આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

આજનો દિવસ મન પ્રમાણે રસના કાર્યોમાં અને ગતિવિધિઓમાં પસાર થશે. જેથી તમે પોતાને ફરી ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો. વિદ્યાર્થીઓને કરિયરને લગતા કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.ધ્યાન રાખો કે તમારા થોડા મહત્ત્વપૂર્ણ કામ છૂટી પણ શકે છે. એટલે બેદરકારી ન કરો તથા તમારી દિનચર્યાને વ્યવસ્થિત જાળવી રાખવી જરૂરી છે. કોઈપણ મોટું રોકાણ કરતા પહેલાં તેના અંગે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લો.કાર્યક્ષેત્રમાં દરેક કાર્યમાં પોતાની નજર રહેવી જરૂરી છે.પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.માનસિક અને શારીરિક થાક રહી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

આજે તમને કોઈ સફળતા પ્રાપ્ત થવાની છે. લોકોની ચિંતા ન કરીને તમે તમારા કાર્યો ઉપર ધ્યાન આપશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરીને તમને આત્મિક સુખ મળી શકે છે. કોઈ નજીકના સંબંધીને ત્યાં જવાનું આમંત્રણ પણ મળી શકે છે.આજે પ્રોપર્ટી કે વાહનને લગતા કોઈપણ કાર્યને ટાળો. આ સમયે ગ્રહ ગોચર આ કાર્યો માટે પક્ષમાં નથી. કોઈપણ મુશ્કેલ સમયમાં મનને સંયમિત રાખવું જરૂરી છે. ઘરના વડીલોની સલાહ ઉપર ધ્યાન આપોવ્યવસાયિક સ્થળે લગભગ મોટાભાગના કામ નિર્વિઘ્ન પૂર્ણ થઈ શકે છે.ઘરનું વાતાવરણ સુખમય રહી શકે છે.બ્લડ પ્રેશરને લગતી તપાસ કરાવવી

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

ઘરમાં કોઈ કુંવારા સભ્યના લગ્નને લગતો પ્રસ્તાવ આવવાની શક્યતા છે. પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત લાભદાયી અને સન્માનજનક રહી શકે છે. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે થોડી નવી સફળતાનું નિર્માણ કરી રહી છે.આજે ખર્ચ વધારે રહેશે. નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહેવું. નહીંતર તમે તમારા લક્ષ્યથી ભટકી શકો છો. ક્યારેક તમારો અહંકાર અને ગુસ્સાવાળો સ્વભાવ પરિસ્થિતિઓને દૂષિત કરી શકે છે.તમે તમારી યોગ્યતા અને આવડત દ્વારા તમારા કાર્યક્ષેત્રમાં થોડા ફેરફાર લાવવાની કોશિશ કરી શકો છો.કામ વધારે રહેવાના કારણે જીવનસાથીનો પરિવાર પ્રત્યે પૂર્ણ સહયોગ રહેશે.સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

તમારી મહત્ત્વપૂર્ણ યોજનાઓને ફળીભૂત કરવા માટે યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી આર્થિક નીતિઓ ઉપર કામ કરો, તમને સારું પરિણામ મળી શકે છે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમારો યોગ્ય સમય પસાર થશે.આ સમયે તમારી ક્ષમતાઓનો ભરપૂર ઉપયોગ કરો. મિત્રો સાથે તથા ખોટું હરવા-ફરવામાં પોતાનો સમય નષ્ટ ન કરો. અચાનક ખર્ચની સ્થિતિ બની શકે છે. ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે.કોઈ પ્રભાવશાળી તથા અનુભવી વ્યક્તિના સહયોગથી તમારા કાર્યક્ષેત્રમાં સ્થિતિ સારી બનશે.જીવનસાથીની સલાહ તમારા કાર્યોમાં લાભદાયક રહી શકે છે.ઘરના કોઈ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લગતી પરેશાનીને બેદરકારીમાં ન લેશો.

