અમે કોઇને નિશાન બનાવતા નથી: એનસીબીની સ્પષ્ટતા

અમે કોઇને નિશાન બનાવતા નથી: એનસીબીની સ્પષ્ટતા
અમે કોઇને નિશાન બનાવતા નથી: એનસીબીની સ્પષ્ટતા

આર્યન ડ્રગ્સ લેતો હોવાની શાહરૂખ-ગૌરીને લાંબા સમયથી જાણ હતી
આખુ વર્ષ કેફી પર્દાથના સપલાયરો અને હેરફેર કરનારાની ધરપકડ થતી જ રહે છે: આર્યનને જામીન ન મળ્યા, 7મી સુધી કસ્ટડીમાં

સુપર સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ક્રુઝ પાર્ટીમાંથી ધરપકડ થયા બાદ એનસીબી ઝોનલ નિયામક સમીર વાનખેડેએ શાહરૂખ ખાનને નિશાન બનાવવામાં આવી રહયો હોવાના તમામ આક્ષેપો સ્પષ્ટ નકારી કાઢયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ડ્રગ્સ માફિયાઓ માટે કાળ બનેલા યુવા અધિકારી સમીર વાનખેડેએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે કોઇને નિશાન બનાવતા નથી.

શાહરૂખ ખાન સામે અમને કોઇ વાંઘો ન હોય. છેલ્લા 10 મહિનામાં અમે નસીલા પર્દાથોના મામલામાં 300 લોકોની ધરપકડ કરી છે એમાંથી માંડ 4 કે 5 જાણીતા લોકો હતા.

એટલે અમારી સામે એવો આક્ષેપ કઇ રીતે થઇ શકે. પકડાયેલા મોટા ભાગના રેઢા ગુન્હેગારો અને ડ્રગ્સની દુનિયા સાથે સંકળાયેલા અપરાધીઓ હતા.

વાનખેડેએ જણાવ્યું હતું કે, નસીલા પર્દાથોની હેરફેરના શંકાસ્પદ અરબાઝ શેખ મરચન્ટના ડ્રગ્સ માફિયાઓ સાથેના સંપર્કની અમે તપાસ કરી રહયા છીએ. આર્યન ખાનને આધુનિક ક્રુઝની રેવ પાર્ટીમાં અરબાઝ લઇ ગયો હતો.

દરમ્યાન ગઇકાલે પ્રસીધ્ધ વકિલ સુનીલ માનેશિદેની જોરદાર દલીલો છતાં નારકોટીક્ષ અદાલતે આર્યન ખાનને જામીન આપ્યા ન હતા. આર્યનને ગુરૂવાર સુધી એનસીબીની રીમાન્ડ પર આપવાનો ખાસઅદાલતે આદેશ આપ્યો હતો.

અરબાઝ અને મુનમુન ધામેચાની રીમાન્ડ પણ 7 ઓકટોબર સુધી લંબાવવામાં આવી હતી. મુનમુન ધામેચા એક જાણીતી મોડેલ છે. એનસીબીને આશા છે કે, આર્યન અને અરબાઝ ડ્રગ્સના કૌભાંડના મુળ માથાઓ સુધી પહોંચાડવા સુધી મદદ રૂપ બનશે.

દરમ્યાન જાણકાર સુત્રોએ એવો ધડાકો કર્યો છે કે, દીકરો આર્યન ખાન નસીલા પર્દાથોનો બંધાણી બની ગયો હોવાની શાહરૂખ ખાન અને ગૌરી ખાનને લાંબા સમયથી જાણ હતી.

Read About Weather here

એનસીબી અધિકારીએ જણાવ્યું હતું કે, અમે ડ્રગ્સની હેરાફેરી કરનારા અને ડ્રગ્સ માફિયાઓને પકડીને ડ્રગ્સનું દુષ્ણ નાબુદ કરવા માટે મથી રહયા છીએ. અમે કોઇને નિસાન બનાવી રહયા નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here