અમદાવાદ યુનિવર્સિટીમાં અવકાશ અને બ્રહ્માંડ વિજ્ઞાન આંતરરાષ્ટ્રીય કેન્દ્રનો શુભારંભ

અમદાવાદ યુનિવર્સિટીમાં અવકાશ અને બ્રહ્માંડ વિજ્ઞાન આંતરરાષ્ટ્રીય કેન્દ્રનો શુભારંભ
અમદાવાદ યુનિવર્સિટીમાં અવકાશ અને બ્રહ્માંડ વિજ્ઞાન આંતરરાષ્ટ્રીય કેન્દ્રનો શુભારંભ
અવકાશ વિજ્ઞાન તથા બ્રહ્માંડ વિજ્ઞાન જેવા અઘરા વિષયોમાં સંશોધન કરતી નવી પેઢીનાં વિદ્યાર્થીઓ અને સંશોધકોને ગહન અને ઊંડી તાલીમ આપી શકાય અને એમને પ્રોત્સાહન આપી શકાય એ માટે અમદાવાદ યુનિવર્સિટી ખાતે અવકાશ અને બ્રહ્માંડ વિજ્ઞાન આંતરરાષ્ટ્રીય કેન્દ્રનો આરંભ કરવામાં આવ્યો છે. જેમાં અવકાશ, એસ્ટ્રોફિઝીક્સ તથા બ્રહ્માંડ અંગે સંશોધન અને અભ્યાસમાં વિદ્યાર્થીઓને મદદ કરવામાં આવશે અને એમને આધુનિક તાલીમ આપીને સજ્જ કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

અત્યારે વિશ્ર્વમાં અવકાશ, વિજ્ઞાન, ટેકનોલોજી તથા બ્રહ્માંડ વિજ્ઞાન વિષય પર કારકિર્દીની પુષ્કળ તકો ઉભી થઇ છે. એટલે નવી પેઢીનાં યુવા વિદ્યાર્થીઓને આ વિષયોમાં એમની કારકિર્દીની પસંદગી માટે પ્રોત્સાહન અને તાલીમ માટે ખાસ કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે.યુનિવર્સિટીનાં અન્ય તમામ વિભાગો સાથે સંકલનમાં રહીને વર્કશોપ અને પરિષદોનું આયોજન કરવામાં આવશે.

Read About Weather here

લાંબા અને ટૂંકાગાળા માટે નિષ્ણાંતોને પણ માર્ગદર્શન માટે યુનિવર્સિટી ખાસ નિમંત્રણ પાઠવશે. જેથી કરીને વિદ્યાર્થીઓ આ વિષયોમાં છેલ્લામાં છેલ્લી માહિતી મેળવીને વધુ પારંગત બની શકે અને એમની કારકિર્દીમાં આગળ વધી શકે. ગુજરાતભરનાં વિદ્યાર્થીઓ ખાસ કરીને આ વિષયો માટે ઉત્સુક વિદ્યાર્થીઓ માટે ઘરઆંગણે વિશ્ર્વ કક્ષાનાં અભ્યાસક્રમની ઉમદા તક ઉભી થઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here