આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા 14ને બદલે 28 માર્ચથી શરૂ થશે, બે અઠવાડિયા પાછી ઠેલાઈ

ધો. 9થી 11ની વાર્ષિક પરીક્ષા 11 એપ્રિલની જગ્યાએ 21 એપ્રિલથી શરૂ થશે

રાજ્યમાં ઓમિક્રોનના કેસ આવ્યા બાદ કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો સામે આવી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

2.યુવતીએ ટ્વિટ કરી આપવિતી જણાવી, લખ્યું, ‘ભલે હાડકાં ભાંગે પણ બચવું જરૂરી હતું, આ જ વિચારે ચાલુ રિક્ષાએ કૂદી પડી’

પાટનગર દિલ્હીથી નજીક આવેલા હરિયાણાના ગુરુગ્રામમાં રહેતી એક યુવતીએ જણાવ્યું કે કેવી રીતે એક રિક્ષા ચાલકે તેને કિડનેપ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને તે કેવી રીતે બચી. 

૩.અંજારના દુધઇ ગામે પંચાયતના પરિણામ બાદ દેશ વિરોધી નારા લાગતાં ખળભળાટ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તપાસના આદેશ આપ્યા

ચૂંટાયેલા સરપંચ આ સમગ્ર બનાવથી અજાણ પોલીસે નારા લગાવનારની શોધખોળ હાથ ધરી

4.જામનગરની સરકારી ફિઝીયોથેરાપી કોલેજમાં અડધી રાત્રે ઈન્ટ્રોડકશનના નામે 28 વિદ્યાર્થીઓનું રેગિંગ, 15 સિનિયર વિદ્યાર્થીઓ સામે આરોપ

એન્ટીરેગિંગ કમિટી દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામા આવી

એન્ટીરેગિંગ કમિટી દ્વારા નિવેદન નોંધવાની કામગીરી યથાવત

5. ‘અમારો છોકરો તો કોલેજ ફી ભરવા જવાનું કહી નિકળ્યો ને AAPના ટોળા સાથે કમલમ ગયો, હવે જેલમાં છે, તો કેનેડા કેમનો મોકલીશું?’

અમદાવાદના કોલેજીયનના માતા-પિતા ગાંધીનગર કોર્ટ બહાર ચોધાર આંસુએ રડ્યા, વિદેશ જવાની મહેનત પર પાણી

આવા તો 10 વિદ્યાર્થી આપના આંદોલનમાં જોડાયા હતા, જેમને છોડાવવા હવે માતા-પિતા કોર્ટના ચક્કર કાપે છે

6. સિદ્ધાર્થ મલ્હોત્રા ને કિઆરા અડવાણી આવતા વર્ષે સાત ફેરા ફરે તેવી શક્યતા

કેટ-વિકી બાદ બોલિવૂડની વધુ જોડી લગ્ન કરશે આ વર્ષે બોલિવૂડ સ્ટાર્સ વરુણ ધવન તથા કેટરીના-વિકી જૈન લગ્નબંધનમાં બંધાયા છે. 

7.ગુજરાતની કેટલીક ગ્રામ પંચાયતમાં મતદારોએ અનુભવીના બદલે યુવા પર વિશ્વાસ મૂક્યો

ગ્રામજનોને આપેલા વચનો પૂર્ણ કરવાની ખાતરી આપી રાજ્યની 8686 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાયા બાદ મોટાભાગની પંચાયતોના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. ત્યારે કેટલાક ગામોમાં મતદારોએ ગામના વિકાસ માટે યુવાઓને તક આપી છે.

8.હેમા માલિની ધક્કા-મૂક્કીમાં ફસાઈ જતા આંખોમાંથી આંસુ છલકાયા, ભાજપ ધારાસભ્યએ મળવા માટે જિદ કરી

એક્ટ્રેસ અને મથુરાથી બીજેપી સાંસદ હેમા માલિની મંગળવારે પ્રયાગરાજમાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમ પછી રડી પડ્યા હતા. 

9. સુરતમાં વિજેતા સરપંચના સમર્થકોને હારેલા ઉમેદવારના સમર્થકોએ ખેંચી ખેંચીને માર્યા, ઓડી ગાડીનો ભુક્કો બોલાવ્યો

હારેલા ઉમેદવારના સમર્થનમાં આવેલા માસ્કધારીઓએ હુમલો કર્યો હોવાના આક્ષેપ

સુરતના ગોડાદરાના દેવધ ગામમાં વિજેતા સરપંચ ઉમેદવારના સપોર્ટરોને ધાક ધમકી આપી રસ્તામાં રોકી માર મરાયો હોવાનો બનાવ સામે આવ્યો છે.

Read About Weather here  

10. સુરતમાં જૈન લોકોના મકાન ખરીદવા માટે મુસ્લિમ મહિલાઓને આગળ કરાઇ રહી હોવાનો વીડિયો વાઈરલ, આવું કશું પણ બન્યું નથીઃ પોલીસ

સુરતએક કલાક પહેલા

લિફ્ટના પ્રશ્નો અને જૂના મકાનને લઈ સ્વેચ્છાએ વેચવા માગે છે એવી હકીકત સામે આવી હોવાનું પોલીસે જણાવ્યું

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here