આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર
મેષ
(જેનું નામ અ, , ઈ થી શરૂ થાય છે)
દિવસ હાસ્ય-પરિહાસ અને મનોરંજનને લગતા કાર્યોમાં પસાર થવાથી પોતાને હળવા અને ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો. ભવિષ્યને લગતી યોજનાઓ બનાવવામાં કોઈ વડીલ વ્યક્તિ દ્વારા યોગ્ય સલાહ મળશે. જે તમારા માટે ઉપયોગી સાબિત થશે.એકાગ્રતામાં ઘટાડો આવવાના કારણે તમે તમારા કાર્યોને યોગ્ય સ્વરૂપ આપવામાં મુશ્કેલી અનુભવ કરશો. થોડો સમય આત્મચિંતનમાં પણ પસાર કરો. તમારા અહંકાર અને અતિ આત્મવિશ્વાસ જેવી આદતો ઉપર કાબૂ રાખો.કોઈપણ નવા કામને શરૂ કરવા માટે હાલ યોગ્ય સમય નથી. જે જેવું ચાલી રહ્યું છે તેમાં જ ધ્યાન આપો.જીવનસાથી સાથે કોઈ વાતને લઇને વિવાદ જેવી સ્થિતિ બની શકે છે.ઘુંટણ અને સાંધામાં દુખાવાની સમસ્યા વધી શકે છે.

Read About Weather here

વૃષભ

(જેનું નામ બ, , ઉ થી શરૂ થાય છે)

તમારું સ્વાભિમાન અને આત્મવિશ્વાસ જળવાયેલો રહેશે. તેમનો મોટાભાગનો સમય કોઈ ખાસ વ્યક્તિની મદદ અને ધાર્મિક ગતિવિધિઓમાં પસાર થશે. વિદ્યાર્થીઓ તથા યુવાઓ પોતાના અભ્યાસ કે કરિયરને લગતી કોઈ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત અનુભવ કરશે.તમારે તમારા બજેટનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. આર્થિક મામલાઓને લઇને કોઈ નજીકના વ્યક્તિ સાથે વિવાદની સ્થિતિ બની શકે છે. ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખવા માટે ડિસિપ્લિન રાખવું પણ જરૂરી છે. સંબંધીઓ સાથે સંબંધોમાં અંતર વધે નહીં તેનું ધ્યાન રાખો.વેપારમાં થોડા પડકાર સામે આવી શકે છે.વ્યવસાયિક તણાવને પારિવારિક સુખ-શાંતિ ઉપર હાવી થવા દેશો નહીં.સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

આજે તમારું સંપૂર્ણ ધ્યાન રોકાણને લગતી ગતિવિધિઓ ઉપર કેન્દ્રિત રહેશે. તમે તેમાં સફળ પણ થશો. અચાનક કોઈ ખાસ વ્યક્તિના મળવાથી મનમાં પ્રસન્નતા રહેશે. કોઈ ખાસ મુદ્દા ઉપર વિચાર થવાથી પોઝિટિવ પરિણામ પણ મળી શકે છે.ધ્યાન રાખો કે વ્યવહારિક બની જવું થોડા સંબંધોમાં વિવાદ ઊભો કરી શકે છે. ખોટા કાર્યોમાં ધન ખર્ચ થવા જેવી સ્થિતિ બની શકે છે. તમારા બજેટનું ધ્યાન રાખો. કોઈપણ પરેશાનીમાં અનુભવી વ્યક્તિની સલાહ લેવી યોગ્ય રહેશે.કાર્યક્ષેત્રમાં આંતરિક વ્યવસ્થામાં થોડું પરિવર્તન લાવવાની જરૂરિયાત છે.લગ્નસંબંધોમાં અહંકારના કારણે તણાવની સ્થિતિ રહી શકે છે.સ્વાસ્થ્યને લગતી નાની-મોટી પરેશાની રહી શકે છે.