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

આજે કોઈ શુભ સમાચાર મળવાથી તમારી અંદર વિશ્વાસ અને એક નવી ઊર્જા અનુભવ કરશો. રાજકીય સંપર્ક પણ તમારા માટે ફાયદો આપી શકે છે. કોઈ મહત્ત્વપૂર્ણ યાત્રાને લગતી યોજના પણ બની શકે છે.પરિવારના કોઈ સભ્યના લગ્નજીવનમાં તણાવ ઊભો થવાથી ચિંતા રહી શકે છે. બહારના વ્યક્તિઓની પોતાના ઘર ઉપર કોઈપણ પ્રકારની દખલ થવા દેશો નહીં. શાંતિથી તેમનું માર્ગદર્શન કરવાની કોશિશ કરો.વેપારમાં કર્મચારીઓ સાથે યોગ્ય તાલમેલ જાળવી રાખવો જરૂરી છે.પતિ-પત્ની વચ્ચે કોઈ ગેરસમજના કારણે તણાવ રહી શકે છે.સર્વાઇકલ અને માંસપેશીઓનો દુખાવો ફરી થઈ શકે છે.

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

આજે પરિસ્થિતિઓ સામાન્ય છે. તમારા કોઈ સારા કામના કારણે તમારી યોગ્યતા અને આવડતની ઘર અને સમાજમાં પ્રશંસા થશે. વિદ્યાર્થીઓ કોઈ પ્રોજેક્ટ પ્રત્યે મહેનતનું યોગ્ય પરિણામ મેળવશે.નાણાકીય કાર્યોમાં હિસાબ કરતી સમયે કોઈ પ્રકારની ભૂલ થઈ શકે છે, એટલે સાવધાની રાખવી. કોઈ નજીકના સંબંધી સાથે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે. સંબંધોમાં ફરી મધુરતા આવશે.કાર્યક્ષેત્રમાં મેન્યુફેક્ચરને લગતા કાર્યો ઉપર વધારે સાવધાની જાળવવાની જરૂરિયાત છે.કામકાજના કારણે તમે તમારા લગ્નજીવન ઉપર વધારે સમય આપી શકશો નહીં.અસંતુલિત આહારના કારણે ગળું ખરાબ થઈ શકે છે.

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

અન્ય લોકો પાસેથી મદદ લેવાની જગ્યાએ તમારી કાર્યક્ષમતા અને યોગ્ય ઉપર વધારે વિશ્વાસ રાખો. તમારા માટે લાભદાયક અને સુખમય વાતાવરણ રહેશે. આર્થિક સ્થિતિ પણ સારી રહી શકે છે.કામ વધારે રહેવાની અસર તમને માનસિક અને શારીરિક રીતે થકવી શકે છે. એટલે પોતાના કામમા વિશ્વાસ પાત્ર લોકોની સલાહ પણ લો. બાળકોની ગતિવિધિઓ ઉપર નજર રાખવી જરૂરી છે.કાર્યક્ષેત્રમાં મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે.ઘર તથા વેપાર બંને જગ્યાએ યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે,કામ સાથે-સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

આજે ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. થોડી સાવધાની અને આત્મવિશ્વાસ દ્વારા મોટાભાગના કામ યોગ્ય રીતે સંપન્ન થઈ જશે. યુવાઓને પણ કોઈ પ્રકારની સફળતા મળવાથી મનમાં સુકૂન મળી શકે છે.કોઈપણ પ્રકારની વાતચીત કે વ્યવહાર કરતી સમયે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરો. અભદ્ર ભાષાના કારણે સંબંધ ખરાબ થઈ શકે છે. પ્રોપર્ટીને લગતા કોઈપણ કામને આજે ટાળવા યોગ્ય રહેશે.જોખમી કાર્યોમાં રસ લેશો નહીં.પતિ-પત્ની વચ્ચે સંબંધોમાં મધુરતા જળવાયેલી રહેશે.થાકના કારણે નસમાં દુખાવાની ફરિયાદ રહી શકે છે.

