અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતની મુલાકાતે: ‘મફત વીજળી’નો વાયદો કરે એવી ધારણા

અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતની મુલાકાતે: ‘મફત વીજળી’નો વાયદો કરે એવી ધારણા
અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતની મુલાકાતે: ‘મફત વીજળી’નો વાયદો કરે એવી ધારણા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી હોવાથી મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષો મેદાને આવી ગયા છે. આ વખતે તો શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ સામે ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટીએ પણ જુસ્સાભેર ચૂંટણી લડવાનો તખ્તો તૈયાર કરી લેતાં ત્રિપાંખીયો જંગ ખેલાવાનો માહોલ સર્જાઈ ચૂકયો છે.

Visit Saurashtra Kranti Homepage here

દિલ્હી બાદ પંજાબ રાજયમાં શાસનધૂરા કબ્જે કરનાર આમ આદમી પાર્ટીએ હવે ગુજરાત પર ધ્યાન કેન્દ્રીત કર્યુંં છે આ માટે ‘આપ’ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ આજે ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આજે રાત્રે સુરત પહોંચ્યા બાદ આવતીકાલે તા.21મીએ જનસંમેલનમાં ગુજરાતની જનતાને દિલ્હી મોડલ આધારીત પહેલી ગેરંટી આપશે. જેમાં ‘મફત વીજળી’નો વાયદો કરે એવી ધારણા છે.

આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું, છે કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય ક્ધવીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આવતીકાલે 21 જુલાઈએ ગુજરાતની જનતાને પહેલી ગેરંટી આપશે. આ સાથે ગુજરાતમાં આગામી ચૂંટણીને લઈને ગુજરાતના રાજ્ય સંગઠન સાથે સમીક્ષા બેઠક પણ કરશે.

આ કાર્યક્રમ માટે અરવિંદ કેજરીવાલ આજે 20 જુલાઈએ રાત્રે 8:30 કલાકે સુરત એરપોર્ટ પર પહોંચશે. ત્યારબાદ આવતીકાલે બીજા દિવસે 21મી જુલાઈના રોજ મીડિયા અને ગુજરાતની જનતાની સામે મોટી જાહેરાત કરશે. આ પછી અરવિંદ કેજરીવાલ સાંજે 4.30 કલાકે દિલ્હી જવા રવાના થશે.
અગાઉ અરવિંદ કેજરીવાલ અમદાવાદ આવ્યા હતા ત્યારે તેમણે વીજળીના મુદ્દે જનતા સાથે જનસંવાદ કર્યો હતો અને ગુજરાતની જનતા સમક્ષ દિલ્હી મોડલ રજૂ કર્યું હતું.

Read About Weather here

જેમાં અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાના પ્રશ્ર્નોના સંતોષકારક જવાબ આપ્યા હતા અને ગુજરાતની જનતાએ પણ અરવિંદ કેજરીવાલના દિલ્હી મોડલના વખાણ કર્યા હતા અને ગુજરાતમાં પણ આવી જ વ્યવસ્થા હોવી જોઈએ તેમ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here