અમરનાથ યાત્રાનો રંગેચંગે પ્રારંભ: બે વર્ષ બાદ પવિત્ર યાત્રા શરૂ થતાં ભક્તોમાં ભારે ઉત્સાહ

અમરનાથ યાત્રાનો રંગેચંગે પ્રારંભ: બે વર્ષ બાદ પવિત્ર યાત્રા શરૂ થતાં ભક્તોમાં ભારે ઉત્સાહ
અમરનાથ યાત્રાનો રંગેચંગે પ્રારંભ: બે વર્ષ બાદ પવિત્ર યાત્રા શરૂ થતાં ભક્તોમાં ભારે ઉત્સાહ
બહુપ્રતિક્ષિત બાબા અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે અને આ યાત્રાની પ્રથમ બેચ જમ્મુથી રવાના થઈ છે. બાબા અમરનાથની યાત્રામાં આ વખતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. લેફટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ જમ્મુ કેમ્પ ખાતે યાત્રાની પ્રથમ બેચને લીલી ઝંડી બતાવી હતી. આ દરમિયાન પૂજા-અર્ચના પણ કરવામાં આવી હતી. બમ-બમ ભોલે અને જય બાબા બરફાનીના નાદ વચ્ચે ભક્તોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

વાસ્તવમાં, અમરનાથ યાત્રીઓની પ્રથમ બેચને જમ્મુ અને કાશ્મીરના લેફટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ યાત્રી નિવાસ ભવન જમ્મુથી લીલી ઝંડી બતાવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ હજારથી વધુ શ્રદ્ધાળુઓ વહેલી સવારે કાશ્મીર ઘાટી જવા રવાના થયા હતા. શ્રદ્ધાળુઓ મંગળવારે અમરનાથ યાત્રા માટે જમ્મુના બેઝ કેમ્પ પહોંચ્યા હતા.

લેફટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ બાબા અમરનાથ યાત્રા માટે રવાના થતા પહેલા વિધિવત પ્રાર્થના કરી અને ત્યારબાદ શિવભક્તોના મંત્રોચ્ચાર કર્યા બાદ યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. જમ્મુના બેઝ કેમ્પમાં આ વખતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. પરંપરાગત ડબલ રૂટ પર આ યાત્રા 30 જૂનથી શરૂ થશે. એક માર્ગ દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં 48 કિલોમીટર લાંબો નુનવાન છે. બીજો મધ્ય કાશ્મીરના ગાંદરબલ ખાતે 14 કિલોમીટર લાંબો બાલટાલ માર્ગ છે. જમ્મુમાં બાબા અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

Read About Weather here

તમામ સુરક્ષા દળોએ પ્રથમ બેચ રવાના થાય તે પહેલા બેઝ કેમ્પની અંદરના તમામ વાહનોની તપાસ કરી હતી. જુદી જુદી એજન્સીઓએ કડક પૂછપરછ કર્યા બાદ વાહનોને રવાના કર્યા હતા.બાઇક સ્ક્વોડ કમાન્ડો મુસાફરોને સુરક્ષા પૂરી પાડી રહ્યા છે. ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખા પર કડક તકેદારી રાખવામાં આવી રહી છે. માહિતી અનુસાર, મુસાફરોને લઈ જતાં વાહનો પર રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટિફિકેશન ટેગ લગાવવામાં આવ્યા છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જમ્મુ અને કાશ્મીર પ્રશાસન આ વર્ષે વિક્રમી સંખ્યામાં શ્રદ્ધાળુઓની અપેક્ષા રાખી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here