મેષ
(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)
આજના દિવસની શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ આવશે. પરંતુ તમે તમારા આત્મવિશ્વાસ તથા દઢ નિશ્ચય દ્વારા તેમનું સમાધાન પણ સરળતાથી શોધી લેશો. મિત્ર કે સહયોગીઓ સાથે કોઇ મહત્ત્વપૂર્ણ વાર્તાલાપ ફાયદાકારક રહેશે.ધ્યાન રાખો અચાનક જ કોઇ મુશ્કેલી સામે ઊભી થઇ શકે છે. ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લઇને પણ ચિંતા રહેશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.કાર્યક્ષેત્રમાં કામનો ભાર વધારે રહેવાથી તણાવ રહી શકે છે.પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ મજબૂત થશે.સ્વાસ્થ્ય સારું રહેશે.
Visit Saurashtra Kranti Homepage here
વૃષભ
(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)
આ સમયે ગ્રહ ગોચર ખૂબ જ અનુકૂળ છે. તમારા કાર્યો પ્રત્યે તમારો ઉત્સાહ તમને સફળતા અપાવશે. કોઇ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત પણ થશે. આજે પરિવાર સાથે કોઇ કિંમતી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે.ઉતાવળમાં કોઇ ખોટો નિર્ણય લેવાથી મુશ્કેલી આવી શકે છે. વધારે રોક-ટોકના કારણે બાળકો પણ વિદ્રોહી થઇ શકે છે, એટલે પોતાની વાતને શાંતિથી વ્યક્ત કરવી જરૂરી રહેશે.યુવાઓને રોજગારના નવા અવસર મળી શકે છે.નાની ગેરસમજદારી પતિ-પત્નીના સંબંધોમાં તણાવ ઊભો કરી શકે છે.કોઇને કોઇ સમયે માનસિક તણાવ વધી શકે છે.
મિથુન
(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)
આજે તમે તમારા કોઇ ખાસ કામને યોગ્ય રીતે શરૂ કરવામાં સક્ષમ રહેશો. સામાજિક તથા વ્યવસાયિક બંને જગ્યાએ તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે. કોઇ નજીકના વ્યક્તિ સાથે મુલાકાત થશે તથા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ગંભીર ચર્ચા પણ થશે.આ સમયે પ્રોપર્ટીને લગતી ખરીદદારી કરવા માટે સમય અનુકૂળ નથી. કોઇ પણ સરકારી કાર્યોને બેદરકારીના કારણે અધૂરું છોડશો નહીં. કેમ કે, કોઇ પેનલ્ટી લાગી શકે છે. ખર્ચની પણ વધારે રહેશે.વેપારમાં તમારા દ્વારા કરવામાં આવેલો કોઇ નવો પ્રયોગ ફાયદાકારક સાબિત થશે.જીવનસાથીનો સહયોગ તમારા માટે ખૂબ જ સુકૂન દાયક રહેશે.સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.
કર્ક
(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)
આજનો દિવસ મિશ્રિત પ્રભાવવાળો રહેશે. કોઇપણ પરેશાનીમાં શાંતિથી ઉકેલ શોધવાની કોશિશ કરો. જોકે, કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત તથા માર્ગદર્શન દ્વારા અનેક મુશ્કેલીઓનો ઉકેલ મળી શકે છે.કોઇ નજીકના વ્યક્તિના સ્વાસ્થ્યને લઇને મન નિરાશ રહી શકે છે. દેખાડાના ચક્કરમાં ઉધાર લેવાનું છોડો. વિદ્યાર્થીઓને કોઇ સ્પર્ધાની તૈયારીમાં વધારે મહેનત કરવાની જરૂરિયાત છે.કરિયર સાથે જોડાયેલી સમસ્યાનું નિવારણ થશે.ઘરમાં યોગ્ય સમય ન આપી શકવાના કારણે જીવનસાથી અને પરિવારના લોકોની નિરાશા રહેશે.સર્વાઇકલ તથા પીઠમાં દુખાવાની સમસ્યા રહેશે.
