આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.વંદિત એન્ડ કંપની બીટકોઈન-ઈથેરિયમ વડે ડ્રગ્સનું પેમેન્ટ કરતી, જિલ્લા પોલીસે USની FBI પાસે મદદ માગી

વંદિત-સાથીદારોએ અત્યારસુધીમાં 2.85 લાખ ડોલરના ડ્રગ્સ ટ્રાન્ઝેક્શન કર્યા, સાઉથમાંથી પણ ડ્રગ્સ આવતું

સિંગાપોર ભણવા ગયેલો વંદિત પ્યોર ડ્રગ્સના રવાડે ચઢ્યો અને ડાર્ક વેબ શીખ્યો : SP વીરેન્દ્ર યાદવ

વંદિતનું સાઉથ બોપલનું Rexon સલુન ડ્રગ્સનું એપી સેન્ટર બન્યું, ગ્રાહકોને પહેલા ફોસલાવતો પછી ફસાવતો

Visit Saurashtra Kranti Homepage here

2. જાણો કોણ છે હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં એકમાત્ર બચી જનાર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ, જેઓ શૌર્ય ચક્રથી છે સન્માનિત

ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ, કોંગ્રેસનેતા અને પ્રવક્તા અખિલેશ પ્રતાપ સિંહના ભત્રીજા છે

તામિલનાડુમાં કુન્નુર નજીક ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, તેમનાં પત્ની મધુલિકા રાવત સહિત 13 લોકોનાં બુધવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થઈ ગયાં છે. 

3. મહિલા હેલ્થ ઓફિસર 6 મહિનાની દીકરીને છાતીએ વળગાડીને ગામડે ગામડે ફરીને આપે છે વેક્સિન, 7મી મુલાકાતે વૃદ્ધાને આખરે રસી મૂકીને જંપ્યાં

6 માસની દીકરીના ઉછેરની જવાબદારી અને સાર સંભાળની જવાબદારી હેલ્થ ઓફિસરના શિરે

કોરોનાની સંભવિત ત્રીજી લહેરની અસરકારકતા ઓછી કરવામાં ધરાતલના કર્મચારીઓનું મહત્તમ અને અતુલ્ય યોગદાન રહ્યું છે.

4. મુંબઈમાં રાજભવનના દરબાર હોલનું ઉદ્ઘાટન મોકૂફ : CDS બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશને કારણે નિર્ણય

રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ટ્વિટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું.

મુંબઈમાં રાજભવન ખાતે દરબાર હોલનું ઉદ્ઘાટન મોકૂફ રાખવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ જણાવ્યું હતું કે બુધવારે થયેલી લશ્કરી હેલિકોપ્ટર દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

5. કેન્દ્ર સરકારના પ્રસ્તાવનો ખેડૂતોએ કર્યો સ્વિકાર: સંયુક્ત કિસાન મોર્ચો સિંધુ મોર્ચા સાથે કરશે બેઠક

બપોરે 12 વાગ્યે ફરીથી બેઠક થશે.: બેઠક બાદ આંદોલન સમેટવાની કરાશે ઔપચારિક જાહેરાત

કૃષિ કાયદાઓ રદ થવા છતા ખેડૂત આંદોલન ચાલુ હતું. ખેડૂતો MSP સહિત વિવિધ મુદ્દાઓને લઈને ચાલુ રાખ્યુ હતુ. ત્યાર બાદ આ તમામ મુદ્દે કેન્દ્ર સરકારે ખેડૂતોને પ્રસ્તાવ મોકલ્યો હતો. 

6. 7 વર્ષના દીકરા સાથે ન્યૂડ ફોટોશૂટ કરાવનારી જાણીતી અભિનેત્રીને કોર્ટે ફટકારી જેલની સજા

દીકરાના જન્મદિવસ પર તેની સાથે ન્યૂડ ફોટો પડાવ્યો: સોશ્યલ મીડિયામાં થયો હતો વાયરલ

સાત વર્ષના દીકરા સાથે ન્યુડ ફોટોશૂટ કરાવનારી અભિનેત્રી અકુઆપેમ પોલો ને 90 દિવસની જેલની સજા કરાઈ છે ,પશ્ચિમી આફ્રિકન દેશ ઘાનાની આ જાણીતી એક્ટ્રેસને રોઝમંડ બ્રાઉન નામથી પણ ઓળખવામાં આવે છે, વાત એમ છે કે, રોઝમંડે જૂન, 2020માં પોતાના દીકરાના જન્મદિવસ પર તેની સાથે ન્યૂડ ફોટો પડાવ્યો હતો, જે  સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. 

7. પાકિસ્તાનમાં મોંઘવારી આસમાને : પેટ્રોલથી વધુ દૂધના ભાવ

મોંઘવારીમાં નેપાળ-ભૂટાન અને શ્રીલંકા જેવા દેશોને પાછળ મૂકી દીધા

તાજેતરમાં, પાકિસ્તાનના એક દૂતાવાસના કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર ન આપવાનો મામલો સામે આવ્યો હતો, જેણે ફરી એકવાર પાકિસ્તાનમાં આર્થિક સંકટની સ્થિતિને ઉજાગર કરી હતી. સર્બિયામાં પાકિસ્તાન દૂતાવાસના સત્ત્।ાવાર ટ્વિટર હેન્ડલ પરથી વડાપ્રધાન ઈમરાન ખાનને ટેગ કરીને આ ટ્વિટ કરવામાં આવ્યું છે. 

8. ભારતે ૧૫ વર્ષમાં પ્રથમ વખત આરબ દેશોમાં ફૂડ પ્રોડકટ્સની નિકાસમાં બ્રાઝિલને પાછળ છોડી દીધું: બન્યુ નંબર ૧

આરબ દેશો બ્રાઝિલ માટે સૌથી મહત્વપૂર્ણ વેપારી ભાગીદારોમાંના એક છે, પરંતુ કોવિડ રોગચાળાને કારણે આરબ દેશો અને બ્રાઝિલ વચ્ચેના અંતરે વૈશ્વિક લોજિસ્ટિકસ સેવાઓને અસર કરી છે

9. કોરોના વાયરસનો નવો અહેવાલ : અમેરિકન રિપોર્ટમાં દાવો : કોરોનાની રસીના બૂસ્ટર ડોઝથી બોડી ડિહાઈડ્રેટ થવાની અને ગળુ પણ સુંકાતું હોવાની ફરિયાદ

બૂસ્ટર ડોઝના નવા સાઈડ ઈફેકટ સામે આવ્યા : બુસ્ટર ડોઝ લીધા બાદ લોકોને ડિહાઈડ્રેશનની કે ખૂબ તરસ લાગવાની ફરિયાદ : જો કે બ્રિટિશ ડોકટર્સને આ સમસ્યા અંગે ખબર નહોતી

Read About Weather here

10. ચોટીલા મજૂર કોન્ટ્રાક્ટરના અપહરણ કેસમાં ઝડપાયેલા પાંચ આરોપીઓની રિમાન્ડની માંગણી

35 મજૂરોને છુટા કરી દેવાતા નુકશાન જતા ફેક્ટરી માલિકે લેબર કોન્ટ્રાક્ટરનું અપહરણ કરાવ્યું હતુ

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે. તેવા સંજોગોમાં ચોટીલા નજીકથી અપહરણનો બનાવ સામે આવ્યો હતો. લેબર કોન્ટ્રાક્ટરની અપહરણ કરી અને પાંચ લોકો નાસી છૂટ્યા હતા. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here