશળતા અને કાર્યક્ષમતા દ્વારા બધા કાર્યોને સંપન્ન કરવામાં પણ સક્ષમ રહેશો. આ સમયે તમારી મુલાકાત થોડા પોઝિટિવ લોકો સાથે પણ થઇ શકે છે. તેમના હેઠળ તમને નવી વાતો જાળવા મળી શકે છે.તમારી વાણી તથા ઉત્તેજિત વ્યવહાર ઉપર સંતુલન જાળવી રાખવું. તમે અર્થ વિના જ કોઇ સાથે દુશ્મની કરશો નહીં. અચાનક જ કોઇ ખર્ચ સામે આવી શકે છે.વ્યવસાયમાં કોઇ મહત્ત્વપૂર્ણ કામ સરળતાથી સંપન્ન થવાથી ઉત્સાહ અને જોશ રહેશે.પારિવારિક સભ્યો વચ્ચે ચાલી રહેલાં મતભેદ અને વિરોધ દૂર થશે.સ્વાસ્થ્યમાં સુધાર આવી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

છેલ્લાં અનેક સમયથી કોઇ અટવાયેલું કામ આજે નિર્વિઘ્ન પૂર્ણ થઇ જશે. આવકના સ્ત્રોત પણ મળી શકે છે. આ સમયે વિરોધી તમારું કશું જ કામ ખરાબ કરી શકશે નહીં. યુવાઓને વિભાગીય પરીક્ષા કે કોઇ ઇન્ટરવ્યુમાં સફળતા મળવાની શક્યતા છે.આ સમયે ટેક્સ કે ગવર્મેન્ટને લગતી કોઇ પરેશાની આવી શકે છે. સમય રહેતા પરિસ્થિતિઓને નિયંત્રિત કરી લો. તમારા વિરૂદ્ધ કોઇ સાથી ગુપ્ત યોજના કે ષડયંત્ર રહી શકે છે.કામકાજમાં વિસ્તારની યોજના જે ઘણાં સમયથી લંબાઇ રહી હતી, હવે તે ગતિ પકડશે.ઘર-પરિવારનું વાતાવરણ સુખમય રહેશે.સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

આજના રાશિફળ પર એક નજર પર

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

માનસિક રૂપથી તમે પોઝિટિવ અને ઊર્જાવાન અનુભવ કરશો. બાળકોની કોઇ વિશેષ સમસ્યાનું નિવારણ થવાથી રાહત થશે. જેટલી પણ મહેનત કરશો, તમે તમારા કામને પૂર્ણ કરીને જ રહેશો.ઘરના વડીલ સભ્યોના માન-સન્માનમાં કોઇ ખામી આવવા દેશો નહીં. પિતા-પુત્રની વચ્ચે કોઇ વિચાર મતભેદ થઇ શકે છે. ઘરના કોઇ ઇલેક્ટ્રિક વસ્તુ ખરાબ થવાનો ભય રહી શકે છે.કાર્યક્ષેત્રમાં તમને તમારી મહેનત પ્રમાણે પરિણામ મળી શકશે નહીં.પતિ-પત્નીની વચ્ચે ઘરની કોઇ સમસ્યાને લઇને તણાવ રહેશે.બ્લડ પ્રેશરને લગતી નિયમિત તપાસ કરાવો

આજના રાશિફળ પર એક નજર પર

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

કોઇ શુભ તથા ધાર્મિક કાર્યમાં ખર્ચ કરીને તમને પ્રસન્નતા થશે. કોઇ મિત્રની સલાહ તમારા માટે ઉપયોગી સાબિત થશે. કોર્ટ-કચેરી કે સામાજિક વિવાદોમાં તમારો વિજય શક્ય છે. ઘરની વ્યવસ્થાને સારી જાળવી રાખવા અંગે યોજનાઓ પણ બનશે.પ્રોપર્ટીને લગતા મામલે વિઘ્નો આવી શકે છે. વાતને યોગ્ય સાબિત કરવા માટે વધારે જોર લગાવવું પડશે. કોઇ માંગલિક કાર્યોમાં જતી સમયે મર્યાદાનું ધ્યાન રાખવું.કાર્યક્ષેત્રમાં તમને તમારી કાર્યશૈલીમાં પરિવર્તન લાવવાની જરૂરિયાત છે.પતિ-પત્ની વચ્ચે વિવાદ થઇ શકે છે.તમારું તમારી દિનચર્યા તથા ખાનપાન વ્યવસ્થિત રાખવી તમને સ્વસ્થ અને ઊર્જાવાન રાખશે.