સિંહ
(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)
આ સમયે ભાવુકતાની જગ્યાએ ચતુરાઈ અને વિવેકથી કામ લેવું. તમારે તમારા વ્યક્તિત્વ અને રહેણી-કરણી પ્રત્યે વધારે સજાગ રહેવું તમને અન્ય વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનાવશે. કોઇ અટવાયેલું કામ પૂર્ણ કરવા માટે સમય યોગ્ય છે.કોઇપણ યોજનાને શરૂ કરતા પહેલાં ઘરના સભ્યોની સલાહ જરૂર લો. આ સમયે રૂપિયા-પૈસાને લગતી કોઇ પ્રકારની લેવડ-દેવડમાં દગાબાજી થઇ શકે છે. આર્થિક પરેશાનીમાં પણ તમે ગુંચવાયેલાં રહી શકો છો.વ્યવસાયમાં તમારા કામની ક્વોલિટીને વધારે સારી કરવામાં ધ્યાન આપો.જીવનસાથી સાથે યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે તમારી મદદની જરૂરિયાત રહેશે.સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.
કન્યા
(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)
આજે કોઇ પારિવારિક મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા-વિચારણાં થશે. જમીનને લગતા કાર્યોમાં જો રોકાણ કરવાનું કોઇ પ્લાનિંગ ચાલી રહ્યું છે તો તેને શરૂ કરવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે.ક્યારેક-ક્યારેક તમારા વિચારોમાં શંકા જેવી નકારાત્મક વાતો પારિવારિક લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે. યુવા વર્ગ ખોટી ગતિવિધિઓમાં પોતાનો સમય નષ્ટ ન કરે.કાર્યક્ષેત્રમાં કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં થોડી મુશ્કેલી ઊભી થઇ શકે છે.પારિવારિક વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે.આ સમયે એલર્જી અને ઉધરસ જેવી પરેશાની થઇ શકે છે.
તુલા
(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)
આ સમયે વ્યક્તિગત કાર્યો ઉપર ધ્યાન આપવું. કોઇ અટવાયેલું કામ પૂર્ણ થવાની શક્યતા છે. સામાજિક ગતિવિધિઓમાં તમારું વિશેષ યોગદાન રહેશે. માન-સન્માન પણ પ્રાપ્ત થશે.પાડોસીઓ સાથે કોઇ વાદ-વિવાદમાં પડશો નહીં. તેની નકારાત્મક અસર તમારા માનસિક સુકૂન ઉપર પડશે. નાની-નાની વાતો ઉપર ગુસ્સો કરવાની જગ્યાએ ધૈર્ય અને સંયમ જાળવી રાખો.વ્યક્તિગત કાર્યોમાં વ્યસ્તતાના કારણે કાર્યક્ષેત્રમાં વધારે ધ્યાન આપી શકશો નહીં.ઘરની કોઇ સમસ્યાને એકબીજા સાથે વાતચીત દ્વારા ઉકેલવામાં સક્ષમ રહેશો.ગેસ અને કબજિયાતની સમસ્યા વધી શકે છે.
વૃશ્ચિક
(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)
આજે ખૂબ જ વ્યસ્ત દિનચર્યા રહેશે. આધ્યાત્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવાથી તમને માનસિક શાંતિ અને સુકૂન મળશે. જો કોઇ સરકારી કામ અટવાયેલું છે તો આજે તેના ઉપર કામ કરો.અર્થ વિના અન્યની પરેશાનીઓમાં ગુંચવાશો નહીં કે દખલ કરશો નહીં. યુવા વર્ગ મોજ-મસ્તીમાં સમય પસાર કરવાની જગ્યાએ પોતાના ભવિષ્યને લગતી ગતિવિધિઓમાં ધ્યાન આપો.મેન્યુફેક્ચરિંગને લગતા વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત થશે.પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.તણાવપૂર્ણ સ્થિતિથી પોતાને દૂર રાખો.
