આજથી રાજકોટ-સૌરાષ્ટ્રમાં બાળ શિક્ષણધામોમાં ભુલકાંનો કલબલાટ શરૂ

આજથી રાજકોટ-સૌરાષ્ટ્રમાં બાળ શિક્ષણધામોમાં ભુલકાંનો કલબલાટ શરૂ
આજથી રાજકોટ-સૌરાષ્ટ્રમાં બાળ શિક્ષણધામોમાં ભુલકાંનો કલબલાટ શરૂ

ઘણા બાળકો રાજી થઇને આવ્યા તો ઘણાને આંખમાંથી આંસુ રોકાતા ન હતા; પ્રિ-સ્કૂલો અને આંગણવાડીઓમાં બે વર્ષના લાંબાગાળા બાદ સરસ્વતિની સાધનાનો ફરી પ્રારંભ
રાજ્યમાં અડધા લાખથી વધુ બાલ મંદિર અને આંગણવાડીઓમાં કોરોનાનાં ચુસ્ત પાલન સાથે શિક્ષણ કાર્ય આરંભી દેવાયું, કોરોના મ્હાત થતા નવી આશાનો સંચાર

કોરોના મહામારીને પગલે છેલ્લા બબ્બે વર્ષથી શાળાકીય શિક્ષણથી વંચિત રહેલા ભુલકાઓનું આજથી પુન: બાળ શિક્ષણધામોમાં પુનરાગમન થતા બાલ મંદિરો અને આંગણવાડીઓનાં સંકુલ બાળકોનાં કિલકિલાટથી ગુંજી ઉઠ્યા હતા. બાળકોનું ચોકલેટ અને નાસ્તો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને મિશ્ર દ્રશ્યો જોવા મળ્યા હતા. કેટલાક બાળકો હસતા- રમતા આવતા દેખાયા હતા તો ઘણા બાળકો રોતા દેખાયા હતા. બબ્બે વર્ષની રજા મળ્યા છતાં એમને હજુ ધરવ થયો ન હોય તેમ એમને શાળાએ આવવાનું જરા પણ ગમ્યું ન હતું. આવા મિશ્ર ભાવવાહી દ્રશ્યો વચ્ચે બાળ શિક્ષણધામોમાં સરસ્વતી ભાવવંદના શરૂ થઇ જતા અને શિક્ષણ કાર્ય ફરીવાર શરૂ થઇ જતા એક નવી આશાનો સંચાર થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

કોરોનાની ભયાનક મહામારીને ગુજરાતે ધોબી પછડાટ આપી દીધી છે. અંતે મહામારી હારી છે, જીવન જીતી ગયું છે અને ખોરંભે પડી ગયેલી બાળ શિક્ષણની પ્રક્રિયા પણ આજે ગુરુવારથી ફરી પાટે ચડી ગઈ છે. જો કે દરેક બાળ શિક્ષણધામોમાં રાજ્ય સરકારનાં આદેશ મુજબ કોરોના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બાળકોની હાજરી પણ મરજીયાત રાખવામાં આવી છે. વાલીઓની સંમતિ સાથે જ બાળકો અભ્યાસ માટે આવી શકશે.

આજે રાજ્યમાં અડધા લાખથી વધુ શૈક્ષણિક સંસ્થાઓમાં જાણે કે પ્રાણ સંચાર થયો છે. બાળકોનાં ખીલખીલાટથી શિક્ષણ સંકુલો ગુંજી ઉઠ્યા છે. આંગણવાડી અને બાલ મંદિરોમાં આજે પહેલા દિવસે સારી એવી સંખ્યામાં બાળકોએ હાજરી આપી હતી. એમનું ચોકલેટ અને નાસ્તો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. કિલ્લોલ કરતા બાળકો પહેલા દિવસે તો ખેલ ખૂદમાં જ મશગુલ થઇ ગયા હતા.

રાજકોટ શહેર- જિલ્લામાં 450 જેટલી પ્રિ-સ્કૂલો અને આંગણવાડીઓ આવેલી છે. રાજ્ય સરકારનાં કોરોના પ્રોટોકોલ મુજબ તમામ બાળકોનું પહેલા થર્મલ ગનથી ટેમ્પરેચર માપવામાં આવ્યું હતું. માસ્ક પહેરેલા બાળકોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. વર્ગમાં બાળકોને સામાજીક અંતરનાં નિયમ મુજબ બેસાડવામાં આવ્યા હતા. પહેલો દિવસ હોવાથી કોઈ અભ્યાસ શરૂ કરાયો ન હતો પણ બાળકોને અવનવી રમતો રમાડવામાં આવી હતી અને બાળકોએ ખૂબ મજા કરી હતી. રડતા-રડતા પ્રવેશેલા બાળકો પણ છેવટે રમત- ગમતમાં મશગુલ થઈને રડવાનું ભૂલી ગયા હતા.

Read About Weather here

વાલી અને શાળા સંચાલકો હવે સતત એવી પ્રાર્થના કરી રહ્યા છે કે બાળકોનું આરોગ્ય સ્વસ્થ અને સારું રહે અને બાળકોનું શિક્ષણ કાર્ય વિના વિઘ્ને ચાલતું રહે. દરેક બાલ મંદિરો અને આંગણવાડીઓમાં બાળકોનાં આગમન પહેલા તમામ સંકુલને સારી રીતે સેનીટાઈઝ કરવામાં આવ્યા હતા. વર્ગખંડો અને બેસવાની બેન્ચોની પુરેપુરી સાફસફાઈ કરવામાં આવી હતી. આ રીતે ગુજરાતમાં બહુમૂલ્ય શિક્ષણની ગાડી ફરી પાટે ચડી ગઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here