આજના રાશિફળ પર એક નજર પર

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

આજે તમારી કોઇ નવી યોજનાને લઇને ઉત્સાહિત રહેશો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારા વિકલ્પ મળવાની શક્યતા છે. કોઇ કામને પૂર્ણ કરવા માટે ભલામણ કરવાની જગ્યાએ જાતે જ તેના માટે કોશિશ કરશો તો યોગ્ય રહેશે.ઘરેલુ કાર્યોને પોતાના સ્તરે જ ઉકેલી લેશો તો સારું રહેશે, અન્યની દખલથી કામ ખરાબ થઇ શકે છે. ખર્ચ વધારે રહેવાના કારણે બજેટ પણ ખરાબ થઇ શકે છે.કાર્યક્ષેત્રમાં તમારી ભૂમિકા પોઝિટિવ રહેશે. તમારી આકરી મહેનત તથા પરિશ્રમથી તમે કોઇ સફળતા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો.ઘર-પરિવારનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે.સમય મન પ્રમાણે પસાર થવાથી શારીરિક અને માનસિક ઊર્જા તથા સ્ફૂર્તિ રહેશે.

આજના રાશિફળ પર એક નજર પર

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

પ્રોપર્ટીની ખરીદદારી અને વેચાણને લગતા કાર્યો પૂર્ણ થવાની શક્યતા છે. તમારું આશાવાદી તથા ખુશમિજાજ વ્યક્તિત્વ તમારી ઉન્નતિમાં સહાયક સાબિત થશે. શક્યતાઓના નવા દ્વાર પણ ખુલશે. ભાઈ-બહેનો સાથે સંબંધો વધારે ગાઢ બનશે.બાળકોની કોઇ નકારાત્મક ગતિવિધિની જાણ થવાથી તમે તણાવ અને બેચેની પણ અનુભવ કરશો. ફોન કોલ્સ ઉપર કોઇ અશુભ સમાચાર પણ મળવાની શક્યતા છે. આ સમયે માનસિક સુકૂન મેળવવા માટે કોઇ એકાંત કે અધ્યાત્મિક સ્થળે સમય પસાર કરો,વેપારને લગતી કોઇ કાર્યવાહી કરતી સમયે સાવધાન રહો.પારિવારિક જવાબદારીઓને તમે શાંતિથી ઉકેલી શકશો.સ્વાસ્થ્ય ઠીક રહેશે.

Read About Weather here

આજના રાશિફળ પર એક નજર પર

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

આ સમયે વાહન ખરીદવાના યોગ્ય યોગ બની રહ્યા છે. ભૌતિક સુખમાં વધારો થશે. તમે તમારું કામ કઢાવવામાં માહેર રહેશો. સ્ત્રીવર્ગ ઘર કે બહાર બંને કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશે.રૂપિયા-પૈસાની લેવડ-દેવડના મામલે સાવધાની જાળવવી. તમારો વ્યવહાર નરમ રાખો તથા બિનજરૂરી વિવાદોથી દૂર રહો. કોર્ટકેસ કે કોઇ સામાજિક વિવાદને લગતી બેદરકારી ન કરો.આ સમયે વ્યવસાયિક ગતિવિધિઓમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.પતિ-પત્ની પોતાના તાલમેલ દ્વારા ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે.આ સમયે માઇગ્રેન, ગેસ વગેરેની સમસ્યા પરેશાન કરશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here