અમદાવાદના નારોલમાં બરફની ફેકટરીમાં ગેસ લિકેજ થતા અફરાતફરી…!

અમદાવાદના નારોલમાં બરફની ફેકટરીમાં ગેસ લિકેજ થતા અફરાતફરી…!
અમદાવાદના નારોલમાં બરફની ફેકટરીમાં ગેસ લિકેજ થતા અફરાતફરી…!

નારોલમા બરફ બનાવતી ફેકટરીમાં ગેસ લીકેજ થવાની ઘટના બની છે, જેની પર ફાયર બ્રિગેડને કોલ મળતા ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી ગેસ લીકેજ કંટ્રોલમાં લીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે નારોલમાં કાશીરામ ટેકસટાઇલ પાસે નેશનલ આઇસ બરફ ની ફેકટરીમાં ગેસ લીકેજ થયો છે. જે કોલ મળતા ફાયર બ્રિગેડે ગાડી સ્થળ પર રવાના કરી. તેમજ અધિકારી પણ સ્થળ પર રવાના થયા. જોકે ટીમ પહોંચે તે પહેલા ગેસ લીકેજ વધી ગયો અને વાતાવરણમાં ગેસ ફેલાઈ ગયો. જેથી વધુ ટીમની મદદ લેવાઈ અને 11 ફાયર બ્રિગેડની ગાડી અને અધિકારીઓએ સ્થળ પર પહોંચી ઘટનાને કંટ્રોલમાં લીધી.

ઘટનામાં જાણવા મળ્યું કે ફેકટરીમાં એમોનિયા કોમ્પ્રેસરની મેઈન લાઇન લિકેજ થઈ હતી. જે વધુ લિકેજના કારણે વાતાવરણમાં ગેસ ફેલાઈ ગયો અને આસપાસ તેની અસર થઈ. તો ગેસ લીકેજ કંટ્રોલ કરવા જતાં એક ફાયર બ્રિગેડ કર્મચારીને ગેસની અસર થતા હોસ્પિટલ ખસેડાયો. જે ગેસ લીકેજ પર ફાયર બ્રિગેડની સતર્કતા અને સતત પાણીનો મારો ફેકટરી અને રોડ અને હવામાં ચલાવી ગેસ લીકેજ કંટ્રોલમાં લીધો. તેમજ પાઇપ લાઇનનો વાલ્વ બંધ કરતા વધુ મોટી ઘટના થતા ટળી હતી.

Read About Weather here

જોકે ગેસ લીકેજની અસર આસપાસના વાતાવરણમાં થઈ હતી. જે ગેસ લીકેજ કઈ રીતે થયો તે હજુ જાણી શકાયું નથી. પણ ફાયર બ્રિગેડે ગેસ લીકેજ કાબુમાં લઈ મોટી ઘટના થતા ટાળી હતી.આ ઘટના પરથી અન્ય બરફની ફેકટરી ધરાવતા લોકોએ વધુ ધ્યાન રાખવું પડશે. કેમ કે હાલમાં ગરમી વચ્ચે બરફનો વધુ ઉપયોગ થવાથી પ્રોડક્શન વધ્યું છે. ત્યારે આ કિસ્સો આવા લોકો માટે લાલ બતી સમાન ગણી શકાય છે.પણ આવા સમયે સાધનોનું મેઇન્ટેનન્સ નહિ થતું હોવાથી આવી ઘટનાઓ બનતી હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here