આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

પરિવારમાં થોડાં સમયથી ચાલી રહેલી ગેરસમજ આજે તમારી મધ્યસ્થતાથી દૂર થશે. જેના કારણે પરિવારનું વાતાવરણ સામાન્ય થઇ જશે. સાથે જ, ઘરના રિનોવેશનનું કામ પણ શરૂ થવાની સંભાવના છે.કોઇ નજીકના વ્યસ્તિ સાથે વિવાદ થઇ શકે છે. કઠોક અને અભદ્ર ભાષાનો પ્રયોગ કરવાથી બચવું. અન્ય લોકો ઉપર વધારે વિશ્વાસ કરવો તમારા માટે નુકસાનદાયક સાબિત થઇ શકે છે.વેપારમાં હાલ નફાની આશા નથી.જીવનસાથી પ્રત્યે પોઝિટિવ તથા સહયોગપૂર્ણ વ્યવહાર રાખો.સ્વાસ્થ્ય સારું રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

આર્થિક સ્થિતિ આજે સારી રહેશે. પિતા અથવા પિતા સમાન કોઇ વ્યક્તિની સલાહ માનવી તમારા માટે ફળદાયી રહેશે. સંતાન દ્વારા કોઇ શુભ સમાચાર મળવાથી તણાવમાંથી છુટકારો મળશે.આળસના કારણે તમારા થોડાં કામ અટકી શકે છે. તમારી શારીરિક ક્ષમતાને મજબૂત જાળવી રાખો. કોઇ નજીકના મિત્ર સાથે મનમુટાવ થઇ શકે છે.પારિવારિક વ્યસ્તતાના કારણે તમારા કાર્યસ્થળ ઉપર વધારે સમય આપી શકશો નહીં.ઘરનું વાતાવરણ સુખમય રહેશે.કસરત કરતાં રહો.

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

તમારી યોગ્યતા અને પ્રતિભા ઉપર વિશ્વાસ, તમારા માટે લાભદાયક સ્થિતિઓ બનાવશે. તમારી અંદર છુપાયેલી પ્રતિભા હવે ઉજાગર થશે જેના કારણે ઘર અને સમાજમાં તમારું માન-સન્માન વધશે.ક્યારેક-ક્યારેક તમારા અહંકારના કારણે અનેક કામ ખરાબ થઇ શકે છે. સાથે જ, થોડાં લોકોના મનમાં તમારા પ્રત્યે ગેરસમજ પણ ઉત્પન્ન થઇ શકે છે.આજે તમે તમારી ક્ષમતાઓ ઉપર વિશ્વાસ રાખો.ઘરની સુખ-સુવિધાઓ સંબંધિત ખરીદારી કરવાનો પ્રોગ્રામ બનશે.ઠંડી વસ્તુઓનું સેવન કરશો નહીં.

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

આજે બપોર પછી લાભદાયક સ્થિતિઓ બની રહી છે. પરિવારના કોઇ વરિષ્ઠ વ્યક્તિ દ્વારા તમને કોઇ પ્રકારનો ફાયદો થવાનો છે. ઘરના વડીલોનું સન્માન કરો.આજે ખર્ચમાં વધારો થશે. સાથે જ આવકના સાધન પણ બનશે. વધારે પરેશાન થવાની જરૂર નથી. કોઇ મિત્રના કારણે પણ કામ ખરાબ થઇ શકે છે.આજે બહારની ગતિવિધિઓ તથા માર્કેટિંગ સંબંધિત કાર્યોને સ્થગિત રાખો.તમારા સ્વભાવની ભાવુકતા અને મધુરતા પ્રેમ સંબંધને સુધારશે.આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

લાંબા સમયથી અટવાયેલાં કાર્યો આજે પૂર્ણ થવાની સંભાવના છે. આ સમયે તમારું ધ્યાન તમારા કામ ઉપર કેન્દ્રિત રાખો. વારસાગત પ્રોપર્ટી સંબંધિત કામ પણ સરળતાથી પૂર્ણ થઇ શકે છે.અસ્વસ્થતાના કારણે થોડો તણાવ અનુભવ કરશો. જેનો પ્રભાવ તમારી કાર્ય ક્ષમતા ઉપર પડશે.કાર્યક્ષેત્રમાં કોઇ કર્મચારી સાથે મતભેદ થઇ શકે છે.કોઇપણ કામમાં જીવનસાથીની સલાહ લેવી તમારા માટે સારી સાબિત થશે.પેટના નીચેના ભાગમાં દુખાવાની ફરિયાદ રહેશે.

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

આજે ભાઇઓ સાથે મળીને થોડાં મહત્ત્વપૂર્ણ વાતો ઉપર વાતચીત થઇ શકે છે. ભવિષ્ય સંબંધિત થોડી યોજનાઓ પણ આજે પૂર્ણ થશે.તમારા સ્વભાવ અને વિચારો ઉપર નિયંત્રણ રાખો. તમારા માન-સન્માન સંબંધિત કોઇ નકારાત્મક સ્થિતિ બનશે નહીં.વ્યવહારમાં દરેક કામ બિલ દ્વારા જ લેવડ-દેવડ કરો.પતિ-પત્નીને એકબીજા પ્રત્યે સન્માન હોવાના કારણે સંબંધ મધુર બનશે.તણાવ વધારે રહેવાના કારણે આત્મબળ ઘટી શકે છે.