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

આજે નાણાંકીય પરિસ્થિતિમાં સુધાર આવી શકે છે. કોઈ સંબંધમાં નવી શરૂઆત કરવા માટે સમય અનુકૂળ છે. સમય મિશ્રિત પ્રભાવવાળો રહી શકે છે, તેને સારો બનાવવો તમારી યોગ્યતા ઉપર નિર્ભર કરે છે.કોઈ પારિવારિક વિવાદને લઈને ભાઈ-બહેનો સાથે વિવાદ થઈ શકે છે. કોઈપણ અનિર્ણયની સ્થિતિમાં ઘરના વડીલોની સલાહ લો. ખોટા ખર્ચથી દૂર રહો તથા યોગ્ય બજેટ બનાવીને ચાલો.વેપારમાં હાલ વર્તમાન પરિસ્થિતિઓમાં સુધારની વધારે શક્યતા નથી.ઘર-પરિવારનું વાતાવરણ સુખદ રહી શકે છે.કોઈ પ્રકારના ઇન્ફેક્શન અને ત્વચાને લગતી સમસ્યા વધી શકે છે.

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

આજે કોઈ ધાર્મિક સંસ્થા પ્રત્યે તમારો સેવાભાવ તથા સહયોગ કરવો તમને આત્મિક સુખ આપશે. વારસાગત પ્રોપર્ટીને લગતા મામલાઓ અટવાયેલાં રહી શકે છે. પરિવાર સાથે શોપિંગ વગેરે કાર્યોમાં પણ યોગ્ય સમય પસાર થઈ શકે છે.બહારના વ્યક્તિઓ કે મિત્રોની સલાહ તમારા માટે નુકસાનદાયી રહી શકે છે. એટલે પોતાના કામથી જ કામ રાખો તથા અન્ય લોકો સાથે વધારે ચર્ચા-વિચારણાં ન કરો. દેખાડાના કારણે ખોટા ખર્ચપણ નુકસાન આપી શકે છે.આ સમયે માર્કેટિંગ સમયે કાર્યોમાં વધારે ધ્યાન આપવું લાભદાયી રહેશે.પતિ-પત્ની વચ્ચે કોઈ પારિવારિક મુદ્દાને લઈને તણાવ રહી શકે છે.વારસાગત રોગ ફરી થઈ શકે છે.

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

આજનો દિવસ ઘરની સુખ-સુવિધાને લગતા કાર્યો અને જરૂરિયાતને લગતી વસ્તુઓ ખરીદવામાં પસાર થશે. ઘરના વડીલોના આશીર્વાદ અને સ્નેહ પરિવાર ઉપર રહેશે. મોટાભાગના કામ યોગ્ય રીતે સંપન્ન થઈ શકે છે.સંતાનનું મન પ્રમાણે પરિણામ ન મળવાથી ચિંતા રહી શકે છે. આ સમયે બાળકોના મનોબળ જાળવી રાખવું જરૂરી છે. બપોર પછી પરિસ્થિતિઓ થોડી વિપરીત રહી શકે છે.વેપાર ક્ષેત્રમાં તમારો પ્રભાવ અને વર્ચસ્વ રહેશે.લગ્નસંબંધ મધુર રહી શકે છે.શારીરિક અને માનસિક રૂપથી અસ્વસ્થ અનુભવ કરશો.

Read About Weather here

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

આજનો દિવસ ઘરની સુખ-સુવિધાને લગતા કાર્યો અને જરૂરિયાતને લગતી વસ્તુઓ ખરીદવામાં પસાર થશે. ઘરના વડીલોના આશીર્વાદ અને સ્નેહ પરિવાર ઉપર રહેશે. મોટાભાગના કામ યોગ્ય રીતે સંપન્ન થઈ શકે છે.સંતાનનું મન પ્રમાણે પરિણામ ન મળવાથી ચિંતા રહી શકે છે. આ સમયે બાળકોના મનોબળ જાળવી રાખવું જરૂરી છે. બપોર પછી પરિસ્થિતિઓ થોડી વિપરીત રહી શકે છે. વેપાર ક્ષેત્રમાં તમારો પ્રભાવ અને વર્ચસ્વ રહેશે.લગ્નસંબંધ મધુર રહી શકે છે.શારીરિક અને માનસિક રૂપથી અસ્વસ્થ અનુભવ કરશો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here