આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.મૂળના CEOએ ઝૂમ મીટિંગમાં કહ્યું- માઠા સમાચાર લઈને આવ્યો છું, તમને નોકરીમાંથી કાઢવામાં આવી રહ્યા છે

અગાઉ કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાનો નિર્ણય કર્યો ત્યારે હું રડ્યો હતો

ન્યૂયોર્કમાં એક કંપનીના CEOએ એક ઝાટકે 900 લોકોને નોકરીમાંથી કાઢી મુક્યાની ઘટના સામે આવી છે. આવું કઠોર પગલું ભરવામાં તેમણે ફક્ત ત્રણ મિનિટનો જ સમય લીધો હતો. આ કંપનીનું નામ Better.com છે અને તેના CEO વિશાલ ગર્ગ છે. 

Visit Saurashtra Kranti Homepage here

2. ભારત-રશિયા અર્થતંત્રને મળશે રૂપિયા 6 લાખ કરોડનો બૂસ્ટર ડોઝ, સંરક્ષણ સહિત અનેક સેક્ટર્સમાં 10 મોટી સમજૂતીની બન્ને દેશ ઈચ્છે છે કે તેમનો દ્વિપક્ષીય વ્યાપાર વર્ષ 2025 સુધીમાં 30 અબજ ડોલરને પાર થઈ જાય

બન્ને દેશ વ્યાપાર, ઊર્જા, સાંસ્કૃતિક, સંરક્ષણ, અવકાશ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આશરે 10 સમજૂતી કરી શકે છે​​​​​

3. રેલ્વે SP અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ કહે છે, દુષ્કર્મ થયું પણ FSL રિપોર્ટ કહે છે, નથી થયું… એજન્સીઓ જ તપાસમાં ગોળ ગોળ ફરે છે!

પીડિતાની ડાયરીમાં વેક્સિન ગ્રાઉન્ડમાં સામૂહિક દુષ્કર્મ થયાનો ઉલ્લેખ

બે સરકારી એજન્સીના રિપોર્ટ જ વિરોધાભાસી આવતા પોલીસ પણ ધંધે લાગી

ગાંધીનગર FSLનો રિપોર્ટ આવ્યા બાદ તપાસ કરનાર અધિકારીઓ મૂંઝવણમાં

4.એક વર્ષ પહેલાં થપ્પડ મારવાનો લીધો બદલો, અધમરો કરીને ભાગ્યા; બે આરોપીની ધરપકડ

હરિયાણાના ફરીદાબાદમાં એક વર્ષ પહેલાં ભાઈને થપ્પડ મારવાનો બદલો લેવા માટે આરોપીઓએ જાહેર માર્ગ પર એક યુવકને હથોડા અને રૉડથી માર માર્યો છે. હુમલાખોરે યુવકને હથોડો મારીને અધમરો કરી દીધો છે.

5. ગોપીતળાવ પાસે દબાણ હટાવતાં યુવક ધાબે ચઢી ગયો, શરીરે પેટ્રોલ છાંટી કહ્યું, ‘લારી લઇ જશો તો સળગી જઇશ’

નવસારી બજારમાં લારી-ગલ્લાના દબાણથી ટ્રાફિકજામની સમસ્યા

પોલીસને જાણ કરાતાં આત્મવિલોપનની ધમકી આપનાર યુવકને પોલીસ સ્ટેશને લઇ જવાયો, ગુનો દાખલ

6. નડિયાદમાં કોરોનાગ્રસ્ત દર્દી હોમ ક્વોરન્ટીનમાંથી ગાયબ, વૃદ્ધ NRI દર્દી અમેરિકા પાછા જતા રહ્યા?

પોલીસ બંદોબસ્તના દાવા છતાં કોરોનાગ્રસ્તનો પતો નહીંનડિયાદ શહેરના સાંથ બજારમાં આવેલ ચોક્સીપોળમાં રહેતા શાહ પરિવારના સભ્ય ગત તા.22 નવેમ્બરના રોજ અમેરિકાથી આવ્યા હતા. તા.3 ડિસેમ્બરના રોજ તેઓને શરદી, તાવના લક્ષણો જણાતા ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવતા રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.

7. ભારત અને રશિયા વચ્ચે વેપાર, ઉર્જા.અને શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં રેકોર્ડ 28 સમજૂતીઓ પર હસ્તાક્ષર

ઉર્જાના વ્યૂહાત્મક ક્ષેત્રમાં બંને દેશોના પરસ્પર સહયોગ અંગે વિસ્તૃત ચર્ચા : સૈન્ય સહકાર પરના કરારને વધુ 10 વર્ષ માટે લંબાવાયો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે રેકોર્ડ 28 સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા છે, જેમાં વેપાર, ઉર્જા, સંસ્કૃતિ, શિક્ષણના ક્ષેત્રોમાં કરારો સામેલ છે.

8. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ એકસમાન રાખવા માટે કોઈ યોજના વિચારણા હેઠળ નથી : કેન્દ્ર સરકાર

સરકારે કહ્યું– નૂર દર, વેટ અને સ્થાનિક વસૂલાત વગેરે જેવા વિવિધ પરિબળોને કારણે વિવિધ બજારોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો બદલાય

કેન્દ્ર સરકારે સોમવારે સ્પષ્ટતા કરી હતી કે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ એકસમાન રાખવા માટે તેમની પાસે કોઈ યોજના વિચારણા હેઠળ નથી

9. મહારાષ્ટ્રમાં RTPCR ટેસ્ટના ભાવમાં વધુ ઘટાડો: હવે 500ને બદલે 350 રૂપિયામાં મળી જશે કોરોના રિપોર્ટ

અત્યાર સુધીમાં કોરોના ટેસ્ટના દરમાં પાંચથી છ વખત ઘટાડો કરાયો

કોરોના ટેસ્ટ કરાવવો હવે સસ્તો થઈ ગયો છે. મહારાષ્ટ્ર ના આરોગ્ય વિભાગે RTPCR ટેસ્ટના દરમાં ઘટાડો કર્યો છે. પહેલા ટેસ્ટ માટે 500 રૂપિયા લેવામાં આવતા હતા, હવે રિપોર્ટ 350 રૂપિયામાં મળશે. 

Read About Weather here

10. ઓનર કિલિંગ : ઔરંગાબાદના ગોઇગાંવમાં બની એક હૃદયદ્રાવક ઘટના : યુવકે મોટી બહેનનું માથું કાપી નાખીને પોલીસ સ્ટેશન પહોચ્યો : માતાએ પણ આ ઘટનામાં પુત્રનો સાથ આપ્યો

મહારાષ્ટ્રમાં એક હૃદયદ્રાવક ઘટનામાં, એક 18 વર્ષીય યુવકે તેની માતા સાથે મળીને તેની મોટી બહેનનું માથું કાપી નાખ્યું. આ પછી, તે માથા સાથે સેલ્ફી લઈને, તેને પરિચિતોના વોટ્સએપ ગ્રુપમાં શેર કર્યો. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here