આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

આજે ભાવુકતાની જગ્યાએ પ્રેક્ટિકલ રીતે તમારા કાર્યને પૂર્ણ કરો. તેનાથી તમે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં સક્ષમ રહેશો. જો ઘર બદલવાને લગતી કોઈ યોજના બની રહી છે તો આજે તેના અંગે મહત્ત્વપૂર્ણ વાતચીત થઈ શકે છે.તમારે તમારા વ્યવહાર ઉપર વિચાર કરવાની જરૂરિયાત છે. કેમ કે ક્યારેક-ક્યારેક તમારો ગુસ્સો અને ઉતાવળ તમારા બનતા કાર્યોને ખરાબ કરી શકે છે. તમારી આ ઊર્જાને પોઝિટિવ રૂપમાં પ્રયોગમાં લાવો, તો તમારા માટે અતિ લાભદાયક રહેશે.ઘણાં સમયથી વેપારમાં જે ગતિવિધિઓ મંદ હતી, તેમાં હવે ગતિ આવી શકે છે.ઘર કે વેપાર બંનેમાં તાલમેલ જાળવી રાખવામાં તમે સફળ રહેશો.આર્થિક ગતિવિધિઓને લઇને મનમાં નિરાશા અને ડિપ્રેશન જેવી સ્થિતિ રહી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

તમે તમારી બૌદ્ધિક ક્ષમતાના બળે થોડા એવા પોઝિટિવ પરિણામ પ્રાપ્ત કરશો કે તમને તમારા ઉપર ગર્વ અનુભવ થશે. સમાજ તથા નજીકના સંબંધીઓ વચ્ચે તમારું માન-સન્માન વધશે. કોઈ નજીકની લાભદાયક યાત્રા પણ સંપન્ન થઈ શકે છે.ધ્યાન રાખો કે કોઈ જૂનો મુદ્દો ફરીથી સામે આવી શકે છે. જેના કારણે નજીકના મિત્રો સાથે સંબંધ ખરાબ થવાની શક્યતા છે. ઘરના વડીલોનું યોગ્ય માન-સન્માન જાળવી રાખો. થોડો સમય તેમની સાથે પણ પસાર કરો.વ્યવસાયિક કાર્યોમાં આજે થોડી ખામી રહી શકે છે.જીવનસાથીનો સહયોગ અને ધૈર્ય તમારા મનોબળને વધારી શકે છે.ખરાબ વિચારોથી તમારી અંદર ડિપ્રેશન જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે.

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

આજે તમે તમારી બુદ્ધિમત્તા અને કાર્યક્ષમતા દ્વારા ઘર-પરિવારને લગતી સમસ્યાઓને ઉકેલવામાં સમર્થ રહેશો. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા ભાગ્યને પ્રબળ કરી રહી છે. જો તમારા રૂપિયા કોઈ જગ્યાએ ફસાયેલાં છે તો આજે તેને પાછા માગવા માટે સમય યોગ્ય છે.જૂની નકારાત્મક વાતોને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. તેનાથી સંબંધ ખરાબ થવા સિવાય કશું જ પ્રાપ્ત થશે નહીં. સાથે જ વિના કારણે અન્ય લોકોના મામલે પડવું નહીં.મશીન વગેરેને લગતા કારોબારમાં થોડા નવા ઓર્ડર મળી શકે છે.લગ્નસંબંધ સુખમય રહી શકે છે.તાવ અને શરદી જેવી ફરિયાદ રહી શકે છે.

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

તમે તમારી મહેનત દ્વારા પરિસ્થિતિને ઘણી હદે પોતાના અનુકૂળ બનાવી છે. આજે તમને આ મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થવાનું છે. વિરોધી પરાસ્ત રહેશે. તમારા કાર્યોને યોજનાબદ્ધ રીતે સંપન્ન કરો.સફળતાઓ જલ્દી જ પ્રાપ્ત કરવાની કામનાથી કોઇ અયોગ્ય કાર્ય કરવાનું વિચારશો નહીં. તેનાથી તમારું અપમાન કે બદનામી થઈ શકે છે. વિદ્યાર્થી પણ મનોરંજન તથા ખોટા કાર્યોમાં પડીને પોતાના કરિયર સાથે સમજોતો ન કરો.વ્યવસાયિક ગતિવિધિઓ ઉપર ગંભીરતા સાથે કામ કરો.પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.હળવી સિઝનલ બીમારીઓ રહી શકે છે.

