અમેરિકાએ આપી મંજુરી…!

અમેરિકાએ આપી મંજુરી...!
અમેરિકાએ આપી મંજુરી...!
આ ગોળી કોરોના મહામારી સામે એક આશાનું કિરણ છે.  જે લાખો લોકોને સારવાર માટેની  મંજૂરી આપશે. અમેરિકાએ પેકસલોવિડ નામની ટેબલેટ બનાવીને કોરોના સામે લડી રહેલા લોકોમાં મૃત્યુનું જોખમ ઓછું હોવાનો દાવો પણ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

એફડીએના વૈજ્ઞાનિક પેટ્રિઝિયા કેવાઝોનીએ કહ્યું કે, વિશ્વના દ્યણા દેશોમાં  કોવિડનું સ્વરૂપ બનેલા કોરોના વાયરસની સારવાર માટે સફળતાપૂર્વક એક ટેબલેટ તૈયાર કરવામાં આવી છે.

યુએસ એફડીએએ બુધવારે કોરોના મહામારી સામેની લડાઈ માટે ફાઈઝરનીગોળી પેકસલોવિડને મંજૂરી આપી છે. હવે પેકસલોવિડ ટેબ્લેટનો ઉપયોગ કોરોનાની સારવાર દરમિયાન ૧૨ વર્ષ અને તેથી વધુ વયના લોકોમાં ઉચ્ચ જોખમમાં થઈ શકે છે.

જો કે, આ ટેબ્લેટના ગ્રીન સિગ્નલની હજુ પણ ભારત સરકારના આરોગ્ય મંત્રાલયની રાહ જોવામાં આવી રહી છે. આ પહેલી દવા છે જેનાથી નવા  સંક્રમિત દર્દીઓ હવે હોસ્પિટલમાંથી બહાર રહેવા માટે દ્યરે જઈ શકશે. ફાઈઝરની પેકસલોવિડ ટેબ્લેટનો ઉપયોગ કોરોના વાયરસ સામેની લડાઈમાં કરવામાં આવશે.

કોરોના સામેની વૈશ્વિક લડાઈમાં આ એક ઐતિહાસિક પગલું છે. ફાઈઝરના ચીફ એકિઝકયુટિવ ઓફિસર અને પ્રેસિડેન્ટ આલ્બર્ટ બોરુલાએ જણાવ્યું કે હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા ૨,૨૦૦ લોકો પર  આ ટેબલેટનું પરીક્ષણ કર્યું અને તેમાં અણધાર્યા પરિણામો જોવા મળ્યા. ગોળીઓ મૃત્યુના જોખમને ૮૮ ટકા સુધી દ્યટાડી શકે છે.

ઓમિક્રોન વેરિઅન્ટવિશે હમણાં જ ખબર પડી છે. એટલા માટે કંપનીએ હજુ સુધી તેનું પરીક્ષણ કર્યું નથી. જો કે, આ દરમિયાન, નિષ્ણાતો કહે છે કે ટેબ્લેટની કાર્ય કરવાની રીત એન્ટિબોડીઝ અથવા રસીઓથી થોડી અલગ હોવાથી આ ટેબલેટ માત્ર ઓમિક્રોન જ નહીં કોરોનાના કોઈપણ પ્રકાર સામે અસરકારક રહેશે.

પ્રોટીઝ એ એક એન્ઝાઇમ છે જે વાયરસની નકલ કરવામાં મદદ કરે છે. રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રોએ એક અઠવાડિયામાં ઓમિક્રોનથી ચેપમાં લગભગ છ ગણો વધારો નોંધાવ્યો છે,

પરંતુ દેશના મોટાભાગના ભાગોમાં ઓમિક્રોનનો વ્યાપ વધુ છે. ન્યૂ યોર્ક પ્રદેશ, દક્ષિણપૂર્વ, ઔદ્યોગિક મિડવેસ્ટ અને પેસિફિક નોર્થવેસ્ટમાં ૯૦ ટકા જેટલા નવા કેસ માટે ઓમિક્રોન વેરિઅન્ટ જવાબદાર હોવાનું નોંધાયું છે.

Read About Weather here

પેકસલોવિડ ટેબ્લેટની અરજી યુએસ ડ્રગ કંટ્રોલર યુએસએફડીએની સમિતિ સમક્ષ પહોંચી હતી. સમિતિના તમામ સભ્યોએ તેના ઉપયોગની પરવાનગી આપી દીધી છે. આ સંદર્ભમાં સમિતિને સુરક્ષા સંબંધિત વધુ ખતરો જોવા મળ્યો નથી. Paxlovid Tablet પ્રોટીઝની પ્રવૃત્ત્િ।ને અટકાવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here