અસિત વોરાને બચાવવા ઈસુદાન ગઢવીને ભાજપે નિશાન બનાવ્યાનો ધારાસભ્ય વિરજી ઠુંમરનો આક્ષેપ

અસિત વોરાને બચાવવા ઈસુદાન ગઢવીને ભાજપે નિશાન બનાવ્યાનો ધારાસભ્ય વિરજી ઠુંમરનો આક્ષેપ
અસિત વોરાને બચાવવા ઈસુદાન ગઢવીને ભાજપે નિશાન બનાવ્યાનો ધારાસભ્ય વિરજી ઠુંમરનો આક્ષેપ

પેપરલીક કાંડનો મુદ્દો ભુલાવી દેવા ભાજપની ગંદી રમત: વિરજી ઠુંમર

ગુજરાતમાં ચકચારી પેપરલીક કાંડનો મુદ્દો ભૂલાવી દેવા માટે ભાજપે ષડયંત્ર રસ્તને અસિત વોરાને બચાવવા ઈસુદાન ગઢવીને નિશાન બનાવ્યાનો લાઠી-બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંરે આક્ષેપ કર્યો છે. વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું છે કે, આવી જ રમત પેપરલીકના અપરાધીઓને બચાવવા લીકર રાજનિતી પાછળ દેખાઈ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

પેપરલીક પાછળ કોણ ? વારંવાર પેપર ફુટી જતા હોય તો સીસ્ટમ શું કરે છે? કોના લાભાર્થે રોજગાર વાંચ્છુ યુવાધનને હડફેટે ચડાવાય છે ? નૈતિકતાના ધોરણે અસિત વોરાનું રાજીનામુ નહી લેવાની બેશરમી કેમ?

આવા સવાલો અચાનક જ બદલાઈ ગયા છે હવે કોણે પીધો ? કેટલો પીધો ? ક્યાંથી પીધો? પીધો કે નથી પીધો…! તરફ ફંટાઈ ગયા છે.86 હજાર યુવાનોનું ભવિષ્ય રોડી નાખનાર અસિત વોરા કરતા મોટો ગુન્હેગાર બનાવી ઈસુદાનને પ્રસ્તુત કરાવી દીધા.

આખો મુદ્દો પેપરલીક જેવી ગંભીર સમસ્યાથી લીકરની માત્રા કેટલી તે બની ગયો. રોજગારીનો ટેસ્ટ એફ.એસ.એલ. ના ટેસ્ટ પાછળ છુપાવી દેવાયો. આ બદલાયેલી ચર્ચાનો લાભાર્થી ભાજપ સિવાય બીજુ કોઈ નથી આ હકીકત લોકોએ સમજવી પડશે.

તેમ જણાવી ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે ઉમેર્યુ છે કે, રાજનીતિ માં મતભેદ, વિચારભેદ કે અસહમતી વિરૂધ્ધ આટલી હલકી રાજનીતિએ જાહેરજીવનમાં સંકળાયેલા તમામ લોકો માટે ખતરાની ઘંટડી છે.

બીજુ, દારૂ પીવા માટે ઈસુદાન ગઢવી પર ગાંધીના ગુજરાતની દુહાઈ આપી કાગારોળ મચાવનાર ભાજપે તેમના પ્રભાતસિહ ચૌહાણ તથા અન્યો જાહેરમાં દારૂની છોળો ઉડાડીને પાર્ટી કરતા તેમના સુરતના કોર્પોરેટરને અથવા વડોદરામાં સરકારી કામગીરીમાં જાહેરમાં નિર્વસ્ત્ર થઈ અડચણ ઉભી કરતા

નગરસેવકને યાદ કરી લેવા જોઈએ. ગુજરાતના શહેરો અને ગલીઓમાં ચાલતા દારૂના અડ્ડાઓની સુધ લેવી જોઈએ. વગર સાબિતીએ છેડતી જેવા ગંભીર આરોપ મુકતા પહેલા કચ્છનો ભાજપના નેતાઓ દ્વારા કરાયેલો નલિયાકાંડ યાદ કરી લેવો જોઈએ. ટૂંકમાં,

ગોળીથી નહીં મારી શકનાર ગાળોથી ખતમ કરવા માગે છે એવી જ માનસિકતા વિરોધીઓને ખતમ કરવા પાછળ છે. અસિત વોરાને બચાવવા આટલી નિમ્નકક્ષાએ પહોંચવાની મજબુરી

Visit Saurashtra Kranti Homepage here

પાછળ મોટા માથાઓની સંડોવણી હોવાની શંકા થવી સહજ છે. પેપરલીકનું પોતાનું પાપ ધોવા લીકર રેડવાની ભાજપી કરતૂત જગજાહેર થઈ છે. તેમ ધારાસભ્ય ઠુમ્મરે આક્ષેપમાં કર્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here