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

આજે સમયની ગતિ તમારા પક્ષમાં છે. કોઈ મનોવાંછિત કામ પૂર્ણ થવાથી મનમાં સુકૂન અને સુખ મળી શકે છે. તમે તમારી કોઈ નબળાઈને દૂર કરવાનો પણ સંકલ્પ લેશો. વિદ્યાર્થીઓ અને યુવાઓ પોતાના અભ્યાસ અને કરિયર ઉપર ફોકસ કરે.આળસ અને મોજમસ્તીમાં સમય નષ્ટ ન કરો. કેમ કે આ સમય તમારી ક્ષમતા અને યોગ્યતાનો ભરપૂર ઉપયોગ કરવાનો છે. ઇગો અને ગુસ્સાના કારણે તમારા બનતા કાર્યો ખરાબ થઈ શકે છે.કાર્યક્ષેત્રમાં સ્ટાફ સાથે જોડાયેલી નાની-મોટી સમસ્યાઓ રહી શકે છે.પ્રેમ પ્રસંગો વધારે ગાઢ બની શકે છે.શારીરિક અને માનસિક થાક તમારા ઉપર હાવી થઈ શકે છે.

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

ફોન અને મેઈલ દ્વારા નવી જાણકારી તથા સમાચારની પ્રાપ્તિ થશે. વાતચીત દ્વારા તમે તમારા કામ કરાવવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત જાળવી રાખશે.આવકના સાધન વધવાની સાથે-સાથે ખર્ચ પણ વધશે. એટલે હાલ તમારું બજેટ જાળવીને રાખો તો સારું રહેશે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવાથી તમે કોઈ કાયદાકીય મામલાઓમાં પડી શકો છો.આ સમયે વ્યવસાયમાં થોડા નવા પ્રસ્તાવ આવી શકે છે.ઘરેલૂ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં તમારો સહયોગ જરૂરી છે.માનસિક તણાવના કારણે હોરમોન્સને લગતા ફેરફાર અનુભવ કરશો.

કન્યા

(જેનું નામ પ, , ણ થી શરૂ થાય છે)

ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં રસ રહેવાથી તમારા વિચારો પણ પોઝિટિવ અને સંતુલિત રહેશે. આર્થિક મામલે વધારે સફળતા મળવાની સ્થિતિ બની રહી છે એટલે તમારા કાર્યોને યોજનાબદ્ધ રીતે કરતા રહો.ફોન કે મિત્રો સાથે ફરવા જવામાં તમારા રૂપિયા ખર્ચ ન કરો. ક્યારેક મનમરજી અને અતિ આત્મવિશ્વાસના કારણે તમે ભૂખ્યા પણ રહી શકો છો. વધારે વિચાર કરવામાં સમય ન લગાવશો અને તરત યોજનાઓને શરૂ કરો.વ્યવસાયિક ગતિવિધિઓમાં હાલ વધારે સુધારની શક્યતા નથી.પારિવારિક વાતાવરણ પોઝિટિવ બની રહેશે.વધારે પ્રદૂષણ અને ભીડભાડવાળા સ્થાને જવાનું ટાળો

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

દિવસની શરૂઆતમાં જ તમારા મહત્ત્વપૂર્ણ કામને લગતી યોજના બનાવી લો. કેમ કે બપોર પછી પરિસ્થિતિઓ ખૂબ જ અનુકૂળ રહેશે. અધ્યાત્મિક ગતિવિધિઓ પ્રત્યે રસ તમને માનસિક શાંતિ આપશે તથા પોઝિટિવ ઊર્જાનો પણ સંચાર કરશે.ક્યારેક તમારું આત્મકેન્દ્રિત થવું અને માત્ર પોતાના અંગે વિચારવું નજીકના સંબંધીઓ સાથે વિવાદ ઊભો કરી શકે છે. સામાજિક બની રહેવું પણ જરૂરી છે. વિદ્યાર્થીઓનું અભ્યાસથી ધ્યાન હટીને મિત્રો સાથે હરવા-ફરવામાં મન લાગશે.- વ્યવસાયિક ગતિવિધિઓ થોડી મધ્યમ જ રહી શકે છે.પતિ-પત્નીનો એકબીજાનો તાલમેલ ઘરમાં સુખમય વાતાવરણ રાખશે.સ્વાસ્થ્ય ઠીક રહેશે.

