આજથી બોર્ડની પરીક્ષા…!

આજથી બોર્ડની પરીક્ષા…!
આજથી બોર્ડની પરીક્ષા…!
અમદાવાદ તમામ કેન્દ્રો પરીક્ષા માટે તૈયાર છે.2 વર્ષ બાદ આજે પરીક્ષા યોજાશે. ધોરણ 10 અને 12ની પરીક્ષા આજથી શરૂ થઈ રહી છે જેમાં 14.98 લાખ વિદ્યાર્થીઓ રાજ્યભરમાંથી પરીક્ષા અપવાના છે.અમદાવાદમાંથી પણ 1,73,142 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓના સ્વાગત કરવામાં આવશે. ત્યાર બાદ પ્રવેશ સમયે વિદ્યાર્થીઓનું ચેકીંગ કરવામાં આવશે. કેન્દ્ર પર પશ્ચાતાપ પેટી પણ રાખવામાં આવી છે. જેથી વિદ્યાર્થી પોતાના સાથે કોઈ સાહિત્ય કે કાપલી લઈને આવ્યા હોય તો અંતિમ સમયે પણ તેમાં મૂકી શકે. બીજી બાજુ વડોદરામાં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને ઢોલ નગારાના તાલે આવકારવામાં આવ્યા હતાં.

Visit Saurashtra Kranti Homepage here

ધોરણ 10 બોર્ડની પરીક્ષાની શરૂઆતમાં આજે પહેલું પેપર ભાષાનું છે. પરીક્ષાના પહેલા દિવસે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી રહ્યા છે અને પોતાની બેઠક વ્યવસ્થા ક્યા બ્લોકમાં છે તે સુનિશ્ચિત કરી રહ્યા છે. પહેલો દિવસ હોવાથી વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ પણ પરીક્ષા કેન્દ્ર બહાર જોવા મળી રહ્યા છે. સલોની જાદવ નામની વિદ્યાર્થીને જાણવ્યું હતું કે આજે બોર્ડની પરીક્ષા છે તે માટે તૈયારી કરી છે પરંતુ થોડી નર્વસનેસ છે.

2 વર્ષથી તો માસ પ્રમોશનમાં પાસ થતા હતા હવે પરીક્ષા આપીએ છીએ એટલે થોડો ડર છે. તૈયારી પુરી કરી છે એટલે પાસ તો થઈ જ જવાશે.રાજકોટમાં આજે પ્રથમ દિવસે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરતા વિદ્યાર્થીઓમાં ક્યાંક ખુશી તો ક્યાંક નર્વસનેસ જોવા મળતી હતી. આજે પ્રથમ દિવસે જિલ્લા કલેકટર અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા બાળકોને આશ્વાસન આપી પુષ્પગુચ્છથી સ્વાગત કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ રૈયા રોડ પર આવેલ ન્યુએરા સ્કૂલ ખાતે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી પરીક્ષાર્થીઓને રૂબરૂમાં શુભેચ્છા પાઠવી પરીક્ષા કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું.

રાજકોટ શહેરમાં આજથી શરૂ થતી ધોરણ 10 અને 12 ની પરીક્ષામાં રાજકોટ જિલ્લામાં ધો.10 માં 175 બિલ્ડીંગના 1592 બ્લોક પરથી 47760 વિદ્યાર્થીઓ, ધો.12 સામાન્ય પ્રવાહમાં 79 બિલ્ડીંગના 731 બ્લોક પરથી 21930 અને વિજ્ઞાન પ્રવાહમાં 30 બિલ્ડીંગના 359 બ્લોક પરથી 7180 વિદ્યાર્થીઓ મળી કુલ 76,870 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે જે તમામ પરીક્ષા કેન્દ્રો પર સી.સી.ટી.વી. હોવાથી ટેબલેટની જરૂર નહીં રહે.વડોદરાથી ગુજરાતભરમાં આજથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. શહેરની ઊર્મિ સ્કૂલ ખાતે આજે વિદ્યાર્થીઓને ઢોલ-નગારાના તાલે અને ફૂલ તેમજ ગોળ-ધાણા ખવડાવી સ્વાગત કરાયું હતું.

Read About Weather here

સાથે જ વિદ્યાર્થીઓ માટે પ્રાયશ્ચિત પેટી પણ મુકવામાં આવી હતી. જેમાં તેઓ જો કોઈ કાપલી લાવ્યા હોય તો પરીક્ષા પહેલા જ તેમાં મૂકી શકે અને ગેરરીતિથી બચી શકે. અહીં વડોદરા શહેરના નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ પણ પરીક્ષાર્થીઓને આવકાર્યા હતા. ઋત્વિક જોશી વિધાનસભાનું સત્ર ચાલતું હોવાથી હાલ પોલીસની નજરકેદમાં છે.દરમિયાન શહેરના કલેકટર એબી ગોરે ઓલ્ડ પાદરા રોડ પર આવેલ વિદ્યુત વિદ્યાલય ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓને આવકાર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here