અમદાવાદમાં ચિરિપાલ ગ્રુપ પર આવક વેરાના સાગમટે દરોડા

અમદાવાદમાં ચિરિપાલ ગ્રુપ પર આવક વેરાના સાગમટે દરોડા
અમદાવાદમાં ચિરિપાલ ગ્રુપ પર આવક વેરાના સાગમટે દરોડા
ટેક્ષટાઈલ અને શિક્ષણ ક્ષેત્રમાં બહુ મોટું નામ ધરાવતા ગુજરાતના એક બહુ જાણીતા ચિરિપાલ ગ્રુપ પર ઇન્કમટેક્ષ ખાતાના અધિકારીઓના મોટા કાફલાએ સવારથી શ્રેણીબદ્ધ દરોડા પાડી ચેકિંગ શરૂ કરતા અમદાવાદની વેપારી આલમમાં હલચલ મચી ગઈ છે. અમદાવાદમાં 35 થી 40 સ્થળે ગ્રુપની કચેરીઓ, આવાસો અને ધંધાકીય સ્થળો પર આવકવેરાનાં અધિકારીઓ ત્રાટક્યા છે અને મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો મળવાની આશંકા છે.

Visit Saurashtra Kranti Homepage here

આજે સવારથી આવકવેરા ખાતાના રાજકોટ સહિતના અધિકારીઓના મોટા કાફલાએ ચિરિપાલ ગ્રુપના સ્થળો પર દરોડાની રફતાર શરૂ કરી હતી. બોપલ રોડ પર આવેલી ગ્રુપની મુખ્ય ઓફીસ પર સવારે દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં વેદપ્રકાશ ચિરિપાલ, બ્રિજમોહન ચિરિપાલ અને ભાગીદારોની કચેરીઓ આવેલી છે. ગ્રુપની 35 થી 40 સ્થળે આવેલી ઓફીસ અને આવાસો પર એકસાથે દરોડા પાડી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેમ આવકવેરા અધિકારીએ જણાવ્યું હતું.

અમદાવાદ ઉપરાંત સુરતમાં પણ ગ્રુપની કચેરીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદમાં આંબલી અને શિવરંજની સહિતની ઓફીસમાં તપાસ ચાલી રહી છે. આ કંપની ટેક્ષટાઈલ, કેમિકલ્સ, રીયલ એસ્ટેટ અને શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલી છે. ચિરિપાલ સહિત નંદન ડેનીમ અને વિશાલ ડેનીમના સ્થળો પર પણ દરોડા પાડીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ગ્રુપ પર દરોડાને પગલે વેપારીઓ અને ઉદ્યોગ જૂથોમાં હલચલ મચી જવા પામી છે.
ચિરિપાલ ગ્રુપના દફતરો ઉપરાંત તેના સંચાલકો વેદપ્રકાશ, બ્રિજમોહન, જ્યોતિપ્રકાશ, વિશાલ અને રોનક ચિરિપાલના નિવાસી સ્થાનો ઉપર પણ દરોડા પાડવામાં આવ્યા છે અને દસ્તાવેજોનું ચેકિંગ કરવામાં આવ્યું છે.

Read About Weather here

આ ગ્રુપનું બહુ મોટું નામ હોવાથી અને મોટાપાયે વ્યવસાય હોવાથી રાજકોટ ઇન્કમટેક્ષની ત્રણ ટીમો પણ તપાસમાં જોડાઈ છે. સુરત અને અમદાવાદના આઈટી અધિકારીઓ પણ કાફલામાં જોડાયા છે. મેગા સર્ચ ઓપરેશનની કાર્યવાહી લાંબો સમય ચાલી શકે છે. મોટા પ્રમાણમાં કરચોરી અને કરોડોના શંકાસ્પદ વ્યવહાર બહાર આવે તેવી શક્યતા છે. ઇન્કમટેક્ષ દ્વારા બે મહિના બાદ ગુજરાતમાં મોટું ઓપરેશન કરવામાં આવ્યું છે. ફફડી ઉઠેલા અન્ય વેપારીઓ અને ઉદ્યોગ જૂથો સતર્ક થઇ ગયા છે. તહેવારો દરમ્યાન આવકવેરા વિભાગ આવું મોટું ઓપરેશન કરતુ જ હોય છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here