અમરેલી-સાવરકુંડલા, ગીર રેન્જમાં 4 સિંહબાળનાં મોત

અમરેલી-સાવરકુંડલા, ગીર રેન્જમાં 4 સિંહબાળનાં મોત
અમરેલી-સાવરકુંડલા, ગીર રેન્જમાં 4 સિંહબાળનાં મોત

ગીર પૂર્વ વિસ્તારમાં દોઢ માસમાં 12 સાવજના મોત થયાનો ભડાકો

એસિયાઇ સાવજના નિવાસ સ્થાન ગીર પૂર્વ વિસ્તારમાં અને ખાસ કરીને સાવરકુંડલા તથા જાફરાબાદ રેન્જ વન વિસ્તારમાં સાવજોનાં અકુદરતી મોતનો સીલસીલો યથાવત રહયો છે. છેલ્લા થોડા દિવસ દરમ્યાન જ જાફરાબાદમાં બે અને સાવરકુંડલામાં બે સિંહ બાળના મૃત્યુ થયા હોવાનું જાહેર થયું છે.

એક સિંહ બાળને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. સાવજનાં મોતની અવીરત બની રહેલી ઘટનાઓથી વન્ય જીવ પ્રેમીઓમાં ચિંતાની લાગણી પ્રસરી છે.

Visit Saurashtra Kranti Homepage here

જાણકાર સુત્રો મુજબ ગીર પૂર્વ વિસ્તારમાં છેલ્લા દોઢ માસમાં જ 12 જેટલા સાવજના મોત થયા છે. જેમાં મોટા ભાગના સિંહબાળ છે. તાજેતરમાં 18 સિંહનોને મારણ આપીને આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ચોકાવનારી હકીકતો ખુલી હતી.

જાફરાબાદ ગીર રેન્જના માઇન્સ વિસ્તારમાં 16માંથી 2 સિંહ બાળના મોત થયા છે અને એકને સારવાર આપવામાં આવી છે. તેજ રીતે સાવરકુંડલા રેન્જમાં 18માંથી 2 સિંહબાળના મોત થયા છે તેમ વન વિભાગના સુત્રોએ જાહેર કર્યુ છે. કયાં કારણોસર સિંહબાળ અને સાવજોના મૃત્યુ થયા છે તેના કારણો વિશે હજુ વનવિભાગે સ્પષ્ટી કરણ કર્યુ નથી.

Read About Weather here

વન્યજીવ નિષ્ણાંતોએ સાવજના મોતની ઘટનાઓની તપાસ કરવા જોરદાર માંગણી કરી છે.આ ઘટનાઓ લાંબા સમયથી અવિરત ચાલી રહી છે. કોઇ શિકારી ટોળકીઓ ધુસી ગઇ છે કે કેમ, એ દિશામાં પણ રાજય સરકારે તપાસનો આદેશ આપવો જોઇએ એવું નિષ્ણાંતો કહી રહયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here