આક્ષેપો થતાની સાથે જ અનેકના પગતળેથી ધરતી સરકી રહી છે…!

આક્ષેપો થતાની સાથે જ અનેકના પગતળેથી ધરતી સરકી રહી છે…!
આક્ષેપો થતાની સાથે જ અનેકના પગતળેથી ધરતી સરકી રહી છે…!

રાજકોટ પોલીસ સામે આક્ષેપોનો ધોધ ધાર્યા કરતા વધુ વરસ્યો, જમીનો ખાલી કરાવી, ચેક લખાવ્યાના બનાવો સામે આવતા ખળભળાટ !!
વધુ એક જમીન મામલો આવ્યો: ઉંઝાના વેપારીને ક્રાઈમ બ્રાંચ ઉઠાવી લાવી હતી !!
નવાગામમાં ક્રાઇમ બ્રાંચે બળજબરીથી જમીન ખાલી કરાવ્યાનો વધુ એક આક્ષેપ
3.25 કરોડની જમીનના સાટાખત હતા,છતા લેન્ડ ગ્રેબિંગમાં ફિટ કરાવવાની ધમકી આપીને કોરા કાગળમાં સહી કરાવી લીધાનો પણ ક્રાઇમ બ્રાન્ચ પર આક્ષેપ

રાજકોટમાં ધારાસભ્યના પોલીસ કમિશનર સામેના લેટરબોમ્બે ભોગ બનેલા અન્યોની હિંમત વધારી હોય તે રીતે ક્રાઇમબ્રાન્ચના કરતૂતો સામે કેટલાંક વ્યકિતઓ ખુલીને બહાર આવ્યા છે. જેમાં ક્રાઇમબ્રાન્ચે જમીનો ખાલી કરાવી લીધી, નાણાના હવાલા લઇ ચેક લખાવી લીધા સુધીના આક્ષેપો સાથે રજૂઆતો થઇ છે. સંભવત હજુ ભોગ બનનારાઓનો રાફડો ફાટે તો નવાઇ નહીં.

Visit Saurashtra Kranti Homepage here

અને પોલીસને પણ મનોમન લાગવા લાગ્યું છે કે તેને તેના પણ દગો દેવાની તૈયારીમાં છે કારણકે જ્યારે તપાસનો દોર આવશે શું થશે તે વિચારીને પણ ઘણાની નિંદરો હરામ થઇ ગઇ હોય તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. વધુ એક આવા પ્રકરણમાં રૈયાની કરોડોની કિંમતની જમીન મામલે સાટાખત રદ કરાવવા કે દબડાવવાના આવા કોઇ ઇરાદે ઉંઝાના વેપારીને ક્રાઇમબ્રાન્ચ ઉંઝાથી અરજીના આધારે બારોબાર ઉઠાવી લાવી હતી. જે મામલો ગાંધીનગરથી લઇ કેન્દ્ર સુધી ગાજયો છે અને આમાં કંઇક નવા તડાકા-ભડાકા થવાના એંધાણ દેખાઇ રહ્યા છે.

ક્રાઇમ બ્રાન્ચ પર વધુ એક આક્ષેપ થયો છે. જેમાં થોડા સમય પહેલા એક અરજી ક્રાઇમબ્રાન્ચમાં ટ્રાન્સફર થઇ હતી અને ક્રાઇમબ્રાન્ચ એકિટવ બની હતી. ઉંઝા રહેતા મહેશભાઇ પટેલ નામના વેપારી સામે અરજીમાં આક્ષેપો હોવાથી ક્રાઇમબ્રાન્ચની એક ટીમ ઉંઝા પહોંચી હતી અને ખાનગી કારમાં મહેશભાઇને ઉઠાવી લેવાયા હતાં. રાત્રે મહેશભાઇને ક્રાઇમબ્રાન્ચના લોકઅપમાં મુકી દેવાયા હતાં. અરજીના સબંધે કરોડોના જમીન મામલે ક્રાઇમબ્રાન્ચમાં પુછતાછ કરાઇ હતી. મહેશભાઇને ઉઠાવી લેવાયા બાદ કેન્દ્ર સુધી ફરિયાદ પહોંચી હતી અને ગાંધીનગરથી રેલો આવ્યો હતો. સમગ્ર મામલે જમીનમાં સાચું શું ? ખોટું શું ? તે ચર્ચાએ પણ જોર પકડયું છે.

