આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.ગયા મહિને પાકિસ્તાનથી 7 કન્ટેનર ન્યૂક્લિયર ફ્યુઅલ ખાલી કરી પાછા ચીન જતા હતા?, રિપોર્ટની રાહ

ગયા મહિને પાકિસ્તાનથી ચીન જતા કન્ટેનરો મુંદ્રામાં ડીઆરઆઈએ ઝડપ્યા હતા

તેમાં ખરેખર શું હતું તે જાણવા રિપોર્ટની જોવાતી રાહ

Visit Saurashtra Kranti Homepage here

2.શહેરમાં સિઝનનું સૌથી ઓછું તાપમાન; નલિયામાં 5.8 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી, ગાંધીનગરમાં 6.5 ડિગ્રી

ઉત્તરીય હિમ પવનોને કારણે રાજ્યમાં આકરી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યભરના ઠંડા શહેરમાં પાટનગર બીજા ક્રમે રહ્યું હતું. 

3.રાજમાતા ગાયત્રી દેવીના પૌત્ર-પૌત્રીને મળશે જયમહેલ પેલેસ, સાવકા પુત્રના વારસદારોને રામબાગ પેલેસ

2009માં ગાયત્રી દેવીનું નિધન થઈ ગયું જે બાદથી પૂર્વ રાજપરિવારમાં વિવાદ ચાલી રહ્યો હતો

જયપુરના રોયલ ફેમિલિમાં 15 હજાર કરોડની સંપત્તિનો વિવાદનું કોર્ટની બહાર સમાધાન થયું છે.

4. પનામા પેપર્સના કારણે EDના રડાર પર ઐશ્વર્યા આવી, નવાઝ શરીફને છોડવી પડી હતી પીએમની ખુરશી; આખરે એ શું છે?

20 ડિસેમ્બરને ઐશ્વર્યા રાય બચ્ચનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ 7 કલાક પૂછપરછ કરી. ઐશ્વર્યાને તેની કંપનીઓ અને બેંક એકાઉન્ટ્સ અંગે સવાલ પૂછાયા. આ પૂછપરછ પનામા પેપર લીક કેસમાં થઈ હતી.

5. સૌથી મોંઘા તલ્લાક:દુબઈના શાસકને ભારે પડી ભૂતપુર્વ પત્ની સાથેની લડાઈ, UKની કોર્ટે અધધ… રૂપિયા 5550 કરોડની રકમ ચુકવવા આદેશ કર્યો

રાજકુમારી હયા શેખ મોહમ્મદની છઠ્ઠી પત્ની છે અને ઓક્સફોર્ડથી રાજનીતિ, દર્શનશાસ્ત્ર, અર્થશાસ્ત્રમાં અભ્યાસ કર્યો છે

6.20 દિવસમાં દેશના 14 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશમાં પહોંચ્યો નવો વેરિયન્ટ, મહારાષ્ટ્રમાં 11 નવા દર્દીઓ મળ્યા

દેશમાં ઓમિક્રોનનો સૌથી પહેલા બે કેસ 2 ડિસેમ્બરે કર્ણાટકમાં મળી આવ્યા હતા

14 ડિસેમ્બરે કેસ વધીને 50 થઈ ગયા, 17 ડિસેમ્બરે કેસની સંખ્યા 100એ પહોંચી હતી

7.મુખ્ય સૂત્રધાર જયેશ પટેલ સહિત 2 પરીક્ષાર્થી પકડાયાં, આટલો હોબાળો છતાં જયેશ કાર સાથે સોમવારે રાત્રે ગાંધીનગરથી જ મળ્યો

આટલો હોબાળો છતાં જયેશ પટેલ કાર સાથે સોમવારે રાત્રે ગાંધીનગરથી જ મળ્યો ત્રણેય આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા

8.ગણપત યુનિવર્સિટીના પ્રોફેસરે ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબ લેવા જતાં 2.40 લાખ ગુમાવ્યા

સારું રિટર્ન મળવાની લાલચ આપી પૈસા ટ્રાન્સફર કરાવી છેતર્યા

મોબીક્વીક એપ દ્વારા યુપીઆઈથી ટુકડે-ટુકડે નાણાં જમા કરાવ્યા

9.ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચર્ચાસ્પદ રહેલી સરપંચ પદની ઉમેદવાર મોડલ એશ્રા પટેલની 129 મતથી હાર, લીડ પણ ન મેળવી શકી

છોટાઉદેપુરના સંખેડાના કાવીઠાના સરપંચ પદની એશ્રા પટેલ ઉમેદવાર હતી

મતગણતરી સમયે એશ્રા પટેલ કે તેના માતા-પિતા કોઈ જ ઉપસ્થિત નહોતા

Read About Weather here

10.400 કરોડના ડ્રગ્સ કેસમાં અંડરવર્લ્ડના લોકોની યાદી તૈયાર કરાઈ

એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં જખૌ નજીક દરિયાકાંઠેથી પકડાયેલા 400 કરોડની કિંમતના ડ્રગ્સ મામલે પોલીસે પંજાબના અંડરવર્લ્ડ સાથે સંકળાયેલા લોકોની યાદી તૈયાર કરી તેમને રાઉન્ડ અપ કરવાની કામગીરી હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here