‘અમુક બ્રહ્મ અગ્રણી હાર ભાળી જતાં ચૂંટણી રદ કરી’

ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ
ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ

ભૂદેવ સેવા સમિતિના પ્રમુખ તેજસ ત્રિવેદીનો આક્ષેપ

રાજકોટ જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના નવા પ્રમુખની ચૂંટણી રદ કરનારા તાકિદે ખુલાસો કરે: તેજસ ત્રિવેદી

રાજકોટ ભૂદેવ સેવા સમિતિના પ્રમુખ, સમસ્ત બ્રહ્મસમાજ અગ્રણી તેજસ ત્રિવેદીએ અખબારી યાદીમાં જણાવેલું છે કે, ગત તા.2/1/2022 રવિવારના રોજ આટકોટ નજીક નવાગામ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના ચૂંટણી અધિકારી અનિલભાઈ મહેતાએ રાજકોટ જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજના નવા પ્રમુખ પદની ચૂંટણી જાહેર કરી હતી.

આ ચૂંટણીમાં અમુક બ્રહ્મ અગ્રણી હાર ભાળી જતા અંતે રાતો-રાત રદ કરી હતી. જે ખુબજ દુ:ખદ ઘટના બની છે. જેની સામે આક્રોશ વ્યક્ત કરું છું.

વધુમાં જણાવ્યું કે, આવડી મોટી સંસ્થા સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજઉપર બ્રહ્માણોનો વિશ્ર્વાસ ઉડી ગયો હોય તેવું વર્તન અને લભાગું તત્વએ કામ કરી સંસ્થાને બદનામ કરી છે. કોરોના જેવા મુદ્દાને આગળ કરી ચૂંટણી રદ કરી છે. જેને હું વખોડી કાઢું છું.

Visit Saurashtra Kranti Homepage here

આ પ્રશ્ર્નને દિવસ 15 (પંદર દિવસ) માં સમગ્ર ટ્રસ્ટી મંડળ રાજકોટ ખાતે મીટીંગ કરી ખુલાસો નહિ કરે તો ભૂદેવ સેવા સમિતિના તમામ સભ્યો ચેરીટી કમિશનર સમક્ષ ચૂંટણી તાકીદે યોજવા માંગણી કરશે.

વધુમાં તેજસ ત્રિવેદી જણાવે છે કે, છેલ્લા 15 વર્ષોનો સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ હિસાબ માંગવાનો આ તકે નિર્ણય જાહેર કરે છું. જો ખરેખર 15 વર્ષનો હિસાબ સ્પષ્ટ થાય અને આ અંગે મારો પડકાર છે. જેમાં હું નમતું નહિં જ આપું, હું સમાજ સાથે છું. અમારી જાણ મુજબ ઉક ઉમેદવાર દ્વારા બસની વ્યવસ્થા કરી હતી. 500 યુવાનો માટે જમવાની વ્યવસ્થા પણ કરી હતી.

વધુમાં જણાવીએ છીએ કે આ ચૂંટણી જાહેર કરતા પહેલા સરકાર પોલીસ ખાતા તરફથી મંજૂરી લીધી હતી? જો લીધી હોય તો રાતો-રાત ચૂંટણી રદ કેમ કરી. અંતમાં એટલું કે ચૂંટણી અધિકારીની અણ-આવડત અન્યથા કોઈની ચડામણી છતી થાય છે.

Read About Weather here

ઉપરોકત તમામ પ્રશ્ર્નોનો જવાબ પણ નથી આપતા જેનું મને અત્યંત દુ:ખ છે. સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ ચૂંટણી અધિકારીનો નિર્ણયને વખોડી કાઢું છું. હવે રાજકોટ જીલ્લા સમસ્મ બ્રહ્મસમાજના પ્રમુખની ચૂંટણી તાકીદે જાહેર કે અન્ય ખુલાશો કરે તેવી માંગણી છે. તેવો અંતમાં ભૂદેવ સેવા સમિતિના પ્રમુખ તેજસ ત્રિવેદીએ આક્ષેપ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here