આંતકવાદીઓને જંગલમાં છુપાઈ શકાય તેવા સાધનો અને વસ્ત્રો પુરા પાડતી આઈએસઆઈ

24 કલાકમાં 9 આતંકીઓનો ઠાર
24 કલાકમાં 9 આતંકીઓનો ઠાર

આતંકવાદીઓને ઘુસાડવા ગરમ વસ્ત્રો અને દિશાસૂચક યંત્રો પુરા પાડતી પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા

શિયાળો પુર બહારમાં હોવાથી ચારેતરફ બરફ જામી જતા પાકિસ્તાની કુખ્યાત પ્તચર સંસ્થા આઈએસઆઈ ની દાઢ ડળકી છે અને કબ્જાગ્રસ્ત કાશ્મીરમાંથી મોટાપાયે આતંકવાદીઓને જમ્મુ-કાશ્મીરમાં ઘુસાડી દેવા નાપાક આયોજન કર્યું હોવાનું ભારતીય લશ્કરનાં સુત્રોને જાણવા મળ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

શિયાળામાં ઘુસણખોરી કરી શકાય એ માટે આઈએસઆઈ દ્વારા ત્રાસવાદીઓને ગરબ વસ્ત્રો, છુપાઈ રહેવા માટેનાં સાધનો તથા દિશાસૂચક જીપીએસ સિસ્ટમ ધરાવતા યંત્રો પુરા પાડવામાં આવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે.

લશ્કરનાં સુત્રોએ જણાવ્યા મુજબ ત્રાસવાદીઓને જીપીએસ આધારિત દિશાસૂચક સિસ્ટમનો ઉપયોગ કરવાની તાલીમ અપાઈ છે. સુરક્ષા દળોથી બચીને કાશ્મીરનાં જંગલોમાં છુપાઈ રહેવાની તાલીમ અને સાધનો પણ પુરા પાડવામાં આવ્યા છે.

ગુપ્તચર સુત્રોએ જાહેર કર્યું છે કે, કબ્જાગ્રસ્ત કાશ્મીરની અંકુશ રેખા પર 250 થી વધુ ત્રાસવાદીઓ ભારતમાં ઘુસવા માટે ટાપીને બેઠા હોવાનું જોવા મળ્યું છે. 90 જેટલા ત્રાસવાદીઓ સરહદમાં ઘુસી જવા પ્રયત્નો કરતા દેખાયા છે.

અંકુશ રેખા પર માછલ, તંગધાર અને કેરાંગ સરહદી ક્ષેત્રમાં આતંકવાદીઓની ભારે ચહલપહલ જોવા મળી રહી છે. ગુપ્તચરોએ આ તમામ માહિતી સેનાને પૂરી પાડી છે. જાણવા મળ્યું છે કે, પાકિસ્તાની સંસ્થાએ આતંકવાદીઓનાં મદદગારોની સહાયથી ઘુસણખોરીનાં નવા માર્ગો શોધી કાઢવા ત્રાસવાદી જૂથોને આદેશ આપ્યો છે.

પકડાયેલા આતંકવાદીઓ અને તેમના મદદગારોની પૂછપરછમાં આ માહિતી બહાર આવી છે. ભારે બરફવર્ષા છતાં નવા માર્ગો પર થઈને કાશ્મીરમાં ઘુસી જવા ત્રાસવાદીઓને ફરજ પાડવામાં આવી છે. આવા પાંચ નવા માર્ગ કાલાકોટ, મંજોત અને કશનાલા વગેરે વિસ્તારો પર ત્રાસવાદીઓની કુડી નજર છે.

આ વિસ્તારો દુર્ગમ છે. છતાં અહીં ભારતીય દળોનું પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. શિયાળામાં ઓછી ઘુસણખોરી થાય છે પણ આ વખતે પરિસ્થિતિ જુદી છે. જેના કારણે સલામતી દળો વધુ સાવધ બની રહ્યા છે.

Read About Weather here

તાજેતરમાં ત્રાસવાદી જૂથો ડ્રોન મારફત શસ્ત્રો અને વિસ્ફોટકો ઘુસાડવાની પણ નવી ચાલ ખેલી રહ્યા છે. આથી સરહદ પર મહત્વનાં સેક્ટરમાં એન્ટીડ્રોન રડાર ગોઠવવામાં આવ્યા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here