અપની યારી સબપે ભારી…!

અપની યારી સબપે ભારી...!
અપની યારી સબપે ભારી...!
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારના મુખ્ય માર્ગ ઉપર આવેલા અલંકાર ટાવર બહાર બે વિદ્યાર્થી જૂથ વચ્ચે મારામારી થઇ હતી. વડોદરાના સયાજીગંજ સ્થિત અલંકાર ટાવર સ્થિત ખાનગી કલાસીસમાં વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસિસમાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ટાવર પરિસરમાં એકાએક બે વિદ્યાર્થી જૂથના યુવાનો વચ્ચે મારામારી શરૂ થઇ ગઇ હતી. વાહનોથી ધમધમતા માર્ગ ઉપર પોલીસ સ્ટેશનની નજીકમાં જ બે જૂથ વચ્ચે થયેલી મારામારીમાં બે વિદ્યાર્થીઓને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી છે.

 આ મારામારીના પગલે રોડ ઉપરથી પસાર થતાં વાહન ચાલકો પણ તમાશો જોવા માટે ઉભા થઇ ગયા હતા. એક તબક્કે ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો.
દરમિયાન,

બનાવથી નજીકમાં આવેલા સયાજીગંજ પોલીસ દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો. પોલીસે આ બનાવ સંદર્ભે એક હુમલાખોર યુવાનની અટકાયત કરી પોલીસ સ્ટેશનમાં લઈ ગઇ હતી.

બે વિદ્યાર્થી જૂથો વચ્ચે કયા કારણોસર ઝઘડો થયો હતો. આ બનાવ અંગે સયાજીગંજ પોલીસે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ વિદ્યાર્થી જૂથ

Read About Weather here

વચ્ચે થયેલા ઝઘડાનું ચોક્કસ કારણ બહાર આવશે.તેનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પરંતુ, સામાન્ય બોલાચાલીના કારણે બે જથો આમનેસામને આવી ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here