આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.દુષ્કર્મના આરોપીઓના ફોટો અને સજાની વિગતો દર્શાવતા હોર્ડિંગ મૂકાશે; કોઈ આવું કૃત્ય ન કરે માટે દાખલો બેસાડવા નવો ઉપાય

સુરતમાં અઢી વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા કરનારને ફાંસી

માત્ર 33 દિવસમાં સુનાવણી ટ્રાયલ પૂરી કરવામાં આવી

પોર્ન વીડિયો ડાઉનલૉડ કરી આપનારા સામે પગલાં ભરાશે

Visit Saurashtra Kranti Homepage here

2.અમિતે મને કહ્યું’તું કે, ‘તું મારા માટે બુટ લઇ બિલ વોટ્સએપ કર, હું બેંકમાં પૈસા જમા કરી આવું’ પછી મળેલા સમાચાર આઘાતજનક હતાઃ પ્રજ્ઞેશ

નડિયાદના અમિત પટેલની લૂંટના ઇરાદે નિગ્રોએ ગોળી મારી હત્યા કરી

મૃતક યુવાન કોલંબસમાં ગેસ સ્ટેશન ચલાવતા હતા

3. મહિલા કતારથી કલોલ આવી 18 દિવસ સુધી અમદાવાદ, કોલકાતા અને બેંગુલુર ફર્યા; પરત જવા માટે ટેસ્ટ કરાવ્યો તો કોરોના નીકળ્યો!

જીનોમ સિક્વન્સિંગ માટે મહિલાના સેમ્પલ લેવાયા :કલોલ રહેતાં બહેનના પરિવારના 5 સભ્યના પણ ટેસ્ટ કરાયા

4. હવે પોસ્ટપેડ ગ્રાહકોને ઝટકો આપવાની તૈયારી : ૨૦ થી ૨૫ ટકા પ્લાન થશે મોંઘા

ટેલિકોનકંપનીઓ ટૂંક સમયમાં કરશે એલાન

ટેલિકોમ કંપનીઓ પ્રીપેડ પછી તરત જ પોસ્ટપેડ ગ્રાહકોને આંચકો આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતી એરટેલ અને વોડાફોન-આઈડિયા તેમના પોસ્ટપેડ પ્લાનને મોંઘા કરી શકે છે.

5. ૩૧મી ડિસેમ્બર સુધીમાં ડિમેટને ટ્રેડિંગ એકાઉન્ટના કેવાયસી અપડેટ કરાવી દો

શેરબજારમાં રોકાણ કરનારા તમામને તાકીદ કરાઇ : ઓળખની વિગતોના પુરાવાઓ ન આપનાર ખાતેદારના ખાતાઓ બંધ કરી દેવાની ચિમકી આપી

શેરબજારમાં રોકાણ કરનારા તમામને તમના ડિમેટ એકાઉન્ટ તથા ટ્રેડિંગ એકાઉન્ટના કે.વાય.સી. (ઓળખના પુરાવાઓ) અપડેટ કરાવી દેવા મુંબઈ સ્ટોક એકસચેન્જ અને ડિમેટ એકાઉન્ટની ડિપોઝિટરી ચલાવનારાઓ દ્વારા તાકીદ કરીદેવામાં આવી છે.

6. દેશમાં કોરોના રસીકરણનો આંકડો 128 કરોડને પાર પહોંચ્યો : 85 ટકાથી વધુ લોકોએ પ્રથમ ડોઝ લીધો

રસીકરણ અભિયાનના 325માં દિવસે આજે કોરોના રસીના 71 લાખ ડોઝ અપાયા

દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈને ખતરો વધ્યો છે ત્યારે કોરોના સામે રસીકરણ અભિયાન તેજ ગતિએ ચાલી રહ્યું છે. આ દરમ્યાન આજે એટલે કે કોરોના રસીકરણ અભિયાનના 325માં દિવસે કોરોના રસીના 71 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. 

7. કચ્છનાં ગળપાદરમાં પ૩૬ બોટલ દારૂ જપ્તઃ ર શખ્સોની શોધખોળ

કચ્છના ગાંધીધામ તાલુકાના ગળપાદરમાં પ૩૬ બોટલ દારૂ રૂ. ર,૧૩,૧૮૦ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પૂર્વ કચ્છ-ગાંધીનગરની ટીમે ઝડપી પાડયો છે.

8. સ્વાતંત્ર્ય સેનનીના અવસાન પછી વારસદારોને મળતા લાભો કાયમી ધોરણે લંબાવી શકાય નહીં સરકરી નોકરીમાં અમાનત સહિતના લાભો અંગે વિચારવાનો સમય પાકી ગયો છે. અલ્હાબાદ હાઈ કોર્ટ નું યુપી તથા કેન્દ્ર સરકારને સૂચન

અલ્હાબાદ સ્વાતંત્ર્ય સેનાની અવસાન પછી તેના 62 વર્ષીય વારસદરે પેન્શન માટે માગણી કરતા અલ્હાબાદ કોર્ટ એ જણાવ્યું હતું કે ફ્રીડમ ફાઈટરના અવસાન પછી તેની વિધવા અથવા અવિવાહિત પુત્ર/પુત્રીને પેન્શન સહિતના લાવો માલી શકે છે

9. ભાવનગરના દર્દીઓમાં વેરિયન્ટ અંગે તપાસ થશે

ઓમિક્રોનના ભયે તંત્રની ઊંઘ હરામ કરી : અમદાવાદ લગ્નમાં આવેલા ૨૦ લોકો અલગ પરિવારના હતા, તેમાંથી ૧૩ લોકો કોરોના પોઝિટિવ

દુનિયાભરમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને કારણે હાહાકાર મચી ગયો છે. આ વેરિયન્ટનું સંક્રમણ વધે નહીં તે માટે તમામ સરકારો પ્રયત્ન કરી રહી છે. 

Read About Weather here

10. વિક્કી-કેટરિનાનાં લગ્નમાં અક્ષય, ઋતિક સહિત અનેક સેલિબ્રિટીઝ સામેલ

મહેમાનો માટે ૨૨ ચાર્ટર વિમાનોની વ્યવસ્થા કરવામાં આવી

સવાઈ માધોપુર, તા.૭: બોલીવૂડ સ્ટાર્સ કેટરિના કૈફ અને વિક્કી કૌશલ લગ્ન માટે રાજસ્થાન પહોંચી ચૂકયાં છે. આ યુગલ નવ ડિસેમ્બર, ૨૦૨૧એ સવાઈ માધોપુરમાં સિકસ સેન્સ ફોર્ટ બરવાડામાં લગ્ન બંધનમાં બંધાવાનાં છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here