અમદાવાદથી રાજકોટ સર્વે કરવા જતી ઇન્કમટેક્ષની ટીમનો અકસ્માત

અમદાવાદથી રાજકોટ સર્વે કરવા જતી ઇન્કમટેક્ષની ટીમનો અકસ્માત
અમદાવાદથી રાજકોટ સર્વે કરવા જતી ઇન્કમટેક્ષની ટીમનો અકસ્માત

કાર ચાલકે સ્ટીયરીંગ ઉપર કાબુ ગુમાવતા વૃક્ષ સાથે અથડાઈ: 6 મહિલા સહિત 11ને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા

રાજકોટમાં આજે વહેલી સવારથી ઈન્કમટેક્ષથી ટીમો દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. અમદાવાદથી આવેલી ટીમોએ આ સર્વે હાથ ધર્યો છે. અમદાવાદથી ઈન્કમટેક્ષ વિભાગની ટીમો રાજકોટ આવી રહી હતી ત્યારે ગાડીના કાફલામાંથી એક ગાડીને અકસ્માત નડતા ઈન્કમટેક્ષ વિભાગના 11 અધિકારીઓને ગંભીર ઈજા થતા સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

વહેલી સવારે અમદાવાદથી રાજકોટ તરફ ફોર્સ કંપનીની ટ્રાવેલર ગાડી લઈ અને તપાસ કામગીરી માટે ઇન્કમટેકસની ટીમ રાજકોટ તરફ જઈ રહી હતી તે સમયે સોમાસર ગામ પાસે વહેલી સવારે ડ્રાઈવરને ઝોકુ આવી જતા ગાડી ધડાકાભેર ઝાડ સાથે અથડાઇ છે.

Read About Weather here

અકસ્માતના પગલે ઘટનાસ્થળે જગ્યા 11 લોકોને ગંભીર ઇજા પહોંચવા પામી છે. રાજકુમાર ગુપ્તા આઇટી અધિકારી, 2 અમિત ભાઈ ગુપ્તા આઇટી અધિકારી, 3 ઓજસ પરીખ આઇટી અધિકારી, 4 રોહિત ઠક્કર આઇટી અધિકારી, 5 ઉમાશંકર પ્રશાદ આઇટી અધિકારી, 6 પ્રકાશ ઠક્કરઆઇટી અધિકારી, સાથે રહેલી મહિલા પોલીસ સ્ટાફને ઇજા 1 ડોડીયા સેજલ બેન, 2 શ્રદ્ધા નાગરભાઈ, 3 કોમલબેન ધનજી ભાઈ, 4 કાજલ બેન વાલા ભાઈ, 5 અન્ય એકનો સમાવેશ થાય છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here