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

આજે તમારો સમય તમારી કાર્યપ્રણાલીમાં પરિવર્તન લાવવા માટે યોજનાઓમાં પસાર થશે. જેથી તમારી કાર્ય ક્ષમતા વધારે સશક્ત થઈ શકે છે અને યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થઈ શકે છે. ધનને લગતી નીતિઓ ઉપર ઉતાવળ ન કરો.વારસાગત પ્રોપર્ટીને લગતો કઈ વિવાદ વધી શકે છે. એટલે આજે તેને લગતા કોઈપણ કાર્ય ટાળો તો સારું રહેશે. ક્યારેક તમારો વિચલિત સ્વભાવ તમારા માટે જ પરેશાની ઊભી કરી શકે છે.કાર્યક્ષેત્રમાં કરવામાં આવતી મહેનતનું જલ્દી જ યોગ્ય પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.જીવનસાથીનો તમને ભાવનાત્મક સહયોગ મળી શકે છે.સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

આર્થિક ગતિવિધિઓને વધારે સારી જાળવી રાખવા માટે તમારી કોશિશ સફળ રહેશે. આવકના સ્ત્રોત પણ વધી શકે છે. કોઈપણ કામને યોજનાબદ્ધ રીતે કરવાથી તમારી અનેક પરેશાનીઓ દૂર થઈ શકે છે. કોઈ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખમય વાતાવરણ રહી શકે છે.ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લગતી મુશ્કેલી આવવાથી મનમાં થોડી પરેશાની રહી શકે છે. જેથી તમારી કાર્યક્ષમતામાં ઘટાડો આવી શકે છે. કોઈની ચાલાકી અને વાતોમાં આવશો નહીં. તમારા નિર્ણય જાતે જ લેશો તો યોગ્ય રહેશે.જો તમે કારોબારમાં કોઈ નવો પ્રયોગ અમલ કરી રહ્યા છો તો કોશિશ કરતા રહો.પારિવારિક પરિસ્થિતિઓ સુખમય રહી શકે છે.બ્લડ પ્રેશરને લગતી મુશ્કેલીઓ વધી શકે છે.

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

આજે ઘરમાં સંબંધીઓની અવરજવર રહી શકે છે. બધા લોકોનું એકબીજા સાથે મળવું વાતાવરણમાં ઉત્સાહ લાવશે. કોઈ ધાર્મિક આયોજનનો પણ પ્રોગ્રામ બની શકે છે. અટવાયેલું પેમેન્ટ મળવાથી આર્થિક સ્થિતિ પણ સારી રહેશે.ઘરની કોઈ સમસ્યાને લઇને ગુસ્સો કરવાની જગ્યાએ એકબીજાને મળીને તેનો ઉકેલ લાવો. કેમ કે ગુસ્સાના કારણે પરિસ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. સાથે જ એવું પણ ધ્યાન રાખો કે વડીલોનું અપમાન કે માનહાનિ જેવી સ્થિતિ બને નહીં.આજે કોઈપણ પ્રકારનું પેપર વર્ક કરતી સમયે થોડું વધારે સાવધાન રહેવાની જરૂરિયાત છે.લગ્નસંબંધ મધુર રહી શકે છે.ગેસ અને પેટને લગતી કોઈ પ્રકારની મુશ્કેલી રહી શકે છે.

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

આજે ઘરમાં સંબંધીઓની અવરજવર રહી શકે છે. બધા લોકોનું એકબીજા સાથે મળવું વાતાવરણમાં ઉત્સાહ લાવશે. કોઈ ધાર્મિક આયોજનનો પણ પ્રોગ્રામ બની શકે છે. અટવાયેલું પેમેન્ટ મળવાથી આર્થિક સ્થિતિ પણ સારી રહેશે.ઘરની કોઈ સમસ્યાને લઇને ગુસ્સો કરવાની જગ્યાએ એકબીજાને મળીને તેનો ઉકેલ લાવો. કેમ કે ગુસ્સાના કારણે પરિસ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. સાથે જ એવું પણ ધ્યાન રાખો કે વડીલોનું અપમાન કે માનહાનિ જેવી સ્થિતિ બને નહીં.આજે કોઈપણ પ્રકારનું પેપર વર્ક કરતી સમયે થોડું વધારે સાવધાન રહેવાની જરૂરિયાત છે.લગ્નસંબંધ મધુર રહી શકે છે.ગેસ અને પેટને લગતી કોઈ પ્રકારની મુશ્કેલી રહી શકે છે.