ધન
(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)
કોઇ શુભ સમાચાર મળવાથી દિવસ સુખમય પસાર થશે. કોઇ પૂર્વ યોજનાને શરૂ કરવા માટે સમય યોગ્ય છે. વિદ્યાર્થીઓ પોતાના કોઇ પ્રોજેક્ટમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. માતા-પિતાના આશીર્વાદ અને સ્નેહ તમારા ભાગ્યને વધારે પ્રબળ કરશે.આર્થિક મામલે ખૂબ જ સાવધાની જાળવો. કામકાજ વધારે રહેવાથી તમારા સ્વાસ્થ્ય ઉપર પણ અસર પડી શકે છે. ધ્યાન રાખો કે થોડા લોકો તમારા કાર્યોમાં વિઘ્ન ઊભું કરવા માટે પણ સક્રિય રહેશે.વ્યવસાયિક દૃષ્ટિએ સમય મધ્યમ જ રહેશે.લગ્નજીવન સુખમય રહેશે.વધારે મહેનતના કારણે તણાવ અને નબળાઇ રહી શકે છે.
મકર
(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)
આજે પ્રોપર્ટી કે કોઇ તેને લગતો મામલો ઉકેલાઇ શકે છે. એટલે કોશિશ કરતા રહો. આ સમયે ભાવુકતાની જગ્યાએ દિમાગથી કામ લેવું સારું રહેશે. પ્રેક્ટિકલ થઇને તમારા કાર્યોને અંજામ આપશો તો સફળતા મળશે.સંતાન કે કોઇ પારિવારિક સભ્યની નકારાત્મક ગતિવિધિની જાણ થવાથી ચિંતા રહેશે. સમસ્યાને શાંતિથી ઉકેલવાની કોશિશ કરો. કોઇપણ સરકારી કામને બેદરકારીના કારણે અધૂરું છોડશો નહીં.આજે કાર્યક્ષેત્રમાં તમારી હાજરી ખૂબ જ જરૂરી રહેશે.તમારા મુશ્કેલ સમયમાં જીવનસાથી તથા પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ રહેશે.થાક અને નિરાશાને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં.
કુંભ
(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)
આજે પ્રોપર્ટી કે કોઇ તેને લગતો મામલો ઉકેલાઇ શકે છે. એટલે કોશિશ કરતા રહો. આ સમયે ભાવુકતાની જગ્યાએ દિમાગથી કામ લેવું સારું રહેશે. પ્રેક્ટિકલ થઇને તમારા કાર્યોને અંજામ આપશો તો સફળતા મળશે.સંતાન કે કોઇ પારિવારિક સભ્યની નકારાત્મક ગતિવિધિની જાણ થવાથી ચિંતા રહેશે. સમસ્યાને શાંતિથી ઉકેલવાની કોશિશ કરો. કોઇપણ સરકારી કામને બેદરકારીના કારણે અધૂરું છોડશો નહીં.આજે કાર્યક્ષેત્રમાં તમારી હાજરી ખૂબ જ જરૂરી રહેશે.તમારા મુશ્કેલ સમયમાં જીવનસાથી તથા પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ રહેશે.થાક અને નિરાશાને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં.
Read About Weather here
મીન
(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)
દિવસની શરૂઆત કોઇ સુખદ ઘટના સાથે થશે. આખો દિવસ સુકૂન સાથે પસાર થશે. આવક અને વ્યયમાં સમાનતા રહેશે. પરિવારને લગતી કોઇ સમસ્યાનો ઉકેલ પણ મળી જશે.નકારાત્મક પ્રવૃત્તિના લોકો સાથે સમય ખરાબ ન કરો, કેમ કે તેનો ખોટો પ્રભાવ તમારા વ્યક્તિત્વ અને માન-સન્માન ઉપર પણ પડી શકે છે. આ સમયે તમારી ઊર્જાનો પોઝિટિવ કાર્યોમાં ઉપયોગ કરો.કાર્યક્ષેત્રમાં વધારે સારી સ્થિતિ બની શકે છે.ઘરનું વાતાવરણ સુખદ અને વ્યવસ્થિત રહી શકે છે.સિઝન પ્રમાણે પોતાને ઢાળવાની કોશિશ કરો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here