આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1. બીલીમોરા-વઘઈ વચ્ચે આદિવાસી સમાજ માટે ઉપયોગી ટ્રેન નવા રંગરૂપ સાથે શરૂ, ખોટના કારણે દોઢ વર્ષથી બંધ હતી

  AC વિસ્ટાડોમ કોચની સુવિધા સાથે ટ્રેન શરૂ કરાઈ. ટુરીઝમને પ્રોત્સાહન આપવા માટે ટ્રેનની શરૂઆત થઈ

2. વિકાસ વિરુદ્ધ વિનાશ:અમદાવાદમાં મેટ્રો-બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે 6500થી વધુ વૃક્ષોનું નિકંદન, હવે મેટ્રો માટે પણ ગાંધીનગરનાં 1000 વૃક્ષ કપાશે

  અમદાવાદમાં મેટ્રો રેલ અને બુલેટ ટ્રેન પ્રોજેકટ શરૂ થઈ ગયા છે. 2016-17માં મેટ્રો માટે સૌથી વધુ 792 ઝાડ કાપવામાં આવ્યાં હતાં

Visit Saurashtra Kranti Homepage here

3. એમેઝોનનું નવું પ્લાનિંગ: કંપની આવતા મહિને ટીવી સિરીઝ લોન્ચ કરી શકે છે, ડિસ્પ્લે સાઈઝ 55થી 75 ઇંચની હશે

  ઈ-કોમર્સ કંપની ભારતમાં એમેઝોન બેઝિક (Amazon Basics) બ્રાન્ડના ટીવી વેચે છે.

4. ઓલા સ્કૂટર અમેરિકાની ઉડાન ભરશે, શું ટેસ્લાની ગાડી ભારત આવ્યા પહેલા ઓલાનું સ્કૂટર અમેરિકા પહોંચી જશે?

   ઓલા સ્કૂટર લોન્ચ થયા બાદ તેને ભારતમાં ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. લોકો ભવિષ્યમાં આ સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છે. કંપની આ મહિનાથી આ સ્કૂટરનું વેચાણ પણ શરૂ કરવાની છે. આ સ્કૂટરને વિશ્વભરમાં પોય્પુલારિટી મળી રહી છે. આ જ કારણોસર કંપની આ સ્કૂટરનું એક્સપોર્ટ ટૂંક સમયમાં શરૂ કરી શકે છે.

5. ચીન બાળકોના ઓનલાઈન ગેમિંગથી પરેશાન છે. આ કારણથી તેણે ઓનલાઈન ગેમિંગથી બાળકોને દૂર રાખવા માટે નિયમ કડક કરી દીધા છે. એક સપ્ટેમ્બરથી લાગુ નિયમો અંતર્ગત હવે 18 વર્ષથી નાની વયનાં બાળકો સપ્તાહમાં માત્ર ત્રણ કલાક જ ઓનલાઈન ગેમ રમી શકશે, એટલે કે શુક્રવાર, શનિવાર અને રવિવારે માત્ર એક કલાક. જો સરકારી રજા છે તો એ દિવસ એકસ્ટ્રા મળશે. નવા નિયમોને લાગુ કરાવવા એ ગેમિંગ કંપનીઓની જવાબદારી હશે. જો તે આ નિયમ લાગુ નહીં કરાવી શકે તો તેમણે જ તેનો દંડ પણ ચૂકવવો પડશે.

6. કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર તમામ રેકોર્ડ્સ તોડ્યા, એશિયામાં સૌથી વધુ 150 મિલિયન ફોલોઅર્સ ધરાવનારો સેલિબ્રિટી બન્યો

  રમતજગતમાં રોનાલ્ડો સૌથી વધુ ફોલોઅર્સ ધરાવે છે.

7. ટેલીગ્રામની 8.0 અપડેટ: 1000ને બદલે હવે અનલિમિટેડ યુઝર્સ લાઈવસ્ટ્રીમ જોઈ શકશે, ટ્રેન્ડીંગ સ્ટિકર્સ પણ મળશે

  લાઈવસ્ટ્રીમ દરમિયાન ઓડિયન્સ નહેન્ડ રેઝથ કરી શકે છે

ટેલીગ્રામ યુઝર્સ જે સ્ટિકર્સનો સૌથી વધારે ઉપયોગ કરતા હશે તે નવી પેનલમાં દેખાશે

8. પર્વતોના પ્રવાસન પર બેવડો માર… પહેલાં કોરોના અને હવે ભૂસ્ખલનથી 3,700 કરોડનો બિઝનેસ ઠપ, 10 હજાર હોટલ વ્યવસાયી અસરગ્રસ્ત

  ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આપત્તિ પહેલાં અને પછી આવી છે સ્થિતિ

Read About Weather here

9. સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર 48 જ ગીધ બચ્યા, 14 વર્ષમાં 290 ગીધ વિલુપ્ત થયા

  સપ્ટેબર મહિનાના પહેલા શનિવારના દિવસને ‘ગીધ જાગૃત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. પશુઓને અપાતી ‘ડાઇક્લોફેનાક’ દવા બની ‘ગીધ’ માટે મોતનો આહાર

10. અનામતનો વિવાદ:ગુજરાતના પાટીદારોનો ઘઇઈમાં સમાવેશ થઈ શકે નહીં, અલગ અનામત મળવી જોઈએ, કેન્દ્રીય મંત્રી આઠવલેનું નિવેદન

 વન ફેમિલિ વન ચાઈલ્ડનો કાયદો લાવવો જોઈએ. સમગ્ર દેશમાં એક લાખ ઇન્ટરકાસ્ટ મેરેજ થઈ રહ્યા છે. સમાન નાગરિક ધારો લાવવાની જરૂર છે, આ બાબતે વડાપ્રધાન સાથે વાત કરીશ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here