અરવલ્લીમાં અનરાધાર

અરવલ્લીમાં અનરાધાર
અરવલ્લીમાં અનરાધાર
ભારે વરસાદને કારણે ક્યાંક દુકાનોમાં પાણી ઘૂસ્યાં હતાં તો ક્યાંક ખેતરો તળાવમાં ફેરવાયાં હતાં. ગઈકાલે શુક્રવારે સમી સાંજે અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.  વરસાદને કારણે મોડાસાના લાલપુર ગામે આવેલી નદી પરનો કોઝવે છલકાયો હતો, જેને પગલે કેટલાક ફસાયેલા વિદ્યાર્થીઓને જેસીબીની મદદથી સામે કાંઠે લઈ જવાયા હતા. તો સજાપુરમાં એક બાઈક પાણીના ભારે પ્રવાહમાં તણાઈ રહી હતી.

Visit Saurashtra Kranti Homepage here

અરવલ્લી જિલ્લામાં ગામડાંમાં ખાબકેલા ભારે વરસાદને કારણે મોડાસાના લાલપુર ગામે આવેલી નદી પરનો કોઝવે છલકાયો હતો, જેને કારણે શાળાએ ગયેલા વિદ્યાર્થીઓ પોતાના ઘરે જવા અસમર્થ હતા, જેથી જેસીબીની મદદથી તમામ શાળાનાં બાળકોને અંધકારમાં સામેના તીરે પહોંચાડી રેસ્ક્યૂ કરાયું હતું. આ સિવાય સજાપુરમાં એક બાઇક ભારે પાણીના પ્રવાહમાં તણાઈ જાય તેવા સંજોગો ઊભા થયા હતા, પરંતુ કેટલાક યુવકોએ એ તણાતી બાઇકને પ્લાસ્ટિકનું દોરડું બાંધી પાણીના સામા પ્રવાહે ખેંચી એને બચાવી લેવાઈ હતી.

Read About Weather here

આમ, ગ્રામ્ય વિસ્તારોમાં ખાબકેલ ભારે વરસાદને કારણે બાઈકના રેસ્ક્યૂનાં દૃશ્યો કેમેરામાં કેદ થયાં હતાં.ઉપરાંત જિલ્લાના ટીંટીસર ગામમાં પણ સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો, જેને પગલે ખેતરો પાણીથી ભરાઈ ગયાં હતાં. ઉપરાંત ગામની મધ્યમાં પણ ઢીંચણસમાં પાણી ભરાયાં હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here