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

આજે કોઇપણ કાર્યને કરતાં પહેલાં તેની યોજના અને રૂપરેખા બનાવો. ત્યાર બાદ જ કાર્ય શરૂ કરો. કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત તમારા માટે ફાયદાકારક સાબિત થશે.કોઇ સંબંધિનો હસ્તક્ષેપ હોવાથી પરિવારમાં થોડો તણાવ ઉત્પન્ન થઇ શકે છે. આ સમયે તમે કોઇ અન્ય લોકોની વાત ઉપર ધ્યાન આપશો નહીં.સરકારી કર્મચારીઓને આજે નોકરી સાથે સંબંધિત કોઇ શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે.લગ્નજીવન મધુર રહેશે.શારીરિક ઊર્જામાં ઘટાડો અને થાક અનુભવ થશે.

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

ભાવુકતાની જગ્યાએ મનથી કામ લેવું. તમે તમારા કાર્યો પ્રત્યે વધારે સારી રીતે નિર્ણય લઇ શકશો. વિદ્યાર્થીઓને પણ પોતાના પ્રોજેક્ટને પૂર્ણ કરવાના અવસર પ્રાપ્ત થશે.આજે થોડી નેગેટિવ વાતો ઉચ્ચારવાથી વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે. બાળકો સાથે સહયોગ પૂર્ણ વ્યવહાર રાખો.પાર્ટનરશિપ સંબંધિત વ્યવસાયમાં બધા નિર્ણય તમારે જ લેવા પડશે.જીવનસાથીને તમારી બધી જ વાત જણાવો.બ્લડ પ્રેશર ચેક કરાવતાં રહો.

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

સંબંધીની સાથે વિવાદ પૂર્ણ મામલાઓમાં તમારો નિર્ણાયક સહયોગ પરિસ્થિતિનો ઉકેલ લાવશે અને સમાજમાં તમારું માન-સન્માન પણ વધશે.ઘરના કોઇ મહત્ત્વપૂર્ણ પેપરને રાખીને ભૂલી શકો છો. આ સમયે તમારે તમારી દરેક વસ્તુને યોગ્ય રીતે સંભાળવી પડશે. ખર્ચ વધારે થવાના કારણે પરેશાની ઊભી થઇ શકે છે.કર્મચારીઓનો નેગેટિવ વ્યવહાર તમને પરેશાન કરી શકે છે.તમારો સતત ગુસ્સો લગ્નજીવનમાં તણાવ ઉત્પન્ન કરી શકે છે.લીવર સાથે સંબંધિત થોડી પરેશાની અનુભવ થશે.

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

જો આજે ઘરના પરિવર્તન સંબંધિત કોઇ યોજના બનાવી રહ્યા છો તો તેના ઉપર ગંભીરતાથી વાત કરો. પરિવર્તન સંબંધિત ગ્રહ સ્થિતિઓ બની રહી છે.મામા પક્ષ સાથે ફરીથી સંબંધોમાં કોઇ પ્રકારની વિવાદ જેવી સ્થિતિ ઊભી થઇ શકે છે. તમારા ઉગ્ર સ્વભાવ ઉપર નિયંત્રણ જાળવી રાખશો તો સારું રહેશે.વ્યવસાયિક સ્થળે કામ યોગ્ય ચાલતું રહેશે.પ્રેમ સંબંધોને પારિવારિક લોકોની મંજૂરી મળશે.એસિડિટી અને ગરમીના કારણે ગભરામણ અનુભવ થશે.

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

આજે ઘરનું વાતાવરણ પોઝિટિવ રાખવામાં તમારું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે. સંતાન સંબંધિત ચાલી રહેલી કોઇ સમસ્યાનો ઉકેલ પણ આજે મળી જશે.ધનના લાભની અપેક્ષા ખર્ચ વધારે રહેશે. આર્થિક સ્થિતિ ઉપર વધારે ધ્યાન આપો. આ સમયે ધૈર્ય જાળવી રાખવું.વ્યવસાયમાં કોઇ નવા કામની શરૂઆત કરવાની યોજના બની રહી હતી. તેના ઉપર ગંભીરતાથી વિચાર કરોપારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.ગરમીના કારણે તમારી અંદર થાક અનુભવ થશે.

Read About Weather here

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

ઘરના વડીલોના આશીર્વાદ અને સભ્યોનો સહયોગ તમારા માટે ભાગ્યોદયનું વાતાવરણ પ્રદાન કરશે. આ સમયે તેમની ભાવનાઓનું સન્માન કરો.ક્યારેક વધારે પ્રાપ્તિની ઇચ્છા અને કામ પ્રત્યે ઉતાવળ તમારા માટે નુકસાનદાયક સાબિત થઇ શકે છે.મીડિયા સંપર્ક સૂત્રો સાથે વ્યવસાયમાં આજે સુઅવસર પ્રાપ્ત થશે.જીવનસાથી અને પરિવાર સાથે મનોરંજન અને મિત્રોને મળવાથી સુખ પ્રાપ્ત થશે.ઇમ્યૂન સિસ્ટમ મજબૂત રાખો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here