આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.ઝારખંડના ગિરિડીહમાં નક્સલવાદીઓએ વિસ્ફોટ કરી રેલવે ટ્રેક ઉડાવ્યો, રાજધાની સહિત અનેક ટ્રેનના રૂટ બદલાયા

ઝારખંડના ગિરિડીહ પાસે નક્સલવાદીઓએ ગઈ મોડીરાતે બોમ્બ વિસ્ફોટ કરીને રેલવે ટ્રેક ઉડાવી દીધો હતો. સુરક્ષાના ભાગરૂપે આ રૂપ પરની તમામ ટ્રેનોને રોકી દેવાઈ છે. 

Visit Saurashtra Kranti Homepage here

2.પેરિસમાં 8 કલાક સુધી ચાલેલી બેઠકમાં લેવાયો નિર્ણય, બે અઠવાડિયા પછી બર્લિનમાં ફરી ડિપ્લોમેટ્સની બેઠક મળશે

યુક્રેન અને રશિયા વચ્ચે પૂર્વી સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. બુધવારે પેરિસમાં 8 કલાક સુધી ચાલેલી બેઠકમાં તમામ પક્ષો યુદ્ધવિરામ પર સંમત થયા છે.

3.21 વાર ઉલ્કાપિંડ પડ્યા, જેમાંથી નાગૌરમાં પહેલીવાર ઘટના CCTVમાં કેદ; આ ઉલ્કાની કરોડોની કિંમત

રાજસ્થાનની ધરતી પર આકાશમાંથી પડતાં ગોળા(ઉલ્કા પિંડ) પહેલીવાર CCTV કેમેરામાં કેદ થતાં જ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે.

4.રિપબ્લિક ડે નિમિત્તે ઝાંખીમાં ડાન્સ કરતા હતા લોકો, ડ્રોનની પાંખથી બે લોકોને ઈજા

જબલપુરના રાઈટ ટાઉન સ્ટેડિયમમાં યોજાયેલા ગણતંત્ર દિવસના મુખ્ય સમારોહ સમયે એક દુર્ઘટના સર્જાઈ હતી. 

5.છેલ્લા 24 કલાકમાં 2.84 લાખ નવા કેસ, 574 મોત; દિલ્હીમાં કોરોનાની સ્થિતિ બાબતે આજે DDMAની બેઠક

દેશમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 21.95 લાખ છે

6.બોલ ગર્લ વંદો જોઈને ડરી જતા જોવાજેવી થઈ, પ્લેયરે ગેમ પડતી મૂકી મદદ કરવી પડી; દર્શકો ખડખડાટ હસવા લાગ્યા

ઓસ્ટ્રેલિયા ઓપનની મેચ દરમિયાન એક રમૂજી કિસ્સો સામે આવ્યો છે, જેના પહેલા સેટ દરમિયાન બોલ ગર્લ ટેનિસ પ્લેયરને બોલ આપવા જઈ રહી હતી

7.અમેરિકાની કંપની IBMને પાછળ છોડી બીજી સૌથી મોટી મૂલ્યવાન કંપની બની, ઈન્ફ્રોસિસ ઝડપભેર ગ્રોથ કરતી બ્રાન્ડ

12 મહિનામાં TCSની બ્રાન્ડ વેલ્યૂ 1.844 અબજ ડોલર (12.5 ટકા) વધી 16.786 અબજ ડોલર (આશરે 1.26 લાખ કરોડ રૂપિયા) થઈ

8.મૌની રોયની હલ્દી અને મહેંદી સેરેમનીના ફોટો અને વીડિયો વાયરલ, આ કપલ 27 જાન્યુઆરીએ ગોવામાં લગ્ન કરશે

અર્જુન બિજલાનીની પત્ની નેહા દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં મૌની અને સૂરજ તેમની આસપાસ ગલગોટાની પાંખડીઓ છે

9.90 વર્ષીય સિંગર સંધ્યા મુખર્જીએ પદ્મશ્રી અવોર્ડ લેવાની ચોખ્ખી ના પાડતા કહ્યું, ‘આ ઉંમરે સન્માન લેવું એ અપમાનજનક લાગે છે’

સંધ્યા મુખર્જીએ 17 વર્ષની ઉંમરથી ગાવાનું શરુ કર્યું હતું

હિન્દી ફિલ્મથી ડેબ્યુ કરીને પછી વિવિધ ભાષામાં સોંગ ગાયા

Read About Weather here

10.મુંબઈ પોલીસનો ‘લેડી સિંઘમ’ અવતાર, 103 ડાયલ કરતાં જ ‘નિર્ભયા સ્ક્વોડ’ વહારે આવશે, બિગબી, અક્ષય, સલમાન સહિત આખું બોલિવૂડ ફિદા

બોલિવૂડના બધા જ મોટા સ્ટાર્સે નિર્ભયા સ્ક્વોડનો વીડિયો શૅર કરીને મુંબઈ પોલીસનો આભાર માન્યો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here