વધુમાં રવુભા ધાધલ નામના યુવકે આક્ષેપ કર્યો હતો કે, નવાગામ આણંદપરમાં તેમણે રૂ.3.25 કરોડમાં રાજુ લીંબાસિયા પાસેથી જમીન ખરીદ કરી હતી, રાજુને બેંક ખાતા મારફત રકમ આપી હતી અને જમીનના સાટાખત પણ કર્યા હતા, દસ્તાવેજ કરાવી દેવા બાબતે અનેક વખત કહેવા છતાં રાજુએ બહાના કાઢી દસ્તાવેજ કરી આપ્યા નહોતા, એક દિવસ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ જોગરાણા સ્ટાફ સાથે ધસી આવ્યા હતા અને ક્રાઇમ બ્રાંચે લઇ ગયા હતા ત્યાં પીઆઇ ગઢવી પણ હતા.

બંને અધિકારીઓએ કહ્યું હતું કે, નવાગામની જમીન ભૂલી જા, પોતાની પાસે પૂરતા પુરાવા હોવાનું કહેતા ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ રવુભાને તે પુરાવા રજૂ કરવાનું કહ્યું હતું, રવુભાઇએ સાટાખત અને બેંકમાં પૈસા ભર્યાની પહોંચ રજૂ કરતાં બંને અધિકારીઓએ હવે પુરાવા પણ ભૂલી જજે અને જમીન તરફ ફરક્તો પણ નહીં, નહિતર લેન્ડ ગ્રેબિંગમાં ફિટ કરી દઇશું, ક્રાઇમ બ્રાંચના પીઆઇ અને પીએસઆઇએ હવાલો લઇ પોતાની પાસેથી જમીન ખાલી કરાવ્યાનો યુવકે આક્ષેપ કર્યો હતો. રવુભા ધાધલે કહ્યું હતું કે ધારાસભ્ય ગોવિંદ પટેલના ક્ષેપો ભર્યા લેટર બોમ્બ બાદ તેમનામાં હિંમત આવી હતી કે આખરે હવે પોલીસની કાળી કરતુતો સામે લાવવી જોઇએ.

ક્રાઇમબ્રાન્ચ સામે આજે વધુ એક વેપારીએ અવાજ ઉઠાવ્યો હતો. ગોંડલ રોડ પર સો-મિલ ધરાવતા રાજેન્દ્રભાઇએ કરેલા આક્ષેપ મુજબ અમારે વેપારી સાથે નાણાકીય લેતી-દેતી મામલે ક્રાઇમબ્રાન્ચે કોઇ ફરિયાદ ન હોવા છતાં દુકાને આવીને અમને ઉઠાવી ગયા હતાં જયાં સી.પી. ઓફિસ પર લાવીને અમને બેફામ માર મારી બે ચેક લખાવી લીધા હતાં. ક્રાઇમબ્રાન્ચ સામે અગાઉ પણ જમીનો કે હવાલો લીધાના આક્ષેપો થયા છે. અન્ય એક યુવકે માલવિયાનગર પોલીસ સામે કરેલા આક્ષેપો સામે પોતે અર્જૂન શરાફી મંડળીમાંથી પાંચ લાખ રૂપિયાની લોન લીધી હતી.

અઢી લાખ રૂપિયા ભરપાઇ કરી આમ છતાં વધુ 11.50 લાખ રૂપિયા માગી મને મંડળીના શખસો દ્રારા ઢોર માર મરાયો હતો જે બાબતે માલવિયાનગર પોલીસમાં ફરિયાદ કરી પરંતુ પોલીસે કોઇ કાર્યવાહી કરી ન હતી. ઉપરાંત અમીનમાર્ગ પરના દિવ્ય એપાર્ટમેન્ટમાં રહેતા દીપકભાઇ મનુભાઇ તન્નાએ આક્ષેપ કર્યો હતો કે, તેમનો પુત્ર યશ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતો હતો, ધંધામાં નાણાંની જરૂરિયાત ઊભી થતાં સંતકબીર રોડ પર રહેતા ખોડુ સામત મુંધવા પાસેથી રૂ.14 લાખ વ્યાજે લીધા હતા,

Read About Weather here

ધંધામાં ખોટ જતાં યશ ઘરછોડીને જતો રહ્યો હતો અને યશ સાથે પોતાને કોઇ લેવા દેવા નહીં હોવા અંગે પણ દીપકભાઇએ જાહેર નોટિસ આપી હતી, ત્યારબાદ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ જાડેજા સહિતની ટીમ દીપકભાઇને ઉઠાવી ગઇ હતી અને ખોડુ પાસેથી યશે લીધેલા પૈસાની જવાબદારી સ્વીકારી લો નહિતર પોલીસ કમિશનર સામે રજૂ કરી છ મહિના જેલમાં નાખી દઇશું તેવી ધમકી આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here