અમદાવાદ : રથયાત્રામાં માત્ર 5 વાહનોને મંજૂરી

અમદાવાદ : રથયાત્રામાં માત્ર 5 વાહનોને મંજૂરી
અમદાવાદ : રથયાત્રામાં માત્ર 5 વાહનોને મંજૂરી

સમગ્ર રૂટ પર સવારથી રાત સુધી કડક કર્ફ્યું લાગુ રહેશે : હાથી, ભજન મંડળી અને અખાડાઓને પણ મંજૂરી નહીં

વાહનો અષાઢી બીજનાં દિવસે અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે આજે રાજ્ય સરકારે કડક નીતિ નિયંત્રણો જાહેર કર્યા હતા એ મુજબ સમગ્ર રૂટ પર સજ્જડ કર્ફ્યું વચ્ચે રથયાત્રા કાઢવાની મંજૂરી આપવામાં આવી છે.

Subscribe Saurashtra Kranti here

રથયાત્રાનાં પ્રારંભે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતી કરશે જયારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ પહિંદ વિધિમાં જોડાશે એવું આજે સતાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું.

કોવિડ પ્રોટોકોલનાં ચુસ્ત અમલસ સાથે સજ્જડ કર્ફ્યું વચ્ચે રથયાત્રા નીકળશે અને જમાલપુર રૂટ પર થઈને સાંજ સુધીમાં રથયાત્રા મામાનાં ઘેર સરસપુર પહોંચશે. રથયાત્રામાં માત્ર પાંચ વાહનોને મંજૂરી આપવામાં આવી છે.

Read About Weather here

હાથી, ભજન મંડળી અને અખાડાઓને પણ મંજૂરી આપવામાં આવી નથી.અષાઢી બીજનાં દિવસે રથયાત્રાનાં સમગ્ર રૂટ પરનાં તમામ બ્રિજ બંધ રહેશે. પ્રસાદ વિતરણ પણ બંધ રહેશે. ચાર થી પાંચ કલાકમાં જ રથયાત્રા નિજ મંદિરે પરત ફરશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here