આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.આતંકીઓની 90% માહિતી રાખનાર પોલીસ હંમેશા નિશાના પર; તેમની મૂવમેન્ટને પ્રોટેક્શન કેમ ન અપાયું?

સોમવારે સાંજે શ્રીનગરના જેવન વિસ્તારમાં પોલીસની બસ પર આતંકી હુમલો થયો. બે પોલીસકર્મી શહીદ થઈ ગયા, જ્યારે 12 ઘાયલ થયા છે. 

Visit Saurashtra Kranti Homepage here

2. પ્રાંતિજના ઊંછાના ફાર્મ હાઉસમાં 16 વિદ્યાર્થીઓ હાજર હતા, 2 જણાંએ 200 પ્રશ્નો સોલ્વ કરાવ્યા; 72 લોકો સુધી પેપર પહોંચ્યું

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે રવિવારે હેડક્લાર્કની પરીક્ષા લીધી હતી

યુવરાજસિંહ જાડેજા નામના શખ્સે રવિવારે જ પેપર લીક અંગે ગાંધીનગર સચિવને જાણ કરી હોવાનો દાવો

3. સારવાર કરનારા ડોક્ટરે કહ્યું, ‘દર્દીને કોઈપણ લક્ષણ હતા જ નહીં, માત્ર રૂમ એર પર જ સાજા થયા, HRCT પણ નોર્મલ’

ઓમિક્રોનના પ્રથમ કેસની સારવાર કરનારા ડોક્ટરે કહ્યું હતું કે, ‘42 વર્ષીય હીરા વેપારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અમારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જો કે, દાખલ થયા ત્યારે પણ તેમને કોઈ પણ પ્રકારના લક્ષણો હતા નહીં. 

4. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર હિન્દુત્વનું પ્રતિક બનીને ઉભરશે

વેટિકન સિટી અને મક્કાની જેમ વિકસિત થશે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રઃ વિહિપ

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને લઈને વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ રવીન્દ્ર નારાયણ સિંહે કહ્યુ કે, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર વેટિકન સિટી અને મક્કાની જેમ વિકસિત કરવામાં આવશે.

5. સાંજે શ્રીનગરના ઝેવાનમાં પોલીસ બસ પર આતંકી હુમલો : 4 જવાન શહીદ:14 પોલીસર્મીઓ ઇજાગ્રસ્ત

સશસ્ત્ર પોલીસની 9મી બટાલિયન પર હુમલો :14 જવાન ઘાયલ જેમાંથી 5 ની હાલત ગંભીર

આતંકવાદીઓએ આજે સાંજે શ્રીનગરના બહારના ભાગમાં ઝેવાનમાં પોલીસ કેમ્પની નજીક પોલીસ બસ પર હુમલો કર્યો, સત્તાવાર સૂત્રોએ ઉમેર્યું કે, આતંકવાદીઓએ સશસ્ત્ર પોલીસ બટાલિયન નજીક બસ પર ભારે ગોળીબાર કર્યો છે.સશસ્ત્ર પોલીસની 9મી બટાલિયન પર હુમલો કર્યો. આ હુમલામાં 14 જવાન ઘાયલ થયા છે જેમાંથી 5 ની હાલત ગંભીર છે.

6. ઝીવાન નજીક શ્રીનગર-જમ્મુ હાઇવે પર સૈનિકો ભરેલી બસ પર મોટો આતંકી હુમલો : 2 જવાન વીરગતિને પ્રાપ્ત થયા : 12 જવાન ઘાયલ

ઝીવાન નજીક શ્રીનગર-જમ્મુ હાઇવે પર આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલા 14 પોલીસ કર્મચારીઓમાંથી બે જવાન અહીંની હોસ્પિટલમાં સારવાર દરમિયાન વીરગતિને પ્રાપ્ત થયા છે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.

7. ઓમિક્રોનની ઓળખ કરનારને ધમકીની દ.આફ્રિકા દ્વારા તપાસ

સપ્તાહ પહેલાં બાબત સામે આવી હોવાનો ખુલાસો : પ્રેસિડન્ટ સિરિલ રામફોસાની ઓફિસને ધમકીભર્યો પત્ર મળ્યો

દક્ષિણ આફ્રિકાની પોલીસ એજન્સીઓ કોવિડ-૧૯ના ટોચના રિસર્ચર્સને મળલી ધમકીઓની તપાસ કરી રહી છે. તેમાં એ ટીમ પણ સામેલ છે, જેણે સૌથી પહેલા ઓમિક્રોન વેરિયન્ટની ઓળખ કરી હતી. દક્ષિણ આફ્રિકાની પોલીસ સર્વિસના રાષ્ટ્રીય પ્રવક્તા વિષ્ણુ નાયડૂએ ‘સંડે ટાઈમ્સ’ને જણાવ્યું કે, પ્રેસિડન્ટ સિરિલ રામફોસાની ઓફિસને ધમકીભર્યો પત્ર મળ્યો, જેમાં પ્રોફેસર તુલિયો ડી ઓલિવિએરા સહિત ઘણા ટોચના કોવિડ-૧૯ રિસર્ચર્સનો ઉલ્લેખ હતો. તેમણે જણાવ્યું કે, આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. 

8. મોંઘવારી હટાવો રેલીમાં જોડાયા રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધી

રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા આકરા પ્રહાર મહાત્મા ગાંધી અને ગોડસેનું ઉદાહરણ આપીને રાહુલ ગાંધીએ સમજાવ્યો હિન્દુ અને હિન્દુત્વવાદીનો તફાવત

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જયપુરમાં મોંઘવારી હટાવો રેલીને સંબોધિત કરતાં ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા.

9. 14મીથી જાણીતા આર્ટિસ્ટ કાનન ખાંટના પેઈંટિંગ્સનું મુંબઈની પ્રતિષ્ઠિત જંહાગીર આર્ટ ગેલેરીમાં પ્રદર્શન

એક્ઝિબીશન “માયા” માં તેમના ચિત્રો ભારતની કલમકારી લોકકલા શૈલીથી પ્રેરિત હશે.

જાણીતા આર્ટિસ્ટ કાનન ખાંટ કાલાઘોડા, મુંબઈ સ્થિત જહાંગીર આર્ટ ગેલેરી ખાતે ૧૪ થી ૨૦મી ડિસેમ્બર દરમિયાન તેમનું એક્ઝિબીશન “માયા” લઈને આવી રહ્યા છે. તેમનું આ આર્ટવર્ક એવા લોક કારીગરોને એમાં પણ ખાસ કરીને મહિલા કલાકારોને સમર્પિત છે જે ભુલાઈ ચૂક્યા છે. તેમની આ ખુબ વખણાયેલી ‘માયા’ સિ

Read About Weather here

10. પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે મધ્ય એશિયાના દેશોના ટોચના નેતાઓને આમંત્રિત કરી શકે સરકાર

ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગીઝ રિપબ્લિક અને તાજિકિસ્તાનના નેતાઓને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવાના વિકલ્પ પર ચર્ચા

નવી દિલ્હી :ભારત સરકાર આગામી પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે મધ્ય એશિયાના દેશોના ટોચના નેતાઓને આમંત્રિત કરવાની વિચારણા કરી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here