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

આજે પરિસ્થિતિ તમારા અનુકૂળ છે. ખાસ કરીને મહિલાઓ માટે દિવસ ઉત્તમ ફળ આપનાર રહેશે. કોઈ નવી યોજના બની શકે છે. સાથે જ ઘરના વડીલોના આશીર્વાદ અને સ્નેહ પણ તમારા ભાગ્યમાં વધારો કરી શકે છે. તેમનું યોગ્ય માન-સન્માન જાળવી રાખવું તમારું કર્તવ્ય છે.તમારી ક્ષમતાથી વધારે કામ કરવાથી તેનો દુષ્પ્રભાવ તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે. એટલે કાર્યભાર હળવો કરવા માટે કામને અન્ય લોકો સાથે વહેંચવું જોઈએ. જૂની નકારાત્મક વાતોને યાદ કરવાની જગ્યાએ વર્તમાનમાં જીવશો તો યોગ્ય રહેશે.જો વેપારને લગતી કોઈ વિભાગીય તપાસ ચાલી રહી છે તો તેનું પરિણામ તમારી પાસે આવશે નહીં.પતિ-પત્નીમાં કોઈ નાની વાતને લઇને વિવાદ થઈ શકે છે.લોહી અને પગને લગતી કોઈ સમસ્યા રહી શકે છે.

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

આજનો દિવસ મહિલાઓ માટે ખૂબ જ શુભ છે. તેમની ક્ષમતા અને પ્રતિભા લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશે. મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓ સાથે સંપર્ક સ્થાપિત થશે અને કોઈ વડીલ વ્યક્તિની મદદથી તમારું કોઈ મહત્ત્વપૂર્ણ કામ પણ પૂર્ણ થઈ શકે છે.કોઈપણ લોકો સાથે ખોટા વિવાદમાં પડશો નહીં. તેનાથી તમારું જ નુકસાન થઈ શકે છે તથા સમય ખર્ચ થઈ શકે છે. વર્તમાન પરિસ્થિતિઓ ઉપર જ તમારું ધ્યાન કેન્દ્રિત રાખો. ધનની લેવડ-દેવડને લગતા કાર્યોમાં કોઈ પ્રકારની ગેરસમજ ઊભી થઈ શકે છે.વેપારમાં ધન સંબંધિત પેપરને લગતા કાર્યોમાં સંપૂર્ણ પારદર્શિતા રાખવી જરૂરી છે.પતિ-પત્ની એકબીજાને મહત્ત્વ આપશે.વધારે કામના કારણે પગમાં દુખાવો અને સોજાની સમસ્યા રહી શકે છે.

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

આજે પ્રોપર્ટીને લગતા કોઈ ગંભીર મુદ્દે ચર્ચા વિચારણાં થઈ શકે છે. તેનું પરિણામ પોઝિટિવ રહેશે. માત્ર આ વાતનું ધ્યાન રાખો કે ભાવુકતામાં આવીને કોઈપણ નિર્ણય લેશો નહીં.પારિવારિક કાર્યમાં તમારી દખલ ન કરો બધાને પોતાના પ્રમાણે કામ કરવાની સ્વતંત્રતા આપો. આવું કરવાથી તેમનામાં આત્મવિશ્વાસ જાગૃત થશે, તમારો કામનો ભાર પણ હળવો થઈ શકે છે.આજે વેપારમાં કોઈ પ્રકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો નહીં.ઘર-પરિવારના કાર્યોમાં સહયોગ કરવો પરિવારના લોકોને સુખ આપી શકે છે.સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

Read About Weather here

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

તમારો થોડો સમય આધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં પસાર કરવો તમારી અંદર એક નવી ઊર્જાનો સંચાર કરશે. વિદ્યાર્થી વર્ગ પોતાનો કોઈ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી ગર્વ અનુભવ કરશે.માતા-પિતા પોતાના બાળકો સાથે મિત્રતાભર્યો વ્યવહાર જાળવી રાખે. વધારે અંકુશ રાખવો તેમના સ્વભાવને વધારે જિદ્દી બનાવી શકે છે. કોઈ પાડોસીને સાથે નાની વાતને લઇને મોટો વિવાદ ઊભો થઈ શકે છે.વ્યવસાયિક રીતે પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહી શકે છે.લગ્નજીવન ઉત્તમ રહી શકે છે.જે વ્યક્તિઓને બ્લડ પ્રેશર છે તેવા લોકોએ બેદરકારી ન કરવી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here