અમદાવાદમાં 700 ટીઆરબી જવાનોને પાણીચું, રાજકોટમાં કયારે?

અમદાવાદમાં 700 ટીઆરબી જવાનોને પાણીચું, રાજકોટમાં કયારે?
અમદાવાદમાં 700 ટીઆરબી જવાનોને પાણીચું, રાજકોટમાં કયારે?

લોકો સાથે ગેરવર્તન અને ભ્રષ્ટાચાર બદલ આકરી કાર્યવાહી, રાજકોટમાં આવી કાર્યવાહી ક્યારેય કરાશે ખરી?: 700 નવા જવાનોની ત્રણ વર્ષ માટે ભરતી કરવાની મહત્વની ઘોષણા: રાજકોટમાં તો ભાન ભૂલેલા એકપણ ટીઆરબી કર્મચારી સામે હજુ કોઈ પગલા લેવાયા નથી

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતભરમાં ટ્રાફિક બ્રિગેડનાં કર્મચારીઓનાં ગેરવર્તન, ગેરરીતીઓ અને ભ્રષ્ટાચાર ભરી કામગીરીની સેંકડો ફરિયાદો ખૂણેખૂણેથી ઉઠવા પામી છે. રાજકોટની જેમ અમદાવાદમાં પણ

Visit Saurashtra Kranti Homepage here

ટીઆરબી જવાનો સામે આમ જનતા સાથે અત્યંત ખરાબ વર્તન અને ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠતા અમદાવાદમાં કડક પગલા લેવાનું તંત્ર દ્વારા સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે.

રાજકોટમાં તો પોલીસ અધિકારીઓ ટ્રાફિક બ્રિગેડની ફરિયાદો સામે કાનમાં પૂમડા નાખીને બેસી ગયા છે. પરંતુ અમદાવાદમાં જોરદાર આકરી કાર્યવાહી કરવામાં આવી છે. 700 જેટલા ટીઆરબી જવાનોને એકઝાટકે છુટા કરી દેવામાં આવ્યા છે.

અમદાવાદમાં ગેરવર્તણુક તથા ભ્રષ્ટાચારની ફરિયાદો બદલ સાગમટે આવા જવાનોને હાંકી કાઢવાનો નિર્ણય લઈને તંત્ર દ્વારા લોખંડી હાથે કામ લઇ લોક સમસ્યાને વાચા આપી દેવાનું કામ કર્યું છે. જેની સર્વત્ર પ્રશંસા થઇ રહી છે.

હવે 700 નવા જવાનોની ત્રણ વર્ષ માટે ભરતી કરવામાં આવનાર છે. લોકોમાં એવું ચર્ચવા લાગ્યું છે કે અમદાવાદની જેમ રાજકોટ જેવા અન્ય શહેરોમાં પણ ટીઆરબી જવાનો સામે જનતામાંથી અનેક ગંભીર ફરિયાદો સાંભળવા મળી છે

ત્યારે રાજકોટમાં પણ આવા પગલા લેવાશે ખરા? રાજકોટમાં હજુ સુધી તો પોલીસનાં અધિકારીઓએ આવી ફરિયાદો સામે આંખ આડા કાન જ કર્યા છે.રસ્તા પર ખુલ્લે આમ ભદ્ર મહિલાઓ સાથે જીભાજોડી કરનાર અને ગેરવર્તન કરનાર ટ્રાફિક કોન્સ્ટેબલ સામે કોઈ પગલા લેવામાં આવ્યા નથી,

બરતરફ કરવાની વાત તો બાજુ એ રહી પણ સામાન્ય શિસ્ત ભંગનાં પગલા પણ લેવામાં આવ્યા નથી. જેની રાજકોટનાં શહેરીજનોમાં ભારે ચર્ચા થઇ રહી છે. રાજકોટ અને અન્ય શહેરોમાં જ્યાં-જ્યાં ટીઆરબી જવાનો ફાંટીને ધુમાડે ગયા હોય ત્યાં-ત્યાં અમદાવાદ જેવા આકરા પગલાની જરૂર છે.

તેવી લોકોની જોરદાર લાગણી છે.રાજકોટમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ લોકોની ફરિયાદોને સામાન્ય ગણીને અવગણનાનાં ટોપલામાં ફેંકી રહ્યા છે. એ વલણ સરકારે જરાય ચલાવી લેવું જોઈએ નહીં. શિસ્તનાં નામે ટ્રાફિક પોલીસ સામે પગલા ન લેવા એ લોકોને ગેરમાર્ગે દોરવા જેવી વાત છે.

Read About Weather here

રાજકોટનાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ટ્રાફિક બ્રિગેડ તરફની મમતા બાજુએ મુકીને કશુરવાન હોય એ તમામ સામે તાત્કાલિક કડક પગલા લે એવી શહેરીજનોની ઉગ્ર માંગણી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here