અશ્વ રેસ બની અંતિમ રેસ

અશ્વ રેસ બની અંતિમ રેસ
અશ્વ રેસ બની અંતિમ રેસ
ઘોડે સવાર રાજદીપસિંહ જાડેજા નામના યુવકનો ઘોડો રેસ દરમિયાન ધૂળની ડમરીઓના કારણે માર્ગની બાજુમાં લાગેલા વિજ સ્તંભ સાથે ટકરાઈ ગયો હતો. માંડવી તાલુકાના ત્રગડી ગામની સીમમાં ગઈકાલે રવિવારે અશ્વદોડ યોજાઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ દરમિયાન એક વિચિત્ર અકસ્માત સર્જાતા ઘોડે સવાર યુવકનું એક વીજ સ્તંભ સાથે ટકરાયા બાદ ગંભીર ઇજાઓના કારણે મોત થયુ હતું. બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ હતી.માંડવી તાલુકાના ત્રગડી અને ગુંડિયાડી ગામ વચ્ચેના સિમ વિસ્તારમાં ગઈકાલે બપોરે અશ્વદોડ યોજાઈ હતી.

જેમાં જિલ્લાના અલગ અલગ સ્થળના ઘોડે સવારો ભાગ લેવા આવ્યા હતા. આ રેસ શરૂ થયા બાદ પૂર્ણતા ભણી આગળ વધી રહી હતી ત્યારે જ ત્રગડી ગામના રાજદીપસિંહ જાડેજા નામના યુવકનો

Read About Weather here

ઘોડો ધૂળની ડમરીઓના કારણે માર્ગ નજીક લાગેલા વીજ થાંભલા સાથે ટકરાયો હતો. ઘોડો ટકરાતા યુવક જમીનમાં પટકાઈ ગયો હતો. જેમાં તેને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા મૃત્યુ થયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here