આજથી 3 દિવસ અમદાવાદમાં વરસાદની આગાહી

વરસાદની આગાહી
વરસાદની આગાહી
એવામાં તાપમાન ઘટવા છતાં બફારાથી લોકો ત્રસ્ત છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજથી શહેરમાં 3 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં ગઈકાલે નોંધાયેલા વરસાદની વાત કરીએ તો કાલે 22 જિલ્લાના 71 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે. દક્ષિણ ગુજરાત થા સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં મેઘરાજા છેલ્લા કેટલાક દિવસોથી ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. જોકે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હજુ સુધી સામાન્ય વરસાદી ઝાપટાં જ પડી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારો પર સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જે દક્ષિણ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્ર તરફ આગળ વધી રહી છે.સુરત જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગ ચાલી રહી છે. જેમાં ગઈકાલે સુરત જિલ્લાના કામરેજમાં સવારથી અત્યાર સુધીમાં 2.5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે કામરેજની સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા.અમદાવાદમાં પણ એક-બે વખત વરસાદી ઝાપટાં પડ્યા છે. જેમાં જુનાગઢના માંગરોળમાં સૌથી વધુ 3.11 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જૂન મહિનામાં અત્યાર સુધીમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં સરેરાશ 0.76 ઈંચ વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે. જ્યારે 52 તાલુકાઓમાં હજુ કોરા ધાક્કોર છે.

ગુજરાતમાં મોન્સૂન હાલ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં પહોંચ્યું છે જેની અસર હેઠળ આગામી દિવસોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં ચાલુ રહેશે. જ્યારે કામરેજ ગામમાંથી પસાર થતા સર્વિસ રોડ પર ગોઠણસમા પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.માંગરોળ શહેરમાં ગઈકાલે વહેલી સવારથી જ મેઘો મંડરાતા સવારે બે કલાકમાં દોઢેક ઈંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમજ લાલબાગ વિસ્તારમાં વિજળી પડતા મકાનની દિવાલ તૂટી ગઈ હતી અને વાયરીંગ બળી ગયું હતું. જ્યારે ઘરમાં વરસાદી પાણીને અટકાવવા પડદો બાંધી રહેલા અલફેઝ મ.હુસેન બેરા તથા ઉવેશ મ.હુસેન બેરા બેભાન થઈ ગયા હતા. તેઓને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Read About Weather here

ઊના પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો અને શહેરમાં એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ પડતા શાક માર્કેટ, પોલીસ સ્ટેશન સામે તેમજ બજારોમાં પાણી ભરાતા ટ્રાફિકજામ થયો હતો. જ્યારે કેસરીયા, કોબ, ભીગરણ, સીમાસી, મોટા ડેસર સહિતનાં ગામોમાં એક થી દોઢ ઈંચ, જ્યારે સામતેર, કાણકબરડામાં અડધો ઈંચ પાણી પડ્યું હતું.બપોર સુધી વિરામ બાદ ફરી 12 થી 2 વાગ્યા વચ્ચે વધુ દોઢ ઈંચ પાણી પડ્યું હતું. આમ પંથકમાં 3 ઈંચ જેટલો વરસાદ વરસતા ખેડુતોમાં રાજીપો છવાયો છે.માણાવદરમાં પણ 4 કલાકમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા લોકોને ગરમીમાંથી છૂટકારો મળ્યો હતો. અને સીઝનનો પ્રથમ વરસાદ હોય બાળકોએ પણ વરસાદમાં ન્હાવાનો લ્હાવો લીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here