અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144 મી રથયાત્રા નીકળશે

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144 મી રથયાત્રા નીકળશે
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144 મી રથયાત્રા નીકળશે

સરસપુરમાં 10 મિનિટનું જ રોકાણ: રથ ખેંચવા 150 ખલાસી સજ્જ
સવારે 7 વાગ્યે નિકળી 12 વાગ્યે નિજમંદિરે પરત ફરશે: મોસાળ
બપોરે રથ પરત ફર્યા બાદ શહેરીજનો નિજમંદિરમાં રથ પર ભગવાન જગદીશ-બલભદ્ર-સુભદ્રાજીના દર્શન કરી શકશે


ગત વર્ષે કોરોના કારણે રથયાત્રાનું આયોજન છેલ્લી ઘડીએ મોકૂફ રખાયું હતું અને ત્રણેય રથ મંદિર પરિસરમાં ફર્યા હતા. ખાનગી મીડીયામાંથી મળેલી માહિતી મુજબ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા મર્યાદિત લોકોની હાજરીમાં 12 જુલાઈના રોજ પરંપરાગત રીતે નીકળશે. જો કે આ વર્ષે રથયાત્રામાં ટ્રકો, અખાડા અને ભજનમંડળીઓ નહિ જોડાય.

Subscribe Saurashtra Kranti here

કોરોના મહામારીની ત્રીજી લહેરની દહેશત વચ્ચે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા મામલે આખરે નિર્ણય લેવાઈ ચૂક્યો છે. આ વર્ષે ભગવાન જગદીશ ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે અમદાવાદની નગરચર્યાએ નિકળશે અને બપોરે 12 વાગ્યા સુધીમાં નિજમંદિરે પરત આવી જશે. કોરોના મહામારીને લીધે ગત વર્ષે અમદાવાદમાં 143મી રથયાત્રા નિકળી શકી નહોતી, પરંતુ આ વર્ષે ભગવાન નગરચર્યાએ નિકળશે એ નક્કી થઈ ગયું છે.

આ મામલે સરકાર છેલ્લી ઘડીએ જાહેરાત કરી શકે છે. રથ નિકળે તે દરમિયાન રુટ પરના વિસ્તારોમાં જનતા કર્ફ્યુ લાદવાની પણ વિચારણા છે. આ વર્ષે 144મી રથયાત્રામાં મર્યાદિત સંખ્યામાં ખલાસીઓ રથ ખેંચીને ભગવાનને નગરચર્યાએ લઈ જશે. વહેલી સવારે મુખ્યમંત્રીના હસ્તે પહિંદવિધિ બાદ રથયાત્રાના પરંપરાગત રૂટ પર જ રથયાત્રા યોજાશે. પરંતુ રસ્તામાં રથને કોઈપણ જગ્યાએ ઉભી રાખવામાં નહીં આવે.

Read About Weather here

ખલાસીઓ રથને સતત ખેંચી એકથી બે કલાકમાં સરસપુર મંદિરે પહોંચી જશે. 10 જુલાઈના રોજ યોજાનાર ધ્વજારોહણ વિધિ અને નેત્રોત્સવમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાજર રહેશે. રથ સરસપુર પહોંચ્યા બાદ દર વર્ષથી જેમ મહાજમણવાર નહીં થાય અને ભગવાન 10 મિનિટ જેટલું જ રોકાણ કરશે. મામેરાની વિધિ અગાઉથી પૂર્ણ કરી દેવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here