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

કોઈ લાભદાયક સૂચના મળવાથી મન પ્રસન્ન રહેશે. પરિવારમાં ચાલી રહેલી ગેરસમજ તમારી મધ્યસ્થતાથી ઉકેલાઈ શકે છે. જો રોકાણને લગતી કોઈ યોજના ચાલી રહી છે તો તરત તેના ઉપર અમલ કરો.કોઈ નજીકના સંબંધી સાથે મનમુટાવ થવાની સ્થિતિ પણ બની શકે છે. થોડી પોઝિટિવ કોશિશ કરવાથી સંબંધોમાં ફરી મધુરતા આવશે. વારસાગત સંપત્તિને લગતા મામલાઓમાં આજે કોઈપણ કાર્યવાહી ન કરો.વેપારની ગતિવિધિઓ સામાન્ય રહી શકે છે.ઘરની વ્યવસ્થા સારી જળવાયેલી રહેશે.તણાવના કારણે સ્વભાવમાં થોડું ચીડિયાપણું રહી શકે છે.

ધન | Sagittarius

(જેનું નામ ભ, , , ઢ થી શરૂ થાય છે)

થોડા સમયથી ચાલી રહેલા પારિવારિક વિવાદ દૂર થવાથી ઘરમાં સુકૂન અને શાંતિનું વાતાવરણ રહેશે. તમે તમારા વ્યક્તિગત કાર્યો ઉપર ધ્યાન આપી શકશો. આ સમયે અનેક નવી ગતિવિધિઓમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો.ઉતાવળ અને અતિ ઉત્સાહના કારણે બનતું કામ ખરાબ થઈ શકે છે. એટલે ધૈર્ય અને સંયમથી કામ લેવું. ધ્યાન રાખો કે તમારા કોઈ નજીકના વ્યક્તિ તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી શકે છે.તમારું સંપૂર્ણ ધ્યાન માર્કેટિંગ અને કામના પ્રમોશનમાં લગાવો.લગ્નજીવન સુખદ રહી શકે છે.સિઝનલ બીમારીઓથી સાવધાન રહો.

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કાર્યોમાં આજે ગતિ આવી શકે છે. ભાવી લક્ષ્યને પણ પ્રાપ્ત કરવા માટે શક્યતાઓ બનશે. જો વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો સમય અનુકૂળ છે.ભાવુકતા અને નિરાશામાં લીધેલા નિર્ણય નુકસાન આપી શકે છે. એટલે કોઈપણ યોજના બનાવતા પહેલાં ગંભીરતાથી વિચાર કરો. આ સમયે દિનચર્યાને વ્યવસ્થિત રાખવી જરૂરી છે.કામકાજને લઇને કોઈ નજીકની યાત્રા શક્ય છે.ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહી શકે છે.સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

અનેક પ્રકારની ગતિવિધિઓમાં વ્યસ્ત રહેશો તથા સામાજિક સીમા પણ વધશે. લાભદાયક ગ્રહ ગોચર બની રહ્યું છે. છેલ્લી ભૂલોથી બોધપાઠ લઇને આગળ વધો. તમને નવી સફળતા મળી શકે છે.યુવાઓ ધ્યાન રાખે કે થોડી બેદરકારી તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર અમલ કરો. બહારના લોકોનો તમારા જીવનમાં દખલ થવા દેશો નહીં.આ સમયે વ્યવસાયને આગળ વધારવા માટે લાભદાયી રહેશે.પતિ-પત્ની વચ્ચે મીઠો વિવાદ થઈ શકે છે.કોઈપણ પ્રકારના ઇન્ફેક્શન અંગે બેદરકારી ન કરો.

Visit Saurashtra Kranti Homepage here

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

સપના સાકાર કરવાનો દિવસ છે. ખૂબ જ મહેનત કરો. મુશ્કેલથી મુશ્કેલ કાર્યો પણ તમે તમારા દઢ નિશ્ચય દ્વારા પૂર્ણ કરવાની ક્ષમતા રાખશો. ઘરની દેખરેખને લગતી ગતિવિધિઓમાં પણ ધ્યાન રાખો.આળસના કારણે કામને કાલ ઉપર ટાળવાની કોશિશ ન કરો. આ કારણે કાર્યોમાં મોડું થઈ શકે છે. તમારા સ્વભાવમાં સમય પ્રમાણે ફેરફાર લાવવો જરૂરી છે. આવેશના કારણે સંબંધો ખરાબ થઈ શકે છે.આ સમયે વ્યવસાયિક ગતિવિધિઓ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.પારિવારિક વાતાવરણ સુકૂનભર્યું રહી શકે છે.કબજિયાત અને ગેસની સમસ્યા પરેશાન કરી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here